Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જીતે ત્યાં લોકશાહી,હારે ત્યાં વોટ ચોરી', CMના કોંગ્રેસ પર પ્રહાર:પોતાના રાજમાં સ્વાયત્તતા છીનવનારા આજે બંધારણીય સંસ્થાઓને બદનામ કરે છે, SIR મુદ્દે વિપક્ષના આક્ષેપો પર નિશાન સાધ્યું

    2 days ago

    ગાંધીનગરના કોબા સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય ખાતે આજે પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચૂંટણી પંચ અને SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા મુદ્દે કોંગ્રેસ તેમજ સમગ્ર વિપક્ષને આડે હાથ લીધા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને દેશમાં પારદર્શક તથા નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે ચૂંટણી પંચને બંધારણીય રીતે સંપૂર્ણ સ્વાયત્તતા આપવામાં આવી છે. જ્યારે ચૂંટણી પંચ તટસ્થતાથી ચૂંટણીઓનું સંચાલન કરી રહ્યું છે, ત્યારે પોતાના ભૂતકાળના શાસનકાળમાં ચૂંટણી પંચની સ્વાયત્તતા છીનવી લેનારા લોકો જ આજે તેના પર આક્ષેપો કરવાની હિંમત કરી રહ્યા છે. ‘પોતાના શાસનમાં સ્વાયત્તતા છીનવનારા આજે આંગળી ઉઠાવે છે’ મુખ્યમંત્રીએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કમનસીબી એ વાતની છે કે જે લોકોએ ભૂતકાળમાં પોતાના શાસનકાળ દરમિયાન ચૂંટણી પંચની સ્વાયત્તતા હણી લીધી હતી, તે જ લોકો આજે આ બંધારણીય સંસ્થા પર પાયાવિહોણા સવાલો ઊભા કરી રહ્યા છે. ચૂંટણી આયોગ પર રાહુલ ગાંધી અને વિપક્ષી ગઠબંધન દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો સદંતર તથ્યહીન અને ખોટા છે. ચૂંટણી આયોગ પ્રત્યેક પાત્ર નાગરિકનું નામ મતદાર યાદીમાં સુરક્ષિત રહે અને કોઈ પણ વ્યક્તિ મતાધિકારથી વંચિત ન રહે તે માટે સંપૂર્ણ સતર્કતા સાથે પારદર્શક કામગીરી કરી રહ્યું છે. તેમણે રાહુલ ગાંધી અને તેમની મંડળી દ્વારા ચૂંટણી પંચ સામે કરવામાં આવતા પ્રહારોની આકરી નિંદા કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના ચાવવાના અને બતાવવાના દાંત હંમેશા અલગ રહ્યા છે અને વિપક્ષે એ પણ મનોમંથન કરવું જોઈએ કે તેઓ પશ્ચિમ બંગાળમાં છેલ્લા 40 વર્ષથી સત્તાથી કેમ દૂર રહ્યા છે. દેશભરમાં ચાલી રહેલી SIR પ્રક્રિયામાં કોઈ મતાધિકારથી વંચિત નહીં રહે મુખ્યમંત્રીએ મતદાર યાદીના સુધારા અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, નવા મતદારોની નોંધણી માટે ફોર્મ-6 અનિવાર્ય અને મહત્વનું સાધન છે. દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે પણ ફોર્મ-6ની પ્રક્રિયાને કાયદેસર અને યોગ્ય ગણાવી છે. ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે દેશના વિવિધ રાજ્યો અને વિસ્તારોમાં SIR (Special Intensive Revision) ની સઘન ઝુંબેશ ચાલી રહી છે, જેથી કોઈ પણ યોગ્ય નાગરિક પોતાના પવિત્ર મતાધિકારથી વંચિત ન રહી જાય. તેમણે ઉમેર્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરોએ એક અવાજે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પંચના તમામ નીતિવિષયક નિર્ણયો સંપૂર્ણપણે સર્વાનુમતે લેવાયેલા છે. SIR અંગે ત્રણેય ચૂંટણી કમિશનરોની સર્વસંમતિ મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરોએ એક અવાજે સ્પષ્ટ કર્યું છે કે SIR સંબંધિત તમામ નિર્ણયો સંપૂર્ણપણે સર્વસંમતિથી લેવામાં આવ્યા છે. આ ખુલાસા બાદ ચૂંટણી પંચમાં આંતરિક મતભેદ હોવાના કોંગ્રેસના તમામ મનઘડત દાવાઓ પોકળ સાબિત થયા છે. તેમણે ઉમેર્યું કે, નવા મતદારોની મતદાર યાદીમાં નોંધણી માટે સુપ્રીમ કોર્ટે પણ ફોર્મ-6 (Form-6) ની માન્યતાને કાયદેસર અને યોગ્ય ઠેરવી છે, જેનાથી કોઈ પણ લાયક નાગરિક મતાધિકારથી વંચિત નહીં રહે. કોંગ્રેસનું બેવડું વલણ: ‘જીતે ત્યાં લોકશાહીનો વિજય અને હારે ત્યાં વોટ ચોરી’ કોંગ્રેસના બેવડા માપદંડ પર પ્રહાર કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, “કોંગ્રેસના ચાવવાના અને બતાવવાના દાંત હંમેશા અલગ રહ્યા છે.” જ્યાં ચૂંટણી પરિણામો કોંગ્રેસની તરફેણમાં આવે છે ત્યાં તેઓ લોકશાહીનો વિજય અને ચૂંટણી પંચની તટસ્થતાના ગુણગાન ગાય છે, પરંતુ જ્યાં જનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવે છે, ત્યાં તેઓ ‘વોટ ચોરી’ અને ગેરરીતિના ખોટા ગાણાં ગાવા માંડે છે. તેમણે યાદ અપાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં SIR પ્રક્રિયાને પડકારવા કોંગ્રેસ, CPM અને TMC સહિતના તમામ પક્ષો ગયા હતા, પરંતુ સર્વોચ્ચ અદાલતે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ SIR પ્રક્રિયાને કાયદેસર ગણાવી છે. કેરળમાં આજ SIRના કારણે જીત મળી હોવાનો દાવો કરનારી કોંગ્રેસ અન્ય રાજ્યોમાં તેના પર જ સવાલ ઉઠાવે છે. બંગાળમાં TMC ના આગ્રહથી સ્પેશિયલ ઓબ્ઝર્વર મુકાયા હતા. બંગાળમાંથી ડાબેરીઓના સમયના ગેરકાયદે ઘૂસાડેલા ફેક વોટર્સ બહાર નીકળ્યા અને ભાજપનો જનાધાર વધ્યો, જેનાથી રાહુલ ગાંધી અકળાઈ ઊઠ્યા છે. મુખ્યમંત્રીએ સવાલ કર્યો કે ગાંધી પરિવારે એ પણ આત્મમંથન કરવું જોઈએ કે તેઓ બંગાળમાં 40 વર્ષથી સત્તાથી બહાર કેમ છે અને યુપી-બિહારમાંથી કોંગ્રેસના સુપડા કેમ સાફ થઈ ગયા છે. વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરડવાનું હીન કૃત્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વની પ્રશંસા કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારત આજે વિશ્વમિત્ર બનીને 7.8 ટકાના વિકાસ દર સાથે વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બનવા તરફ અગ્રેસર છે. પીએમ મોદીના જાહેર જીવન અને નિઃસ્વાર્થ જનસેવાના 25 વર્ષ પૂર્ણ થતાં દેશભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ ઉજવાઈ રહ્યું છે, જેને જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકેલી કોંગ્રેસ પચાવી શકતી નથી. અંતમાં તેમણે સ્પષ્ટ કર્યું કે પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવવા માટે દેશની સર્વોચ્ચ અદાલત અને ચૂંટણી પંચ જેવી સ્વાયત્ત સંસ્થાઓ પર કાદવ ઉછાળીને વિપક્ષ વૈશ્વિક મંચ પર ભારતની પ્રતિષ્ઠા ખરડવાનું નિમ્ન સ્તરનું કૃત્ય કરી રહ્યો છે. દેશના 140 કરોડ નાગરિકો અત્યંત પરિપક્વ અને સમજદાર છે, જે વિપક્ષના આવા ખોટા મનસૂબાઓને ક્યારેય સફળ થવા દેશે નહીં. લોકશાહીમાં સવાલ પૂછવાનો સૌને અધિકાર છે, પરંતુ બંધારણીય સંસ્થાઓ પરની ચર્ચા પાયાવિહોણા આરોપોના બદલે તથ્ય, કાયદો અને વિશ્વાસના આધારે થવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    લાઇફ લાઇન મળ્યા પછી પણ તકને ઝડપી ના શક્યો રોહિત:32 રન બનાવીને આઉટ થયો, ભારતની પહેલી વિકેટ પડી; કેપ્ટન ગિલની 21મી ODI ફિફ્ટી
    Next Article
    ગોધરામાં ઘરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુનો SOGએ ઉકેલ્યો:સોના-ચાંદીના દાગીના સાથે એક આરોપી ઝડપાયો, 1.17 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment