Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે મહિનામાં CP અને મ્યુ. કમિશનરની બદલી, મુખ્ય હોદ્દા ચાર્જમાં:મનપાના ટોચના 15થી વધુ હોદ્દા કાયમી અધિકારીઓ વિના ખાલી, સિટી એન્જિનિયરથી લઈ 6 ઝોનના AC ચાર્જમાં

    1 day ago

    સ્માર્ટ સિટી સુરતમાં છેલ્લા બે મહિનાથી વહીવટી તંત્ર ઇન-ચાર્જ અધિકારીઓના ભરોસે ચાલી રહ્યું છે. શહેરના સુરક્ષા અને વહીવટી ક્ષેત્રના બે સૌથી મુખ્ય અધિકારીઓ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર બંનેની ટૂંકા ગાળામાં બદલી કરી દેવામાં આવી છે. 1 જુલાઈના રોજ તત્કાલીન CP અનુપમસિંહ ગેલોત અને ત્યારબાદ 11 ઓગસ્ટના રોજ મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની બદલી થતાં હાલમાં બંને જગ્યાએ ઇન-ચાર્જ અધિકારીઓ જ જવાબદારી સંભાળી રહ્યા છે. હાલ મ્યુનિસિપલ કમિશનરનો વધારાનો ચાર્જ સુરત કલેક્ટર તેજસ પરમારને સોંપવામાં આવ્યો છે, પરંતુ સુરત મનપાની સ્થિતિ પણ આનાથી અલગ નથી. નાણાકીય અને ટેકનિકલ પાંખમાં કાયમી અધિકારીઓનો ભારે દુકાળ સુરત મહાનગરપાલિકામાં નાણાકીય નિર્ણયો, કરોડોના વિકાસ પ્રકલ્પો અને ટેકનિકલ કામગીરી સંભાળતી મુખ્ય કરોડરજ્જુ સમાન પાંખ પણ ઇન-ચાર્જ અધિકારીઓથી ચલાવવામાં આવી રહી છે. મનપાના આર્થિક વ્યવહારો સંભાળતા ચીફ એકાઉન્ટન્ટ (જીગર પટેલ), શહેરના બ્રિજ અને રોડ-રસ્તા જેવા મહત્વના કામો સંભાળતા સિટી એન્જિનિયર (મહેશ ચાવડા), ટાઉન પ્લાનર તેમજ શહેર વિકાસ અધિકારી જેવા અતિ સંવેદનશીલ પદો પર કાયમી અધિકારીઓ નથી. આ સિવાય IT ડાયરેક્ટર, ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર, પી.આર.ઓ. અને મ્યુનિસિપલ સેક્રેટરી જેવા મહત્વના તમામ વિભાગો માત્ર વધારાનો ચાર્જ આપીને જ ચલાવવામાં આવી રહ્યા છે. જનતા સાથે સીધા જોડાયેલા 6 ઝોનમાં પણ આસિસ્ટન્ટ કમિશનર ચાર્જ પર પ્રજાના રોજીંદા પ્રશ્નો અને ઝોનલ લેવલની નાગરીક સુવિધાઓ સાથે સીધા જોડાયેલા વહીવટમાં પણ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. શહેરના સેન્ટ્રલ, કતારગામ, વરાછા, સરથાણા, ઉધના-એ અને કનકપુર એમ કૂલ 6 ઝોનમાં કાયમી આસિસ્ટન્ટ કમિશનર જ નથી, જેથી ત્યાં અન્ય અધિકારીઓને એડિશનલ ચાર્જ સોંપીને કામ ચલાવાઈ રહ્યું છે. હાઇટેક અને ઝડપથી વિકસતા સુરત શહેરમાં દરરોજ કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સની કામગીરી અને લોકોના રોજીંદા કામો થતાં હોય છે, ત્યારે કાયમી અધિકારીઓની ગેરહાજરીના કારણે મહત્વના નીતિ વિષયક નિર્ણયો અને વિકાસ કાર્યો વિલંબિત થવાની શક્યતા સેવાઈ રહી છે. શિક્ષણ સમિતિમાં 2 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ 'ઇન-ચાર્જ' ભરોસે મનપા સિવાય સુરતની શિક્ષણ સમિતિમાં પણ કાયમી અધિકારીઓની ભારે અછત વચ્ચે વર્ષોથી ચાર્જથી જ ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. શહેરની 350થી વધુ પ્રાથમિક અને સુમન શાળાઓનું નેટવર્ક, 4,500થી વધુ શિક્ષકોનું સંચાલન અને 2 લાખથી વધુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યની જવાબદારી સંભાળતા શાસનાધિકારી અને ઉપશાસનાધિકારી બંને પદ પર હાલ ઇન-ચાર્જ અધિકારીઓ મુકાયેલા છે. તંત્ર દ્વારા કાયમી ભરતી કરવાને બદલે વધારાના હવાલા સોંપી દેવાતાં શૈક્ષણિક વહીવટ તેમજ શાળાઓના સંચાલન પર તેની સીધી વિપરીત અસર પડી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Google Pixel Tag Launched as Apple AirTag Competitor in India: Price and Features
    Next Article
    સતીશ મરાઠા મર્ડર કેસ:નવસારીથી GPS ખરીદી અંકુરે કારમાં ફિટ કર્યું, હત્યામાં વપરાયેલા હથિયારો સિવાય રાહુલ બટકાના મિત્ર પાસેથી એક પિસ્તોલ કબજે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment