Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં CNG અને PNGના ભાવમાં વધારો:ગેસની ખરીદી કિંમતમાં વધારો અને ફાળવણીમાં ઘટાડાને કારણે વડોદરા ગેસ લિમિટેડે CNG અને PNGના દરોમાં 2-2 રૂપિયાનો વધારો કર્યો, જાણો નવો ભાવ

    2 weeks ago

    વડોદરા ગેસ લિમિટેડ (VGL) દ્વારા CNG અને PNGના દરોમાં 1 જૂનથી વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા APM/NAPM કુદરતી ગેસની ફાળવણીમાં તાજેતરમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ખુલ્લા બજારમાંથી ખરીદવામાં આવતા ગેસના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. પરિણામે કંપનીના ગેસ પ્રાપ્તિ ખર્ચમાં વધારો થયો છે. વાહનચાલકો દ્વારા ઉપયોગમાં લેવાતા સીએનજી ગેસના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ સીએનજીનો દર 83.95 પ્રતિ કિલોગ્રામ હતો, જે હવે વધીને 85.95 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. આ ઉપરાંત ઘરોમાં રસોઈ માટે વપરાતા પીએનજી ગેસના ભાવમાં પણ પ્રતિ SCM 2 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. અગાઉ ઘરેલું પીએનજીનો ભાવ 51.74 રૂપિયા પ્રતિ SCM (VAT સિવાય) હતો, જે હવે વધીને 53.74 રૂપિયા પ્રતિ SCM (VAT સિવાય)થઈ ગયો છે. તો વાણિજ્યિક વેપારીઓ, હોટેલ અને રેસ્ટોરન્ટ્સમાં વપરાતા કોમર્શિયલ પીએનજી ગેસના ભાવમાં પણ 2 રૂપિયાનો વધારો કરાયો છે. અગાઉ આ દર અગાઉ 69.50 રૂપિયા પ્રતિ SCM (VAT સિવાય) હતો, જે હવે સુધારીને 71.50 પ્રતિ SCM (VAT સિવાય) કરવામાં આવ્યો છે. VGLના જણાવ્યા અનુસાર, ગ્રાહકો પર વધારાનો આર્થિક બોજ ન પડે તે માટે કંપની લાંબા સમયથી વધેલા ખર્ચને પોતે વહન કરતી હતી. જોકે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તા. 1 જૂન, 2026થી CNG અને PNGના દરોમાં જરૂરી અને મર્યાદિત વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, ગેસના ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાની સરખામણીએ ગ્રાહકોના હિતને પ્રાથમિકતા આપીને માત્ર જરૂરી તેટલો જ દરવધારો અમલમાં મૂકવામાં આવ્યો છે. VGLના જણાવ્યા મુજબ, CNG અને PNG હજુ પણ પર્યાવરણમિત્ર, સુરક્ષિત અને સુલભ ઇંધણ તરીકે અન્ય પરંપરાગત ઇંધણોની તુલનામાં વધુ કિફાયતી અને અનુકૂળ વિકલ્પ છે. કંપની પોતાના ગ્રાહકોને સતત, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ગેસ પુરવઠો પૂરો પાડવા માટે પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા ગેસ લિમિટેડ દ્વારા વડોદરા તેમજ છોટા ઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં PNG અને CNG સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. નવા PNG જોડાણ માટે ગ્રાહકો કંપનીની વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે. ઉપરાંત VGLના ગ્રાહક સેવા કેન્દ્રો દ્વારા પણ જરૂરી માર્ગદર્શન અને સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ગેસના ભાવમાં થયેલા આ અચાનક વધારાને કારણે રીક્ષાચાલકો, ખાનગી વાહનચાલકો તેમજ સામાન્ય મધ્યમવર્ગીય પરિવારોના માસિક બજેટ પર સીધી અસર પડશે. આ સાથે જ કોમર્શિયલ ગેસ મોંઘો થતાં બહાર ખાવા-પીવાની વસ્તુઓના ભાવમાં પણ વધારો થશે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ઈન્ડસ્ટ્રી 4.0 રોડશો કાર્યક્રમ:ચેમ્બર ઓફ કોમર્સ અને નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલનું આયોજન
    Next Article
    ઉનાના ચીખલી ગામમાં ગેંગવોર જેવા દૃશ્યો, CCTV:બાઈક મુદ્દે થયેલી બોલાચાલી ઉગ્ર બની, યુવકને એકે પીઠ પાછળ છરી ભોંકી, મરતાં પહેલા યુવકે પ્રતિકાર કર્યો, ઢળી પડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment