Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળની રાંદલ માતા ગરબીએ 50 વર્ષ જૂની પરંપરા જાળવી:2 થી 15 વર્ષની 180 થી વધુ બાળાઓ પ્રાચીન ગરબા રમે છે, ફિલ્મી ગીતોનો ઉપયોગ નથી

    7 hours ago

    વેરાવળના સટ્ટાબજારમાં આવેલું શ્રી રાંદલ માતા ગરબી મંડળ 50 વર્ષ જૂની પરંપરા જાળવી રહ્યું છે. આજના ડિજિટલ યુગમાં ઘણી પ્રખ્યાત ગરબીઓ બદલાઈ ગઈ છે, ત્યારે આ મંડળ પોતાની મૂળ સંસ્કૃતિને જીવંત રાખી રહ્યું છે. અહીં ફક્ત 2 થી 15 વર્ષની 180 થી વધુ નાની બાળાઓને જ ગરબીમાં ભાગ લેવાની મંજૂરી છે. ગરબીમાં કોઈ પણ પ્રકારના ડિસ્કો કે ફિલ્મી ગીતોનો ઉપયોગ થતો નથી. આ ગરબી મંડળ 1970 માં પોરબંદરના વિજયભાઈ ખારવા દ્વારા શરૂ કરાયું હતું. સોની હસમુખભાઈ માંડલીયા, વિનોદભાઈ કાનાબાર, સ્વ. ચીમનભાઈ દેવાણી, સ્વ. નવીનભાઈ મશરૂ, સ્વ. નિરંજનભાઇ અઢિયા, કમલેશભાઈ માંડલીયા, મહેન્દ્રભાઈ રૂપાણી, પ્રકાશભાઈ રૂપાણી, અક્ષયભાઈ કાનાબાર, મિલનભાઈ ઠકરાર, હેમલભાઈ કાનાબાર, જીગ્નેશ ઉનડકટ અને નૈનેશભાઈ ચાવડા સહિતના સંચાલકો અને સહયોગીઓએ આ પરંપરાને જાળવી રાખી છે. દરરોજ રાત્રે 10:30 કલાકે મહાઆરતી પછી બાળાઓ રાસ લે છે. દાતાઓ લાણીનું વિતરણ કરે છે અને દસમા દિવસે ઇનામ તથા જમણવારનું આયોજન કરે છે. ગીર સોમનાથમાં આવી ઓછી ગરબીઓ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરની CQCS લેબોરેટરીને ખાતર પરીક્ષણ માટે NABL માન્યતા મળી:NABL માન્યતા પ્રાપ્ત ખાતર ટેસ્ટિંગ લેબ ધરાવતું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું; ખેડૂતોને વિશ્વસનીય ખાતર મળશે
    Next Article
    क्यों बंद किया जंतर-मंतर को? दुनियाभर में प्रदर्शनों की कम हो रही है जगह

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment