Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરજદારોને ભારે હાલાકી:મોડાસા પાલિકામાં સર્વર ઠપ હોઈ મેરેજ સર્ટિ.નું કામ 23 દિવસથી બંધ, 38 અરજીઓ પેન્ડિંગ

    2 days ago

    મોડાસા પાલિકામાં છેલ્લા 23 દિવસથી મેરેજ સર્ટિફિકેટ માટે અરજી કરનારા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા એક મહિનાથી સર્વર ડાઉન હોવાના કારણે મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે આવેલી અરજીઓનો નિકાલ થતો ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.અરજદારો પણ સર્ટિફિકેટ મેળવવા પાલિકાના ધક્કા ખાઈ પરેશાન થઈ ચૂક્યા છે. હાલમાં પાલિકામાં 38 અરજીઓ પેન્ડિંગ છે. મોડાસા પાલિકામાં મેરેજ રજિસ્ટ્રેશન માટે દરરોજ સરેરાશ 2 થી 3 લોકો અરજીઓ લઈને આવે છે. પરંતુ કચેરીના કર્મચારીઓ દ્વારા સર્વર ડાઉન છે, ઉપરથી પોર્ટલ ચાલતું નથી એવો જવાબ આપી પરત મોકલે છે. છેલ્લા 23 દિવસથી આ જ સ્થિતિ હોવાથી અરજદારોના ધક્કા ખાઈ કંટાળી ગયા છે. આ વિલંબના કારણે સૌથી વધુ મુશ્કેલી વિદેશ જવા માંગતા લોકો અને સરકારી યોજનાઓનો લાભ લેવા માંગતા નવદંપતીઓને પડી રહી છે. મલ્ટી પર્પઝ કામગીરી માટે ઉપયોગમાં લેવાતા ડોક્યુમેન્ટની કામગીરી ખોટવાઈ જતાં સ્થાનિક અરજદારોએ માંગ કરી છે કે તંત્ર વહેલી તકે સર્વરની ટેકનિકલ ખામી દૂર કરે. સરકાર દ્વારા પોર્ટલની તાલીમ અપાઈ નથી મોડાસા પાલિકામાં મેરેજ સર્ટિફિકેટની કામગીરી સંભાળતા હેડ ક્લાર્ક અવિનાશ કડિયાએ જણાવ્યું હતું કે 30 સપ્ટેમ્બરથી ઈ-નગર ગુજરાત પોર્ટલ પરથી મેરેજ સર્ટિફિકેટની પ્રોસેસ કરવાની થાય છે. આ પોર્ટલ પર કામ કરવાની તાલીમ પણ કર્મચારીઓને સરકાર દ્વારા અપાઈ નથી. જે આગામી દિવસોમાં યોજાશે. તાલીમ બાદ સમસ્યાનો અંત આવશે.
    Click here to Read More
    Previous Article
    અદાણી CNGના ભાવમાં એક જ દિવસમાં ₹4.45નો વધારો:પ્રતિ કિલો નવો ભાવ 98.47 રૂપિયા, રિક્ષા-CNG વાહન ચાલકોને દિવાળી પહેલા મોંઘવારીનો માર
    Next Article
    Trump's Son-In-Law's Hacked Phone Show Secret Dealings With Saudi, UAE. His Reply

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment