Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અદાણી CNGના ભાવમાં 13 દિવસમાં બીજીવાર વધારો:દિવાળી પહેલા કંપનીએ ₹2.30નો વધારો કર્યો, નવો ભાવ ₹100ને પાર

    7 hours ago

    અદાણી કંપની દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2.30નો નવો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે હવે નવો ભાવ રૂ.98.47થી વધીને રૂ.100.77 પહોંચી ગયો છે. નોંધનીય છે કે, આ પૂર્વે 23 ઓક્ટોબરે પણ CNGના ભાવમાં રૂ.4.45નો મોટો વધારો કરવામાં આવ્યો હતો. આ રીતે દિવાળીના તહેવારના થોડા જ દિવસો પહેલાં સતત બીજી વખત ભાવવધારો થતાં CNGનો ભાવ રૂ.100ની ઐતિહાસિક સપાટી વટાવી ગયો છે. તહેવારોના ટાણે જ આવેલા આ વધારાને કારણે સામાન્ય નાગરિકો, દૈનિક અપ-ડાઉન કરતા વાહનચાલકો અને ખાસ કરીને રિક્ષાચાલકોની કમાણી પર સીધી અસર પડશે અને તેમણે મોંઘવારીનો વધુ એક આકરો માર સહન કરવાનો વારો આવ્યો છે. આ પણ વાંચો.. અદાણી CNGના ભાવમાં ₹4.45નો વધારો, રિક્ષા ચાલકોની દિવાળી બગડી CNGના ભાવ વધારા પાછળના કારણો અદાણી ગેસને બીજા ક્વાર્ટરમાં ₹173 કરોડનો નફો અદાણી ટોટલ ગેસે આ વર્ષના બીજી ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરી દીધા છે. કંપનીને 173 કરોડ રૂપિયાનો નફો થયો છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન કંપનીને 163 કરોડ રૂપિયાનો નફો થયો હતો, એટલે કે આ વખતે નફામાં આશરે 5.9%નો વધારો થયો છે. કંપનીની આવક પણ 34% વધીને 2109 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન કંપનીની આવક 1,576 કરોડ રૂપિયા રહી હતી. CNG અને ઘરોમાં રસોઈ માટે વપરાતા PNGની માગ વધવાને કારણે કંપનીની કમાણીમાં આ તેજી જોવા મળી છે.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    Jimmy Kimmel And Other Comedians Roast Trump After 2026 Midterm Elections
    Next Article
    લેન્ડ ગ્રેબિંગના આરોપીની જામીન અરજી ફગાવાઈ:વકફ બોર્ડ અને જમાતની મિલકતમાં ગેરકાયદે બાંધકામનો આરોપ; 4 વર્ષ વિદેશમાં રહ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment