Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઢાઢણી ગ્રામ પંચાયતમાંથી તસ્કરોએ કમ્પ્યુટર સિસ્ટમની ઉઠાંતરી કરી:મોનીટર, CPU, પ્રિન્ટર, કી-બોર્ડ, માઉસ, પાવર બેટરી ઉઠાવી ગયા

    7 hours ago

    રાજકોટના ઢાઢણી ગામે તસ્કરોએ ગ્રામ પંચાયતની કચેરીને જ નિશાન બનાવ્યું હતું. તસ્કરો આ કચેરીના તાળા તોડી અંદર પ્રવેશ્યા હતા અને કમ્પ્યુટર રૂમમાંથી કોમ્પ્યુટરનું મોનિટર, CPU, પ્રિન્ટર, કી-બોર્ડ, માઉસ, કોમ્પ્યુટર પાવર બેટરી સહિતનો સામાન ચોરી ગયા હતા. જેની જાણ થતા ગામના સરપંચ દ્વારા આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ગ્રામ પંચાયતની કચેરીનું તાળું તૂટેલું હાલતમાં ઢાઢણી ગામમાં છેલ્લા સાડા ચાર વર્ષથી સરપંચ તરીકે હોદ્દો સંભાળતા 68 વર્ષીય જીણીબેન મેરે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 5 સપ્ટેમ્બરના સવારના 8 વાગ્યે ઘરે હતા ત્યારે ગ્રામ પંચાયતમાં આંગણવાડીનું કામ પૂરું થઈ ગયું હોય ગ્રામ પંચાયતમાં રાખેલો સામાન લેવા માટે મજૂરો આવ્યા હતા. જેમણે અમને જાણ કરી કે ગ્રામ પંચાયતની કચેરીનું તાળું તો તૂટેલું છે. જેથી તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને તપાસ કરતા પંચાયત ઓફિસની સાથે કોમ્પ્યુટર રૂમનું તાળું પણ તૂટેલું હતું. 14,900ના માલમતાની ચોરી, ફરિયાદ નોંધાઈ પંચાયત કચેરીના કોમ્પ્યુટર રાખવામાં આવેલું મોનીટર, CPU, કી બોર્ડ, માઉસ અને પાવર બેટરી મળી કુલ આશરે રૂ.14,900ની માલમતાની ચોરી કરી ગયા હતા.ચોરોએ પંચાયત કચેરીના તાળા તોડી કોમ્પ્યુટર રૂમમાં પ્રવેશ કરી જરૂરી સાધનો ઉઠાવી જતા ગામમાં ચકચાર મચી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં તપાસ તેમજ શંકાસ્પદ હિલચાલ અંગે માહિતી મેળવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ડેપ્યુટી CM હર્ષ સંઘવીની ગર્જના:પહેલાં બીજા રાજ્યના લોકો ખમણ-ઢોકળા કહીને મજાક ઉડાવતા, હવે એ જ ગુજરાતીઓ ભુક્કા બોલાવે છે
    Next Article
    રાજકોટ RPFની લોખંડી સુરક્ષા, 18 ચેઇન પુલર્સ દબોચાયા:ઓગષ્ટમાં મુસાફરોનો 2.59 લાખનો ખોવાયેલો-ચોરાયેલો સામાન પરત કર્યો, 6 લોકોનું પરિવાર સાથે મિલન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment