Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેશ રૈનાએ CSK પાસેથી કોચિંગની જવાબદારી માંગી:કહ્યું- ફ્રેન્ચાઇઝી સાથે વાત કરી, હવે નિર્ણય તેમણે લેવાનો છે; ધોની સાથે 4 IPL ખિતાબ જીતી ચૂક્યા

    18 hours ago

    પૂર્વ ભારતીય બેટર સુરેશ રૈનાએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કોચિંગ સ્ટાફ સાથે જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે ફ્રેન્ચાઇઝી પાસે કોચિંગમાં સ્થાન આપવાની માંગ પણ કરી છે. જોકે, અત્યાર સુધી તેમને આ અંગે કોઈ જવાબ મળ્યો નથી. રૈનાએ CSKમાં તેમના પૂર્વ સાથી રહેલા રવિચંદ્રન અશ્વિનની યુટ્યુબ ચેનલ પર વાતચીત દરમિયાન આ વાત કહી. તેમણે કહ્યું- ‘મેં મારી ઇચ્છા જણાવી દીધી છે અને હવે નિર્ણય CSKએ લેવાનો છે. મારા માટે સૌથી મહત્વની વાત ચેન્નાઈ સાથે રહેવાની અને ટીમને ટ્રોફી જીતાડવામાં મદદ કરવાની છે.’ રૈનાએ CSK માટે સૌથી વધુ રન બનાવ્યા રૈનાને તેમના IPL પ્રદર્શનને કારણે 'મિસ્ટર IPL' તરીકે ઓળખવામાં આવે છે. સંન્યાસ બાદ તેઓ ક્રિકેટ એક્સપર્ટ અને કોમેન્ટેટર તરીકે કામ કરી રહ્યા છે. રૈના 2008થી 2021 સુધી CSK સાથે જોડાયેલા રહ્યા. વચ્ચે જ્યારે CSKને 2 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી, ત્યારે 2016 અને 2017ની સીઝનમાં તેમણે નવી ટીમ ગુજરાત લાયન્સની કેપ્ટનશિપ કરી હતી. રૈનાએ CSK સાથે ધોનીની કેપ્ટનશિપ હેઠળ IPLમાં 4 ખિતાબ અને 2 ચેમ્પિયન્સ લીગ ખિતાબ જીત્યા. તેઓ CSK માટે સૌથી વધુ રન બનાવનાર બેટર પણ છે. રૈના બોલ્યા- પીળી જર્સી મારા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે રૈનાએ કહ્યું- ‘હું CSK સાથે કોઈપણ ભૂમિકામાં કામ કરવાનું પસંદ કરીશ. મારા માટે સૌથી મહત્વનું એ છે કે હું ખેલાડીઓ સાથે રહું અને તેઓ ટ્રોફી જીતે. પીળો રંગ અમારા માટે બધું જ છે.’ તેમણે આગળ કહ્યું- ‘મેં ઈન્ટરનેશનલ ક્રિકેટ, IPL અને વર્લ્ડ કપ રમ્યા છે. CSK માટે ઘણા રન બનાવ્યા છે. ઘણી ફાઇનલ રમી, કેટલીક જીતી અને કેટલીક હારી. દબાણમાં માનસિક રીતે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાનું શીખ્યો. હું મારો અનુભવ ખેલાડીઓ સાથે વહેંચવા માગું છું.’ રૈનાએ કહ્યું- 'હવે આ તેમની ટીમ છે અને અમે બંને (રૈના અને અશ્વિન) હવે નિવૃત્ત થઈ ચૂક્યા છીએ.’ 17 વર્ષ બાદ CSKએ હેડ કોચ બદલ્યા IPL 2027 પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફારો કર્યા. ફ્રેન્ચાઇઝીએ સ્ટીફન ફ્લેમિંગની જગ્યાએ પૂર્વ ભારતીય ઝડપી બોલર ઝહીર ખાનને ટીમના નવા હેડ કોચ બનાવ્યા. આ ઉપરાંત મોહિત શર્માને બોલિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. ગેરેથ બેટી અને એલ્બી મોર્કેલ પણ આસિસ્ટન્ટ કોચ તરીકે ટીમ સાથે જોડાયા છે. સ્ટીફન ફ્લેમિંગ 2009થી 2026 સુધી ટીમના હેડ કોચ રહ્યા. ફ્લેમિંગનો CSK સાથેનો સંબંધ 2008માં ખેલાડી તરીકે શરૂ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    કોહલીએ તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો:વનડે રનચેઝમાં સૌથી વધુ રન, રોહિત 17મી વાર શૂન્ય પર આઉટ; અર્શદીપનો ગર્લફ્રેન્ડ માટે ડાન્સ
    Next Article
    ટ્રમ્પનો ફુગ્ગો ફૂટ્યો, સંસદમાં ભૂંડી હાર:દાયકાઓ જૂના ગઢના કાંગરા ખર્યાં, છતાં 3 કારણે અનગોંઠેબલ, બાકીના 2 વર્ષ માટે પ્લાન Bનો તખ્તો તૈયાર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment