Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકામાં CM ભૂપેન્દ્ર પટેલનો રોકાણકારો સાથે સંવાદ:ધોલેરા SIR અને GIFT સિટીમાં રોકાણ કરવા આમંત્રણ; સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય સમુદાય દ્વારા ભવ્ય સન્માન

    12 hours ago

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ત્રણ દિવસીય અમેરિકા પ્રવાસના પ્રથમ દિવસે સાન ફ્રાન્સિસ્કો ખાતે ઉદ્યોગકારો અને અમેરિકન કંપનીઓના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. મુખ્યમંત્રીએ રાજ્યમાં ટેક્નોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રે રોકાણ આકર્ષવા માટે ધોલેરા SIR અને GIFT સિટીમાં રોકાણ કરવા ખાસ આમંત્રણ આપ્યું હતું. જાયન્ટ કંપનીઓ અને ભારતીય ઉદ્યોગકારો સાથે બેઠક સાન ફ્રાન્સિસ્કોમાં અમેરિકાની ત્રણ મોટી કંપનીઓના પ્રતિનિધિઓ તેમજ ભારતીય મૂળના ઉદ્યોગકારો સાથે CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ઉપલબ્ધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણલક્ષી નીતિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. રાજ્યમાં નવા ઉદ્યોગો અને ટેક્નોલોજી આધારિત પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ જરૂરી સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી. ફ્રેમોન્ટ ખાતે કોમ્યુનિટી રિસેપ્શન સાન ફ્રાન્સિસ્કોના ફ્રેમોન્ટ ખાતે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ડાયસ્પોરા એસોસિએશન્સ દ્વારા CM ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં વિશેષ કોમ્યુનિટી રિસેપ્શન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો જોડાયા હતા. પ્રવાસનો આગામી તબક્કો મુખ્યમંત્રીના અમેરિકા પ્રવાસના આગામી તબક્કામાં ન્યૂયોર્કના અગ્રણી ઉદ્યોગકારો સાથે બેઠકો યોજાશે. ગુજરાતને વૈશ્વિક રોકાણનું મુખ્ય કેન્દ્ર બનાવવા અને વિદેશી મૂડીરોકાણ આકર્ષવાના હેતુથી આ પ્રવાસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલની ઝારખંડના CMને અપીલ- વિદ્યાર્થીઓને જાતે મળો:આજે સરકાર-પ્રદર્શનકારીઓ વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીત; 20 ઓગસ્ટે CM આવાસને ઘેરશે
    Next Article
    યુવકે વીડિયોકોલ કરી ગર્લફ્રેન્ડનો ન્યૂડ વીડિયો બનાવ્યો:યુવતીના પગમાં કાતરથી પોતાના નામનો પ્રથમ અક્ષર લખાવડાવ્યો, અમદાવાદના બોયફ્રેન્ડ સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment