Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરની CQCS લેબોરેટરીને ખાતર પરીક્ષણ માટે NABL માન્યતા મળી:NABL માન્યતા પ્રાપ્ત ખાતર ટેસ્ટિંગ લેબ ધરાવતું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું; ખેડૂતોને વિશ્વસનીય ખાતર મળશે

    10 hours ago

    ભાવનગર સ્થિત CQCS લેબોરેટરીએ ખાતર અને બાયો-સ્ટિમ્યુલેન્ટ્સના વૈજ્ઞાનિક પરીક્ષણ માટે NABL માન્યતા મેળવીને ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. આ પ્રકારની પ્રતિષ્ઠિત માન્યતા મેળવનારી CQCS સમગ્ર ગુજરાતની સૌપ્રથમ અને એકમાત્ર લેબોરેટરી બની છે. આ સુવિધા ઉપલબ્ધ થવાથી રાજ્યના ખેડૂતોને ખાતરમાં થતી છેતરપિંડીથી મુક્તિ મળશે અને કૃષિ ઉદ્યોગોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સ બનાવવામાં મોટી મદદ મળશે. આધુનિક વિશ્લેષણાત્મક ક્ષમતાનો વિકાસ લેબોરેટરીના એમડી બી.કે. ઝાલાના જણાવ્યા મુજબ ખાતર અને બાયો-સ્ટિમ્યુલેન્ટ્સના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને અદ્યતન ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. આ લેબમાં હ્યુમિક એસિડ, ફુલ્વિક એસિડ, સીવીડ, એમિનો એસિડ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ અને માઇક્રોન્યુટ્રિએન્ટ્સ જેવા મહત્વપૂર્ણ પરિમાણોનું નિયમાનુસાર આધુનિક પદ્ધતિથી ચકાસણી કરવામાં આવશે. ખેડૂતો અને ઉદ્યોગોને એક જ સ્થળે લાભ મળશે આ નવી સવલતથી ખેડૂતોને ખાતર ખરીદતી વખતે છેતરાવાનો ભય રહેશે નહીં. ખાતર ઉત્પાદકો, કૃષિ ઉદ્યોગો, આયાતકારો, નિકાસકારો અને વેપારીઓને ગુણવત્તા પરીક્ષણ માટે એક જ સ્થળે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબની વિશ્વસનીય સુવિધા મળશે. જેના કારણે બજારમાં માત્ર પ્રમાણિત અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો જ પહોંચશે. ગુજરાતનું નામ દેશભરમાં રોશન થશે અગાઉ ખોરાક, પાણી, કૃષિ ઉત્પાદનો, મીઠું અને પશુ આહાર ક્ષેત્રે સેવાઓ આપતી CQCS લેબોરેટરીએ હવે ખાતર ક્ષેત્રે પણ પોતાની વિશ્વસનીયતા સાબિત કરી છે. આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર કામ કરતી આ લેબથી ગુજરાતનો કૃષિ ઉદ્યોગ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે. વધુ વિગતો માટે સંસ્થાની અધિકૃત વેબસાઈટ http://www.cqcsindia.com પર સંપર્ક કરવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    કોપી કરતા પકડાયા બાદ સાહિલે માફી માંગી હતી:બીજી તક આપવા પણ કહ્યું હતું, વિદ્યાર્થીએ IIT બોમ્બેના હોસ્ટેલમાં આત્મહત્યા કરી હતી
    Next Article
    વેરાવળની રાંદલ માતા ગરબીએ 50 વર્ષ જૂની પરંપરા જાળવી:2 થી 15 વર્ષની 180 થી વધુ બાળાઓ પ્રાચીન ગરબા રમે છે, ફિલ્મી ગીતોનો ઉપયોગ નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment