Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CRPF પોસ્ટ પર હુમલો કરનાર લશ્કરનો આતંકવાદી ઠાર:કુલગામની મસ્જિદમાં છુપાયો હતો, વીડિયો કૉલ પર સરેન્ડરનો પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો

    10 hours ago

    જમ્મુ-કાશ્મીરમાં CRPF પોસ્ટ પર હુમલો કરનાર લશ્કર-એ-તૈયબાના આતંકવાદી લતીફ ભટ્ટનું સુરક્ષા દળોએ કુલગામમાં એન્કાઉન્ટર કર્યું. બુધવારે સવારે અથડામણ શરૂ થઈ ગઈ હતી. સુરક્ષા દળોએ લતીફ ભટ્ટને પકડવા માટે કુલગામના જંગલપોરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર લતીફ એક મસ્જિદમાં છુપાયો હતો. સુરક્ષા દળોએ સ્થાનિક લોકોની મદદથી લતીફ સાથે વીડિયો કૉલ કર્યો. તેને સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું. તેને આ ખાતરી પણ આપવામાં આવી કે, "અમે તમારી સાથે છીએ." તેના જવાબમાં લતીફે કહ્યું- મારે અલ્લાહને મળવું છે. હું ખૂબ ખુશ છું. હું અલ્લાહને જોઈશ. હું સરેન્ડર નહીં કરું. સાંભળો લતીફ અને સુરક્ષા દળો વચ્ચેની વાતચીત… લતીફ ભટ બે દિવસ પહેલાં થયેલી એક અથડામણમાં ઘાયલ થયો હતો, પરંતુ ત્યાંથી ભાગી નીકળવામાં સફળ રહ્યો હતો. તેણે નિસાર સાથે મળીને 11 નવેમ્બરે નૌપોરા અખરાનમાં CRPFની પોસ્ટ પર ગોળીબાર કર્યો હતો. તેમાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા. સુરક્ષાદળોએ 16 નવેમ્બરે આમાંથી એક આતંકવાદી ઉમરને ઠાર માર્યો હતો. સેનાએ પહેલાં લતીફના માર્યા ગયાની વાત કહી હતી. બાદમાં જણાવ્યું કે તેના પગમાં ગોળી વાગી છે. એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો આતંકવાદી... હુમલા પહેલાં 6 મહિના સુધી નિસારને આશ્રય આપ્યો 11 નવેમ્બરના કુલગામ હુમલામાં સામેલ ઉમર નિસાર ડારે લશ્કર કમાન્ડર લતીફ ભટને છ મહિના સુધી આશ્રય આપ્યો હતો. બંનેએ હુમલા પહેલાં ઘણા વિસ્તારોની રેકી કરી હતી. સોમવારે થયેલી અથડામણમાં ડાર માર્યો ગયો, જ્યારે ભટ ભાગી ગયો. મંગળવારે પણ ડ્રોન અને શોધખોળ કરતા કૂતરાઓની મદદથી શોધખોળ ચાલુ રહી. અહેવાલો મુજબ, નિસારે ઘરેથી નીકળ્યા બાદ 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) જોઈન કરી લીધું હતું. આ સંગઠનમાં સામેલ થયાના માત્ર એક જ અઠવાડિયા બાદ તેણે પોતાનો જીવ ગુમાવ્યો. --------------- આ સમાચાર પણ વાંચો... CRPF કેમ્પ પર હુમલો કરનારાઓનો CCTV સામે આવ્યા:2 આતંકવાદીઓએ ફાયરિંગ પહેલાં રેકી કરી હતી; એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો, એક ગુમ જમ્મુ–કાશ્મીરમાં સેનાના એન્કાઉન્ટરમાં સોમવારે માર્યા ગયેલા લશ્કરના આતંકી ઉમરના CCTV ફૂટેજ મંગળવારે સામે આવ્યો છે. તેમાં તે પોતાના કમાન્ડર લતીફ સાથે CRPF કેમ્પની રેકી કરતો દેખાઈ રહ્યો છે. 56 સેકન્ડના વીડિયોમાં બંને આતંકીઓ ટેક્સીમાંથી ઉતરતા દેખાય છે. પહેલા લતીફ અને ત્યારબાદ મોહમ્મદ મીર ઉમર ઉતર્યો અને કેમ્પ તરફ આગળ વધ્યા. બંને કેમ્પ તરફ જતા હોય તેવી એક તસવીર પણ સામે આવી છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    जनगणना में नाम छूटा तो नहीं मिलेगा राशन या मुफ्त इलाज, सरकारी योजनाओं के लाभ पर यूपी सीएम ने किया अलर्ट
    Next Article
    શું બાળકને પેસિફાયર આપવું યોગ્ય છે?:જાણો ફાયદા-નુકસાન; સેફ્ટીના 10 નિયમો, ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની 8 બાબતો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment