Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પોલીસની હાજરીમાં ક્રિમિનલ પ્રવૃત્તિ થઈ', હાઈકોર્ટે ફરી સુરત CPને ખખડાવ્યા:સુરત ડિમોલિશનમાં 16 દિવસ કશું કર્યું નહીં, ડીમાર્કેશનમાં DCP જાય?' બિલ્ડરને પણ નોટિસ

    8 hours ago

    સુરત નાસીરનગર ડિમોલિશન મામલે આજે 29 જૂને હાઈકોર્ટે કડક વલણ અપનાવતા ફરી એકવાર સુરત પોલીસ કમિશનરની ઝાટકણી કાઢી છે. કોર્ટે ગંભીર ટિપ્પણી કરતા કહ્યું કે, પોલીસની હાજરી હોવા છતાં ત્યાં ક્રિમિનલ પ્રવૃત્તિ થઈ અને તંત્રે 16 દિવસ સુધી કોઈ પગલાં કેમ ન લીધા?. આ સાથે જ હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યો કે ડીમાર્કેશનની કામગીરીમાં DCP કક્ષાના અધિકારીઓ જાય?. આ સમગ્ર વિવાદમાં હાઈકોર્ટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે નારાજગી વ્યક્ત કરીને સંબંધિત બિલ્ડરને પણ નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે. હાઈકોર્ટમાં કોણ અરજી કરી અને કોની સામે? સુરત નાસીરનગર ડિમોલિશન મુદ્દે 26 અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં રાજ્ય, SMC, સુરત પોલીસ કમીશ્નર, SOGના DCP રાજદીપસિંહ નકુમ, બિલ્ડર, પોલીસ અને SMCના કર્મચારીઓ તેમજ ટોરેન્ટ પાવરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. આજે 29 જૂનની સુનવણીમાં સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, પોલીસ સમક્ષ રજૂઆત 1 જૂને નહીં પરંતુ 10 જૂને આવી છે. વળી આ અરજી સુરત પોલીસ જનરલ રજિસ્ટ્રીને અપાઈ હતી. તેને 16 જૂને DCP ઝોન 3 અને છેલ્લે 19 જૂને PI ચોક્બઝારને મોકલાઈ હતી. આ કેસમાં તપાસ ચાલુ છે અને 10થી વધુ પોલીસ કર્મચારીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. કોર્ટે પૂછ્યું- ડી માર્કેશનમાં DCP જાય છે? કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે 30 મેના રોજ ડિમોલિશન નહીં પરંતુ ડી માર્કેશન કરવાનું હતું. ત્યારે કોર્ટે પૂછ્યું હતું કે ડી માર્કેશનમાં DCP જાય છે?. સરકારી વકીલે જણાવ્યું હતું કે, સુરતના ચોક બજાર પોલીસની બંદોબસ્તની માંગ હતી. સેન્સિટિવીટી અને સુરક્ષાને લઈને પોલીસ ત્યાં હતી. વળી ફક્ત ડી માર્કેશન માટે નહીં, ત્યાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ ઉપસ્થિત હતી. 'ડી માર્કેશનની જગ્યાએ ડિમોલિશન થતું હોય તો DCP કક્ષાના અધિકારીને ખબર ના પડે?' એડવોકેટ જનરલ જેઓ સુરત મ્યુનિસિપલ કમિશ્નર વતી ઉપસ્થિત રહ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે, આ બનાવ એક ગંભીર બાબત છે, આવું નહોતું થવું જોઈતું. હાઇકોર્ટે સરકારી પક્ષકારોને ટકોર કરી હતી કે જો ત્યાં પોલીસ બંદોબસ્ત ના હોત તો ડિમોલિશન ના થાત, સરકારી કર્મચારીઓ ત્યાં ડી માર્કેશન કરવા ગયા હતા કે ડિમોલિશન? ત્યાં ડી માર્કેશનની જગ્યાએ ડિમોલિશન થઈ રહ્યું છે તે વાત DCP કક્ષાના અધિકારીને ખબર ના પડે? એક પણ વ્યક્તિનું ઘર કાયદા વિરુદ્ધ જઈને તોડી શકાય નહીં. 'ડેવલપરે ફિઝિકલ ડિમાર્કેશની માંગ કરી હતી' એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું હતું કે, આ ઘટના ઉપર તપાસ કરવા 9 જુને કમિટીની રચના કરાઈ છે. જેનો રીપોર્ટ આજે આવશે. આ જમીન એક પારસી વ્યક્તિની માલિકીની છે. ડેવલપરે SMCની પાસેથી પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ માંગ્યું હતું. પરંતુ તેમની પાસે પણ ફિઝિકલ પઝેશન નહોતું. લોકોએ આ જગ્યા ઉપર દબાણ કર્યું હતું. જેથી ડેવલપરે ફિઝિકલ ડિમાર્કેશની માંગ કરી હતી. ડેપ્યુટી એન્જિનિયર સેન્ટ્રલ ઝોને ચોકબજાર પોલીસ પાસે પોલીસ બંદોબસ્તની માંગ કરી હતી. પરંતુ નહીં ડી માર્કેશનની જગ્યાએ ડિમોલિશન થયું હતું. ડિમોલેશનનો મનપાનો કોઈ હુકમ નહોતો, પાલિયા લાઈફ સ્ટાઇલનો મોટો રોલ 1 જૂને અસરગ્રસ્તોએ મ્યુનિસપિલ કમિશ્નરને ડિમોલિશન અંગે રજૂઆત કરી હતી. કમિશ્નરે આ ડિમોલિશન SMCના કયા અધિક્તિના આદેશથી થયું, તેની તપાસ આદરી હતી?, તેઓએ અસરગ્રસ્તોને રીલોકેટ કરવા નિર્દેશ આપ્યા હતા. કમિશ્નરની તપાસ મુજબ SMCનો ડિમોલિશનનો કોઈ હુકમ હતો નહીં. આ સંપૂર્ણ ઘટનામાં પાલિયા લાઈફ સ્ટાઇલ અને પ્રાઇવેટ આર્કિટેક્ટનો મોટો રોલ છે. કોર્ટે પૂછ્યું હતું કે, અત્યાર સુધી પોલીસ ફરિયાદ કેમ થઈ નથી? 'ટોરેન્ટના કર્મચારીઓ પહોંચ્યા ત્યારે 20 મકાનો તૂટી ચૂક્યા હતા' બીજી તરફ ટોરેન્ટ પાવરે જણાવ્યું હતું કે, ટોરેન્ટ પાવરને સવારે SMCના સેન્ટ્રલ ઝોનમાંથી શૈલેષભાઈ કરીને એક વ્યક્તિનો ફોન મળ્યો હતો. તેઓએ ટોરેન્ટને જણાવ્યું હતું કે આજે ડિમોલિશન છે, તમારા માણસો મોકલો. ટોરેન્ટના કર્મચારીઓ નાસિર નગર પહોંચ્યા ત્યાં સુધી ડિમોલીશન શરૂ થઈ ચૂક્યું હતું, 15થી 20 મકાનો તૂટી ચૂક્યા હતા. આ ડિમોલિશન કાયદેસર છે કે ગેરકાયદેસર તે જોવાની જવાબદારી તેમની નથી, તેમની જવાબદારી પાવર સપ્લાય બંધ કરીને મીટર કાઢવાની છે. ગુજરાત હાઇકોર્ટે સુરતના ટોરેન્ટ પાવરના સૌથી ઉચ્ચ અધિકારીની ડિમોલિશન સમયગાળા દરમિયાન ટોરેન્ટ પાવરની કામ કરવાની સંપૂર્ણ પદ્ધતિ અંગે એફિડેવિટ માંગી છે. '141 અસરગ્રસ્તોને રહેવાની સુવિધા કરાઈ' એડવોકેટ જનરલએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા પણ પરમ દિવસે પોતાનો જવાબ કોર્ટ સમક્ષ રજૂ કરશે. અસરગ્રસ્તોને રાંદેર અને કતારગામના શેલ્ટર હોમમાં તાત્કાલિક રાખી પાયાની સુવિધા આપવા પ્રયત્ન કરાયો છે. 141 અસરગ્રસ્તોને રહેવાની સુવિધા કરાઈ છે, જેમાં અરજદારોનો પણ સમાવેશ થઈ જાય છે. એડવોકેટ જનરલે કોર્ટ સમક્ષ પાલિયા લાઈફ સ્ટાઇલ, પ્રાઇવેટ એર્કિટેક્ટ સહિતના 10થી 14 નંબરના રિસ્પોન્ડન્ટને નોટિસ આપવા કોર્ટ સમક્ષ માંગ કરી હતી. 'ડિમોલિશન સમયે પોલીસ કર્મચારીઓ હતા છતાં કમિશ્નરે પગલા લીધા નહીં' હાઇકોર્ટે કહ્યું હતું કે, તેઓ સુરત પોલીસ કમિશ્નરની એફિડેવિટથી સંતુષ્ટ નથી, તેમની સમક્ષ જ્યારે રજૂઆત આવી ત્યારે જાતે સંગ્નાંન લેવાનું હતું. 16 દિવસથી પોલીસ કમિશનરે કશું કર્યું નહીં. પોલીસ ફરિયાદ નોંધાવાની આવા સંવેદનશીલ બાબતોમાં રાહ જોવાય નહીં. નાસિરનગરમાં ડિમોલિશન સમયે પોલીસ કર્મચારીઓ હતા છતાં ટૂંક સમયમાં કમિશ્નરે પગલા લીધા નહીં. 'પોલીસની હાજરીમાં ક્રિમીનલ પ્રવૃતિ થઈ છે' સરકારી વકીલે કહ્યું હતું કે, પોલીસનું કામ ફકત બંદોબસ્તનું હતું. ત્યારે કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે પોલીસ ડી માર્કેશનના બંદોબસ્તમાં ગઈ હતી તો તો ડિમોલિશ કેમ થવા દીધું? કાયદા વિરુદ્ધનું કાર્ય રોક્યું કેમ નહીં, પોલીસની હાજરીમાં ક્રિમીનલ પ્રવૃતિ થઈ છે. પ્રથમદર્શી રીતે આ ચોક્કસ કાયદાની સ્થાપિત પ્રક્રિયા વિનાનું ડિમોલિશન છે. આ ઘટનામાં સામેલ 10થી 14 નંબરના રિસ્પોન્ડન્ટ ડેવલપર, બિલ્ડર , આર્કિટેક્ટ, પ્રમોટરને પણ કોર્ટે પાઠવી છે. અસરગ્રસ્તોએ પોલીસની મદદ માગ પણ સહાય ના મળી અરજદારોએ જણાવ્યું હતું કે, તેઓએ ડિમોલિશનના સમયે જ 112 નંબર ઉપર ફોન કરીને પોલીસની મદદ માંગી હતી, પરંતુ તેઓને કોઈ સહાય મળી નહોતી. કોર્ટે અરજદારોને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા ઓથોરિટીને હુકમ કર્યો કે અને વધુ કાર્યવાહી 02 જુલાઈ, ગુરુવારના રોજ રાખી છે. 1 જૂને અરજદારોએ SMC કમિશ્નર સમક્ષ રજૂઆત કરી હતી ગત સુનવણીમાં અરજદારોના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે કોઈપણ નોટિસ, રજૂઆતની તક કે પંચનામા વગર સુરતના નાસીર નગરમાં SMC દ્વારા 150થી વધુ મકાનો 30 મેના રોજ તોડી પાડવામાં આવ્યા હતા. હાઇકોર્ટે પૂછ્યું હતું કે, આ ડિમોલિશન SMC દ્વારા કરાયું તેવું તમે કેવી રીતે કહી શકો ? અરજદાર વતી જવાબ અપાયો હતો કે ડિમોલિશન સમયે ઘટના સ્થળે SMCના અધિકારીઓ અને 20થી 25 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હતા. 1 જૂને અરજદારોએ SMC કમિશ્નર સમક્ષ રજૂઆત કરી હતી. જેઓએ જણાવ્યું હતું કે કોર્પોરેશને ત્યાં ડિમોલિશનનો કોઈ હુકમ કર્યો નથી. ખુલ્લી જગ્યામાં વર્ષ 1969માં અહીં કોલોની બની હતી. જ્યાં અરજદારના પૂર્વજો પણ રહેતા આવ્યા છે. અચાનક 30 મેના રોજ બુલડોઝર લાવીને મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ પણ વાંચો.. બિલ્ડર બાદ ભાજપના નેતા સામે મનપા નતમસ્તક, 2-કલાકના ડીંડકના CCTV ડિમોલિશન સ્થળે 7 SMC ઓફિસર, 25 સુરત SOGના પોલીસ કર્મચારી કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે ડિમોલિશનની ડ્યુટીમાં હાજર મશીનરી અને માણસો કોના હતા ? જેના જવાબમાં અરજદારે જણાવ્યું હતું કે ડિમોલિશન કરનાર એજન્સી SMCની છે. ટોરેન્ટ પાવરે ડિમોલિશન પહેલા પાવર કટ કર્યો હતો. ડિમોલિશન સ્થળે 7 જેટલા SMC ઓફિસર અને અન્ય કર્મચારી તેમજ 20થી 25 જેટલા સુરત SOG વિભાગના પોલીસ કર્મચારી અને ચોક બજાર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ હાજર હતા. આ પણ વાંચો: ભાજપ નેતા ઝાકિર શાહ અને પાલિયા પ્રોજેક્ટના લાખાણીએ નાસીરનગરમાં આંગળી ચીંધીને ઘર પડાવ્યા હતા, CCTVમાં ઘટસ્ફોટ રહેવાસીઓને માત્ર 1 કલાકમાં ઘર ખાલી કરી દેવા કહ્યું હતું પાલિયા બિલ્ડરના આદેશ ઉપર શ્રી રામ એજન્સી દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે. ત્યાં આર્કિટેક્ટ રજનીકાંત ઉપસ્થિત હતા. સ્થાનિકોએ વિરોધ કરતા તેઓને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. રહેવાસીઓને માત્ર 1 કલાકમાં ઘર ખાલી કરી દેવા માટે સૂચના આપવામાં આવી હતી. બાળકોના પુસ્તકો અને મહત્વનો સામાન પણ ડિમોલિશનના કાટમાળ નીચે દબાઈ ગયો હતો. 21 જૂને SMC કમિશ્નરે કોર્પોરેશનના કર્મચારીઓ હાજર હોવાનું સ્વીકાર્યું કોર્ટે પૂછ્યું હતું કે, 30 મેના રોજ ડિમોલિશન થયું તો કોર્ટમાં અરજીમાં આટલું મોડું કેમ કરવામાં આવ્યું? જેના જવાબમાં અરજદારોએ જણાવ્યું હતું કે તેઓએ પહેલા SMC કમિશ્નર સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી તો તેઓએ કહ્યું કે SMCનો ડિમોલિશનનો કોઈ ઓર્ડર નથી. પોલીસે અસરગ્રસ્તોની ફરિયાદ લીધી નથી. 21 જૂને SMC કમિશ્નરે પોલીસ સમક્ષ સ્વીકાર્યું કે ડિમોલિશન સમયે ત્યાં કોર્પોરેશનના કર્મચારીઓ હાજર હતા. આ પણ વાંચો: નાસીરનગર ડિમોલિશનની સુરત CPએ કેમ ફરિયાદ ન લીધી?: હાઇકોર્ટ 'કયા કયા અધિકારીઓ ડિમોલિશન સ્થળે ઉપસ્થિત હતા?' કોર્ટે પૂછ્યું હતું કે, જો ડિમોલિશન SMCએ નથી કર્યું તો ત્યાં તેના કર્મચારીઓ શું કરતા હતા?, તેમની સામે શું પગલાં લેવામાં આવ્યા છે?, સુરત શહેર પોલીસ કમિશ્નરને ફરિયાદ અપાઈ તો તે ફરિયાદ લીધી કેમ નહીં?, કયા કયા અધિકારીઓ ડિમોલિશન સ્થળે ઉપસ્થિત હતા?, અરજદારે ડિમોલિશન સ્થળે હાજર પોલીસ કર્મચારીઓના નામ કે હોદ્દા કેમ નથી જણાવ્યા? અરજદારે જણાવ્યું હતું કે, ત્યાં સુરત SOGના DCP રાજદીપસિંહ નકુમ હાજર હતા. કોર્ટે પૂછ્યું હતું એક તેમના સામે અરજીમાં આક્ષેપ ક્યાં છે? આ અરજીમાં ઘણા ખાનગી વ્યક્તિઓને જોડવામાં આવ્યા છે, તેમની સામેના આક્ષેપ ક્યાં છે? કયા આધાર ઉપર કોર્ટ અધિકારીઓને જવાબ આપવા બોલાવે! આ પણ વાંચો: આખરે સુરત મનપા કમિશનરે સ્વીકાર્યું, સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ નાસીરનગરમાં ડિમોલિશન કર્યું 'ડિમોલિશન SMCએ કર્યું કે કે બીજા કોઈ વ્યક્તિએ?' કોર્ટે કહ્યું હતું કે, સુરત શહેર પોલીસ કમિશ્નર જવાબ આપે કે ડિમોલિશન SMCએ કર્યું કે કે બીજા કોઈ વ્યક્તિએ? જો SOGના DCP ત્યાં અનઓફિશિયલ હાજર હતા તો આવતી મુદતે કોર્ટ સમક્ષ ઉપસ્થિત થાય. જો ઓફિશિયલ હાજર હોય તો ઉપસ્થિત રહેવાની જરૂર નથી. એક પણ મકાન કાનૂની પ્રક્રિયા અનુસર્યા વગર તોડી શકાય નહીં. રાજ્ય પણ આ બાબતમાં જવાબદારીમાંથી હાથ ખંખેરી શકે નહીં. આ પણ વાંચો: અચ્છા...એટલે SOG-મનપાએ અંગત રસ લીધો, વીડિયોએ સિક્રેટ ખોલ્યા આટલા દિવસો થયા છતાં શું કોઈ પગલાં લેવાયા? આ એક ખૂબ સંવેદનશીલ મુદ્દો છે. ટોરેન્ટ પાવર પણ જણાવે કે કોના આદેશથી તેઓએ નાસીરનગરમાં વીજ કનેક્શન કાપ્યા હતા? આટલા દિવસોમાં સંલગ્ન ઓથોરિટી દ્વારા આ ડિમોલિશન મુદ્દે શું પગલાં લેવામાં આવ્યા છે?. સુરત મહાનગરપાલિકા અથવા તેમના અધિકારીઓ દ્વારા પણ જો કાયદો અનુસર્યા વગર ડિમોલિશન કરવામાં આવ્યું હોય તો તેમની સીધી અને અમર્યાદિત જવાબદારી છે. સુરત મહાનગરપાલિકાએ જેમના મકાન ડિમોલિશન કર્યા છે, તેમને રહેવા ઘર આપવું પડે. કોર્ટ પાસે તેનો પ્લાન પણ તૈયાર છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તેમની પાસે પાવર છે. ઓથોરિટી પાસેથી કોર્ટને ચોક્કસ જવાબ જોઈએ છે. આ પણ વાંચો.. 10 જૂનના રોજ દિવ્ય ભાસ્કરે આ ભૂતિયા ડિમોલિશનને લઈ ઇન્વેસ્ટિગેશન કર્યું હતું
    Click here to Read More
    Previous Article
    ભગવાન જગન્નાથ 15 દિવસના અજ્ઞાતવાસમાં પહોંચ્યા:વડોદરાના ઇસ્કોન મંદિર ખાતે ભગવાનની સ્નાન યાત્રા સંપન્ન, સુગંધિત દ્રવ્યો, ગંગાજળ, દૂધ, દહીં અને મધ સહિતના પવિત્ર જળથી શાહી સ્નાન
    Next Article
    How Singapore Became the Richest Country in the World | Lee Kuan Yew

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment