Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    7 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર:રાજકોટ-અમરેલીમાં પારો 43°Cને પાર, 29 એપ્રિલ સુધી ભયંકર ગરમી પડશે

    19 hours ago

    એપ્રિલના અંતમાં ઉનાળો આકરો બની રહ્યો છે. ગુરુવારે રાજકોટ 42.7 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 41.5° ગરમી સાથે 'રિયલ ફીલ'ની અસર જોવા મળી રહી છે. લોકોને 41.5°Cમાં 43°Cનો અનુભવ થઈ રહ્યો છે. બપોરે 12થી 4 શહેરના મુખ્ય રસ્તાઓ પર ‘કર્ફ્યૂ’ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે બપોરના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળતા ટૂ-વ્હીલર ચાલકો મોઢે રૂમાલ, હેલ્મેટ અને ચશ્મા પહેરીને ‘લૂ’થી બચવા મથામણ કરી રહ્યા છે. હવામાન વિભાગે 29 એપ્રિલ સુધી સમગ્ર રાજ્યમાં ભારે ગરમીની આગાહી સાથે ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા અને પશ્ચિમી સૂકા પવનો ફૂંકાવાને કારણે વાતાવરણ વધુ શુષ્ક બનશે, જેનાથી લોકોએ હજી વધુ શેકાવું પડશે. આગામી 26મી એપ્રિલે જ્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થવાનું છે, ત્યારે કુદરત પણ કસોટી કરશે. હવામાન વિભાગના મતે 26 તારીખે વાતાવરણ એકદમ શુષ્ક રહેશે અને પારો 40થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની પૂરી શક્યતા છે. અમદાવાદમાં 41 ડિગ્રીએ હિટવેવ જેવી સ્થિતિ રાજ્યમા પવનની દિશા બદલાઇને શરૂ થયેલાં ગરમ-સુકા પવનોની અસરથી ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી 1.3 ડિગ્રી વધીને 41.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 8.30 કલાકે 59 ટકા અને સાંજે 5.30 કલાકે 18 ટકા નોંધાયું હતું. દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ રહેતાં ગરમીની સાથે બફારો વધતાં લોકોએ 41.0 ડિગ્રીએ 43 ડિગ્રી ગરમીનો અનુભવ કર્યો હતો. દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે બફારો અનુભવાશે, તાપમાન 2થી 3 ડિગ્રી વધશે હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, 24થી 30 એપ્રિલ સુધી રાજ્યમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા છે. આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળી શકે છે. જોકે, ત્યારબાદના દિવસોમાં તાપમાનમાં ફરી 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. 24 અને 25 એપ્રિલ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને અન્ય તટીય ભાગોમાં મહત્તમ તાપમાન અને ભેજનું પ્રમાણ સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. હવામાં ભેજ વધુ હોવાને કારણે લોકોને બફારો અને ડિસ્કમ્ફર્ટ જેવો અનુભવ થઈ શકે છે. શરૂઆતના ત્રણ દિવસ ગરમી વધ્યા બાદ તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાશે. રિયલ ફીલ શું છે? 'રિયલ ફીલ' (RealFeel)એ હવામાન વિજ્ઞાનનો શબ્દ છે જે દર્શાવે છે કે, બહારનું વાતાવરણ વાસ્તવમાં તમારા શરીરને કેવું અનુભવાય છે. ઘણીવાર તાપમાન ઓછું હોય, છતાં આપણને ગરમી વધુ લાગતી હોય છે, આ સ્થિતિને 'રિયલ ફીલ' કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, માની લો કે અમદાવાદમાં આજે તાપમાન 42°C છે, પરંતુ હવામાં ભેજનું પ્રમાણ 60% છે. આ સ્થિતિમાં તમારા શરીરને એવું લાગશે કે જાણે બહાર 46°C ગરમી છે. આ 46°Cએ 'રિયલ ફીલ' તાપમાન છે. જ્યારે રિયલ ફીલ વધારે હોય ત્યારે શરીરમાં પાણીનું પ્રમાણ (Hydration) જાળવવું ખૂબ જરૂરી બને છે. કયા પરિબળો 'રિયલ ફીલ' નક્કી કરે છે?
    Click here to Read More
    Previous Article
    કોઠારીયા સોલ્વન્ટ પાસે બાઈક હડફેટે વૃદ્ધનું મોત:CNC મશીનના નામે રૂ.67.26 લાખની છેતરપીંડી કેસમાં એક આરોપીની ધરપકડ
    Next Article
    Vadodara BJP Protest News | વડોદરામાં ભાજપનો ભયંકર વિરોધ | Candidates | Sthanik Election | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment