Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અદાણી CNGના ભાવમાં એક જ દિવસમાં ₹4.45નો વધારો:પ્રતિ કિલો નવો ભાવ 98.47 રૂપિયા, રિક્ષા-CNG વાહન ચાલકોને દિવાળી પહેલા મોંઘવારીનો માર

    2 days ago

    રિક્ષા ચાલકો અને CNG ચાલકોને દિવાળી પહેલા ફરી એકવાર મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. અદાણી કંપનીએ એક જ દિવસમાં CNGના ભાવમાં 4.45 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે પ્રતિ કિલો CNGનો ભાવ 94.2 રૂપિયાનો હતો, જે હવે વધીને 98.47 રૂપિયા પર પહોંચી ગયો છે. અદાણી ગેસને બીજા ક્વાર્ટરમાં ₹173 કરોડનો નફો અદાણી ટોટલ ગેસે આ વર્ષના બીજી ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરી દીધા છે. કંપનીને 173 કરોડ રૂપિયાનો નફો થયો છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન કંપનીને 163 કરોડ રૂપિયાનો નફો થયો હતો, એટલે કે આ વખતે નફામાં આશરે 5.9%નો વધારો થયો છે. કંપનીની આવક પણ 34% વધીને 2109 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન કંપનીની આવક 1,576 કરોડ રૂપિયા રહી હતી. CNG અને ઘરોમાં રસોઈ માટે વપરાતા PNGની માગ વધવાને કારણે કંપનીની કમાણીમાં આ તેજી જોવા મળી છે. એક વર્ષમાં અદાણી ટોટલ ગેસનો શેર 11 ટકા ઘટ્યો અદાણી ટોટલ ગેસનો શેર આજે 0.70% ઘટીને 555 રૂપિયા પર બંધ થયો. આ શેર છેલ્લા એક વર્ષમાં 11% ઘટી ગયો છે. રિસર્ચ એનાલિસ્ટ વિરાટ જગદના અનુસાર, જ્યાં સુધી શેર ₹582ને પાર ન કરે ત્યાં સુધી તેમાં નવી ખરીદીથી બચવું જોઈએ. 2026-27ના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન)માં કંપનીનો નફો 14.2% ઘટીને ₹141.7 કરોડ રહ્યો, જે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિકમાં ₹165.2 કરોડ હતો. જ્યારે ઓપરેશનલ આવક 27.3% વધીને ₹1,907 કરોડ પર પહોંચી હતી.વાંચો સંપૂર્ણ સમાચાર આ સમાચારને અમે સતત અપડેટ કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    તિબેટમાં 7ની તીવ્રતાનો ભૂકંપ, 16નાં મોત, 54 ઘાયલ:10 કિમી ઊંડાઈમાં હતું કેન્દ્ર; પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં પણ આંચકા
    Next Article
    અરજદારોને ભારે હાલાકી:મોડાસા પાલિકામાં સર્વર ઠપ હોઈ મેરેજ સર્ટિ.નું કામ 23 દિવસથી બંધ, 38 અરજીઓ પેન્ડિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment