Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શું આજે ચેપોકમાં ધોનીની છેલ્લી મેચ હશે?:અશ્વિનના નિવેદન બાદ રિટાયરમેન્ટની અટકળો તેજ; CSK vs SRHની મેચમાં ચેન્નઈનું પલળું ભારે

    1 सप्ताह पहले

    IPL 2026ની 63મી મેચમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમ સામસામે ટકરાશે. આ મેચ ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ (ચેપોક) સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. IPLમાં એક પણ મેચ ન રમનાર મહેન્દ્રસિંહ ધોની સમાચારમાં છે. ચેપોક ખાતે આજની મેચ માત્ર પ્લેઓફની માટે લડાઈ નથી, પરંતુ ધોનીની વાપસીના કારણે પણ ચર્ચામાં છે. ચાહકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું 'કેપ્ટન કૂલ' આજે છેલ્લી વખત પીળી જર્સીમાં મેદાનમાં જોવા મળશે? અશ્વિને ધોની વિશે શું કહ્યું? સીઝન શરૂ થાય તે પહેલાં, ચેન્નઈ સુપર કિંગ્સે જાહેરાત કરી હતી કે એમએસ ધોની પગમાં ઈજાના કારણે શરૂઆતની મેચો ચૂકી જશે. જોકે, ધીમે ધીમે લાંબો સમય જતો રહ્યો. હવે, ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનના એક નિવેદને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. પોતાની યૂટ્યુબ ચેનલ પર, અશ્વિને કહ્યું, "મને લાગે છે કે ધોની સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે તેવી સારી સંભાવના છે. જ્યાં સુધી મેં સાંભળ્યું છે, તે છેલ્લી 2-3 મેચો માટે રમવા માટે તૈયાર છે." આ નિવેદન પછી, #DhoniReturn સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું, જેનાથી ચાહકોની આશાઓ ફરી જાગી. આ મેચને ખાસ બનાવતી બાબત ધોનીનું અગાઉનું નિવેદન છે. 2021 સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટાઇટલ જીત પછી, ધોનીએ કહ્યું હતું, "આશા છે કે, મારી છેલ્લી T20 મેચ ચેન્નઈમાં હશે." હવે, લગભગ પાંચ વર્ષ પછી, CSKની છેલ્લી લીગ મેચ ચેન્નઈમાં રમાઈ રહી છે અને ધોની આખી સીઝન માટે મેદાનથી દૂર રહ્યો છે. આ કારણોસર, ચાહકો આ મેચને સંભવિત ફેરવેલ મેચ તરીકે જોઈ રહ્યા છે, ભલે ધોનીએ નિવૃત્તિની જાહેરાત કરી નથી. જો એમએસ ધોની સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મેદાનમાં ઉતરે છે, તો CSKએ તેની ભૂમિકા કાળજીપૂર્વક નક્કી કરવી પડશે. તે વિકેટકીપર-બેટ્સમેન તરીકે રમી શકે છે, પરંતુ તેની ફિટનેસના આધારે તેનો ઉપયોગ ફિનિશર અથવા ઇમ્પેક્ટ પ્લેયર તરીકે પણ થઈ શકે છે. હાલમાં, CSK તરફથી ધોનીની વાપસી અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે, અશ્વિનનું નિવેદન, ચેપોકનું વાતાવરણ અને ધોનીનું જૂનું વચન આ મેચને અત્યંત ખાસ બનાવે છે. પોઇન્ટ્સ ટેબલ પર ટીમની પોઝિશન? પ્લેઓફની રેસમાં બંને ટીમ માટે આ મેચ ઘણી મહત્વની છે. પાંચ વખતની ચેમ્પિયન ચેન્નઈ હાલમાં પોઇન્ટ્સ ટેબલમાં છઠ્ઠા અને હૈદરાબાદ ત્રીજા સ્થાને છે. છેલ્લી મેચમાં લખનઉ સામે હાર્યા બાદ ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નઈ ટીમે આ મેચ ગમે તે ભોગે જીતવી જ પડશે. બીજી તરફ, પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળની હૈદરાબાદની ટીમ આ જીત સાથે પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ પાકું કરવા ઇચ્છશે. બંને ટીમ 24મી વખત સામસામે ટકરાશે બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 23 મેચ રમાઈ ચૂકી છે. જેમાં CSKએ 15 અને SRHએ 8 મેચ જીતી છે. ગત સીઝનમાં બંને વચ્ચે રમાયેલી મેચમાં હૈદરાબાદનો વિજય થયો હતો. આ સીઝનમાં બંને ટીમ બીજી વખત ટકરાશે. હૈદરાબાદમાં રમાયેલી આ સીઝનની પ્રથમ મેચ પણ SRHએ જીતી લીધી હતી. અંશુલ કંબોજે 19 વિકેટ ઝડપી ચેન્નઈની આ સીઝનની સફર ઉતાર-ચઢાવ વાળી રહી છે. ટીમે IPL 2026ની શરૂઆત સતત ત્રણ હાર સાથે કરી હતી. આ પછી ચેન્નઈએ શાનદાર કમબેક કર્યું અને આગામી 9 મેચમાંથી 6 મેચ જીતીને પ્લેઓફની રેસમાં પોતાને જીવંત રાખ્યું છે. ટીમ 12 મેચમાં 6 જીત અને 6 હાર સાથે 12 પોઇન્ટ્સ ધરાવે છે. લખનઉ સામે એકાના સ્ટેડિયમમાં મળેલી હારના કારણે ચેન્નઈનો નેટ રન-રેટ બગડ્યો છે, જેના લીધે બાકીની બંને મેચ જીતવાનું દબાણ વધી ગયું છે. સંજુ સેમસન ટીમનો ટૉપ રન સ્કોરર છે. તેણે 12 મેચમાં 236.55ની સ્ટ્રાઈક રેટથી 450 રન બનાવ્યા છે. અંશુલ કંબોજ 12 મેચમાં 19 વિકેટ લઈને ટીમનો ટૉપ વિકેટ ટેકર છે. હૈદરાબાદ માત્ર 86 રનમાં સમેટાઈ ગયું હતું સનરાઇઝર્સ હૈદરાબાદે આ સીઝનમાં 12 માંથી 7 મેચ જીતીને 14 પોઇન્ટ્સ મેળવ્યા છે. ટીમ હાલમાં પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને છે. ગુજરાત સામેની છેલ્લી મેચમાં હૈદરાબાદનું બેટિંગ લાઈનઅપ ફ્લોપ રહી હતી અને ટીમ માત્ર 86 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જો આજે જીત મળશે તો હૈદરાબાદના 16 પોઈન્ટ થઈ જશે અને ટીમ પ્લેઓફની એકદમ નજીક પહોંચી જશે. હેનરિક ક્લાસેન ટીમનો ટૉપ રન સ્કોરર છે. તેણે 12 મેચમાં 153.93ની સ્ટ્રાઈક રેટથી 508 રન બનાવ્યા છે. ઈશાન મલિંગા 16 વિકેટ સાથે ટીમનો ટૉપ વિકેટ ટેકર છે. ચેપોકમાં 200+ સ્કોર બની રહ્યા છે ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ સીઝનમાં અત્યાર સુધીમાં 6 મેચ રમાઈ ચૂકી છે. આ વર્ષે ચેપોકની પીચનો મિજાજ બદલાયેલો જોવા મળ્યો છે. પરંપરાગત રીતે સ્પિનરોને મદદ કરતી આ પીચ આ સીઝનમાં બેટર્સ માટે સાનુકૂળ રહી છે અને અહીં સતત 200થી વધુ રનનો સ્કોર બન્યો છે. જોકે, કેટલીક મેચમાં બોલ રોકાઈને આવ્યો છે અને સ્પિનરોને ગ્રીપ તેમજ ટર્ન પણ મળ્યો છે. આ વર્ષે અહીં રમાયેલી 6 મેચમાંથી 4 વખત ચેઝ કરનારી ટીમ જીતી છે. આવી સ્થિતિમાં આજે પણ ટૉસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે. ચેપોકમાં અત્યાર સુધીમાં IPLની 97 મેચ રમાઈ છે. જેમાંથી 51 મેચ જીત્યા છે, 44 હાર્યા છે અને 2 મેચ ટાઈ રહી છે. મેચ દરમિયાન વરસાદ પડી શકે છે ચેપોક સ્ટેડિયમમાં, ચેન્નઈમાં હવામાન ગરમ અને ભેજવાળું રહેવાની સંભાવના છે. સાંજના સમયે વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેવાની શક્યતા છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), ઉર્વિલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, પ્રશાંત વીર, અંશુલ કંબોજ, સ્પેન્સર જોન્સન, નૂર અહેમદ, મુકેશ ચૌધરી, ગુરજપનીત સિંહ. ઇમ્પેક્ટ પ્લેયર: કાર્તિક શર્મા. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલીલ અરોરા, આર. સ્મરણ, નીતિશ રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, સાકિબ હુસૈન, ઈશાન મલિંગા. ઇમ્પેક્ટ પ્લેયર: પ્રફુલ હિંગે.
    Click here to Read More
    Previous Article
    Samwad 2026 Live : Sidhu ने मंच से सुनाए ऐसे वन-लाइनर, गूंजते रहे ठहाके | Navjot Singh Sidhu
    Next Article
    પટેલની ખુલ્લી સ્ટમ્પે ફટકાબાજી:ત્રણ સંતાનો માટે આર.પી.નો ગજબ તર્ક, મોદીની અપીલ વચ્ચે 6 અધિકારી ચર્ચામાં, માયાભાઈએ ડાયરામાં રૂપિયાના કોથળા ઠાલવ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment