Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોઠારીયા સોલ્વન્ટ પાસે બાઈક હડફેટે વૃદ્ધનું મોત:CNC મશીનના નામે રૂ.67.26 લાખની છેતરપીંડી કેસમાં એક આરોપીની ધરપકડ

    12 hours ago

    હરજીભાઈ ભીમજીભાઈ કબર (ઉં.વ.82) ગઈકાલે સવારે પોતાના ઘરેથી ચાલીને રાજકોટ ગોંડલ રોડ ઉપર આવેલ પોતાના પુત્રની પાનની કેબીને જતા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવેલા અજાણ્યા બાઈક ચાલકે વૃદ્ધ હરજીભાઈને ઠોકરે લઈ રોડ ઉપર ફંગોળી દીધા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં હરજીભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા આજીડેમ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. CNC મશીનના નામે રૂ.67.26 લાખની છેતરપીંડી કેસમાં એક આરોપીની ધરપકડ રાજકોટના વેપારી સાથે CNC મશીનના નામે રૂ.67.26 લાખની છેતરપીંડી કરનાર રાજકોટના રાહુલ સાગઠિયા નામના શખ્સની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદીએ પોતાના સોના ચાંદીના વેપાર માટે CNC મશીન ખરીદવા માટે આરોપીઓની સાવરીયા કોર્પોરેશન નામની પેઢીના બેંક ખાતામાં પ્રથમ રૂ.17.36 લાખ ત્યારબાદ ફરીયાદીએ લીધેલ લોનના રૂ.49.90 લાખ મળી કુલ રૂ.67.26 લાખ RTGS દ્વારા ટ્રાન્સફર કર્યા હતા આ પછી તમામ રૂપિયા ઉપાડી લઇ આરોપીઓએ નાસી છૂટ્યા હતા. આરોપીઓએ કોઈ મશીન મોકલાવ્યું ન હતું અને રૂપીયા પણ પરત ન આપતા છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનામાં સંડોવાયેલ આરોપી રાહુલ લક્ષ્મણ સાગઠીયાni ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી પોતે જ ફ્રોડ પેઢીનો પ્રોપાઈટર હતો તેને ફરીયાદીને ફસાવી લાખો રૂપીયા પડાવ્યાં હતાં. જો કે, તે તમામ રૂપીયા જયદીપ ગીરીશ નનેરા અને જયદીપ પટેલ નામના શખ્સો લઈ નાસી છૂટ્યાની કબૂલાત આપતાં પોલીસે તે બંને શખ્સોની શોધખોળ હાથ ધરી છે. જુના જકાતનાકા પાસેથી ઓનલાઈન આઈડી પર ક્રિકેટ સટ્ટો રમતો વેપારી ઝડપાયો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબી રોડ જુના જકાતનાકાથી આગળ ખોડલધામ મંડપ સર્વિસ સામે રોડ ઉપર એક શખ્સ પોતાના મોબાઈલ ફોનમાં ઓનલાઈન આઈ.ડી. માં જુગાર રમે છે તેવી મળેલ બાતમીના આધારે દરોડો પાડી તે શખ્સને અટકાવી નામ પુછતા પોતાનું નામ દીપ રાજેશભલ કથીરીયા (ઉ.વ.23) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસે રહેલ મોબાઈલ ચેક કરતાં ગુગલ ક્રોમ બ્રાઉઝરમાં ALLPANEL777 નામની આઇ.ડી.માં જુગાર રમતો હોવાનું સામે આવતાં તેની ધરપકડ કરી આઈડી આપનાર બુકીનું નામ ખોલાવવા તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કુણઘેર PHC દ્વારા વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી:મલેરિયા મુક્ત ભારત માટે લોકજાગૃતિ અને માર્ગદર્શન અપાયું
    Next Article
    7 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર:રાજકોટ-અમરેલીમાં પારો 43°Cને પાર, 29 એપ્રિલ સુધી ભયંકર ગરમી પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment