Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાસીરનગર ડિમોલિશનની સુરત CPએ કેમ ફરિયાદ ન લીધી?: હાઇકોર્ટ:DCP નકુમ અનઑફિશિયલ હાજર રહ્યા હોય તો કોર્ટમાં હાજર થાય, SMC અને ટોરેન્ટ પાવરને પણ વેધક સવાલ

    1 day ago

    સુરત નાસીરનગર ડિમોલિશન મુદ્દે 26 અરજદારો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં રાજ્ય, SMC, સુરત પોલીસ કમીશ્નર, SOG ના DCP રાજદીપસિંહ નકુમ, પોલીસ અને SMCના કર્મચારીઓ તેમજ ટોરેન્ટ પાવરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. હાઇકોર્ટે કહ્યું કે, જો SOGના DCP(રાજદીપસિંહ નકુમ) ત્યાં અનઓફિશિયલ હાજર હતા તો આવતી મુદતે કોર્ટ સમક્ષ ઉપસ્થિત થાય. રાજ્ય સરકાર પણ જવાબદારીમાંથી છટકી શકે નહીં. કોર્ટે કેટલાક નિર્દેશો પક્ષકારોને આપીને સોમવારે વધુ સુનાવણી રાખી છે. હાઇકોર્ટે કહ્યું કે, સુરત મહાનગરપાલિકાએ જેમના મકાન ડિમોલિશન કર્યા છે, તેમને રહેવા ઘર આપવું પડે. કોર્ટ પાસે તેનો પ્લાન પણ તૈયાર છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તેમની પાસે પાવર છે. ઓથોરિટી પાસેથી કોર્ટને ચોક્કસ જવાબ જોઈએ છે. 29 જૂનના રોજ સવારે સૌથી પહેલા આ અરજી ઉપર સુનાવણી યોજાશે. જેમાં ટોરેન્ટ પાવરના વકીલ પણ ઉપસ્થિત રહેશે. અરજદારોના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે કોઈપણ નોટિસ, રજૂઆતની તક કે પંચનામા વગર સુરતના નાસીર નગરમાં SMC દ્વારા 150 થી વધુ મકાનો 30 મેના રોજ તોડી પાડવામાં આવ્યા હતા. હાઇકોર્ટનો અરજદારને સવાલ-ડિમોલિશન SMCએ કર્યું તેવું તમે કેવી રીતે કહી શકો? હાઇકોર્ટે પૂછ્યું હતું કે આ ડિમોલિશન SMC દ્વારા કરાયું તેવું તમે કેવી રીતે કહી શકો? અરજદાર વતી જવાબ અપાયો હતો કે ડિમોલિશન સમયે ઘટના સ્થળે SMCના અધિકારીઓ અને 20થી 25 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હતા. 01 જૂને અરજદારોએ SMC કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. જેઓએ જણાવ્યું હતું કે કોર્પોરેશને ત્યાં ડિમોલિશનનો કોઈ હુકમ કર્યો નથી. ખુલ્લી જગ્યામાં વર્ષ 1969માં અહીં કોલોની બની હતી. જ્યાં અરજદારના પૂર્વજો પણ રહેતા આવ્યા છે. અચાનક 30 મેના રોજ બુલડોઝર લાવીને મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ પણ વાંચો: આખરે સુરત મનપા કમિશનરે સ્વીકાર્યું, સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ નાસીરનગરમાં ડિમોલિશન કર્યું કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે ડિમોલિશનની ડ્યુટીમાં હાજર મશીનરી અને માણસો કોના હતા? જેના જવાબમાં અરજદારે જણાવ્યું હતું કે ડિમોલિશન કરનાર એજન્સી SMCની છે. ટોરેન્ટ પાવરે ડિમોલિશન પહેલા પાવર કટ કર્યો હતો. ડિમોલિશન સ્થળે 07 જેટલા SMC ઓફિસર અને અન્ય કર્મચારી તેમજ 20 થી 25 જેટલા સુરત SOG વિભાગના પોલીસ કર્મચારી અને ચોક બજાર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ હાજર હતા. પાલિયા બિલ્ડરના આદેશ ઉપર શ્રી રામ એજન્સીએ આ કાર્ય કર્યું છે: અરજદાર પાલિયા બિલ્ડરના આદેશ ઉપર શ્રી રામ એજન્સી દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે. ત્યાં આર્કિટેક્ટ રજનીકાંત ઉપસ્થિત હતા. સ્થાનિકોએ વિરોધ કરતા તેઓને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. રહેવાસીઓને માત્ર 01 કલાકમાં ઘર ખાલી કરી દેવા માટે સૂચના આપવામાં આવી હતી. બાળકોના પુસ્તકો અને મહત્વનો સામાન પણ ડિમોલિશનના કાટમાળ નીચે દબાઈ ગયો હતો. કોર્ટમાં અરજીમાં આટલું મોડું કેમ કરવામાં આવ્યું?: હાઇકોર્ટ કોર્ટે પૂછ્યું હતું કે 30 મેના રોજ ડિમોલિશન થયું તો કોર્ટમાં અરજીમાં આટલું મોડું કેમ કરવામાં આવ્યું? જેના જવાબમાં અરજદારોએ જણાવ્યું હતું કે તેઓએ પહેલા SMC કમિશનર સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી તો તેઓએ કહ્યું કે SMCનો ડિમોલિશનનો કોઈ ઓર્ડર નથી. પોલીસે તેમની ફરિયાદ લીધી નથી. 21 જૂને SMC કમિશનર પોલીસ સમક્ષ સ્વીકાર્યું કે ડિમોલિશન સમયે ત્યાં કોર્પોરેશનના કર્મચારીઓ હાજર હતા. આ પણ વાંચો: અચ્છા...એટલે SOG-મનપાએ અંગત રસ લીધો, વીડિયોએ સિક્રેટ ખોલ્યા 'જો ડિમોલિશન SMCએ નથી કર્યું તો ત્યાં તેના કર્મચારીઓ શું કરતા હતા?' કોર્ટે પૂછ્યું હતું કે જો ડિમોલિશન SMCએ નથી કર્યું તો ત્યાં તેના કર્મચારીઓ શું કરતા હતા? તેમની સામે શું પગલાં લેવામાં આવ્યા છે? સુરત શહેર પોલીસ કમિશનરને ફરિયાદ અપાઈ તો તે ફરિયાદ લીધી કેમ નહીં?કયા કયા અધિકારીઓ ડિમોલિશન સ્થળે ઉપસ્થિત હતા? અરજદારે ડિમોલિશન સ્થળે હાજર પોલીસ કર્મચારીઓના નામ કે હોદ્દા કેમ નથી જણાવ્યા? ‘કયા આધાર ઉપર કોર્ટ અધિકારીઓને જવાબ આપવા બોલાવે!’ અરજદારે જણાવ્યું હતું કે ત્યાં સુરત SOGના DCP રાજદીપસિંહ નકુમ હાજર હતા. કોર્ટે પૂછ્યું હતું એક તેમના સામે અરજીમાં આક્ષેપ ક્યાં છે? આ અરજીમાં ઘણા ખાનગી વ્યક્તિઓને જોડવામાં આવ્યા છે, તેમની સામેના આક્ષેપ ક્યાં છે? કયા આધાર ઉપર કોર્ટ અધિકારીઓને જવાબ આપવા બોલાવે! ભાજપ નેતા ઝાકિર શાહ અને પાલિયા પ્રોજેક્ટના લાખાણીએ નાસીરનગરમાં આંગળી ચીંધીને ઘર પડાવ્યા હતા, CCTVમાં ઘટસ્ફોટ 'પોલીસ કમિશનર જવાબ આપે કે ડિમોલિશન SMCએ કર્યું કે કે બીજા કોઈ વ્યક્તિએ?' કોર્ટે કહ્યું હતું કે સુરત શહેર પોલીસ કમિશનર જવાબ આપે કે ડિમોલિશન SMCએ કર્યું કે કે બીજા કોઈ વ્યક્તિએ? જો SOGના DCP ત્યાં અનઓફિશિયલ હાજર હતા તો આવતી મુદતે કોર્ટ સમક્ષ ઉપસ્થિત થાય. જો ઓફિશિયલ હાજર હોય તો ઉપસ્થિત રહેવાની જરૂર નથી. એક પણ મકાન કાનૂની પ્રક્રિયા અનુસર્યા વગર તોડી શકાય નહીં. રાજ્ય પણ આ બાબતમાં જવાબદારીમાંથી હાથ ખંખેરી શકે નહીં. ટોરેન્ટ પાવર પણ જણાવે કે કોના આદેશથી નાસીર નગરમાં વીજ કનેક્શન કાપ્યા હતા? આ એક ખૂબ સંવેદનશીલ મુદ્દો છે. ટોરેન્ટ પાવર પણ જણાવે કે કોના આદેશથી તેઓએ નાસીર નગરમાં વીજ કનેક્શન કાપ્યા હતા? આટલા દિવસોમાં સંલગ્ન ઓથોરિટી દ્વારા આ ડિમોલિશન મુદ્દે શું પગલાં લેવામાં આવ્યા છે ? સુરત મહાનગરપાલિકા અથવા તેમના અધિકારીઓ દ્વારા પણ જો કાયદો અનુસર્યા વગર ડિમોલિશન કરવામાં આવ્યું હોય તો તેમની સીધી અને અમર્યાદિત જવાબદારી છે. આ પણ વાંચો.. બિલ્ડર બાદ ભાજપના નેતા સામે મનપા નતમસ્તક, 2-કલાકના ડીંડકના CCTV આ પણ વાંચો 10 જૂનના રોજ દિવ્ય ભાસ્કરે આ ભૂતિયા ડિમોલિશનને લઈ ઇન્વેસ્ટિગેશન કર્યું હતું ઉપરથી સૂચના આવી ને મનપાના કર્મચારીએ જ ટોરેન્ટને નાસીરનગરમાં પાવર કટ કરવા ફોન કર્યો, ભાસ્કર સમક્ષ કબૂલાત ભાસ્કર ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું હતું કે, 30 મે, 2026ની સવારે બુલડોઝર ફરે તે પહેલાં જ સુરત મનપાના સેન્ટ્રલ ઝોનના લાઈટ વિભાગના ઈલેક્ટ્રીક સુપરવાઈઝર શૈલેષભાઈ નામના કર્મચારીએ ‘ટોરેન્ટ પાવર’માં સત્તાવાર ફરિયાદ (કમ્પ્લેન) નોંધાવી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરની શક્તિનગર શાળામાં બાળકોને કીટ અપાઈ:નિખિલભાઈ ચાંપાનેરી સહિતના આગેવાનો હાજર રહ્યા
    Next Article
    Gujarat Rain Updates LIVE | ચોમાસું ફરી અટકી ગયું, ખેડૂતો માથે આફત! | Monsoon | Weather | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment