Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદી મેજિકઃ મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધી...સૌથી લાંબી ઇનિંગ્સનો નવો રેકોર્ડ:CM-PM મળીને કુલ 8931 દિવસ હેડ ઓફ ગવર્નમેન્ટ રહ્યા; સિક્કિમનાં પવન કુમાર ચામલિંગને પાછળ ધકેલ્યા

    4 days ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં સૌથી લાંબા સમય સુધી સરકારના વડા રહેનારા નેતા બની ગયા છે. ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે સરકારના વડા તરીકે 8,931 દિવસ પૂરા કરવા સાથે જ PM મોદીએ ચામલિંગના 8,930 દિવસના રેકોર્ડને તોડી નાખ્યો છે. તેમણે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગને પાછળ ધકેલી દીધા છે. PM મોદી આ પહેલા ગુજરાતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, અને તેઓ એવા વડાપ્રધાન પણ છે જેમની પાસે મુખ્યમંત્રી તરીકે કામ કરવાનો સૌથી લાંબો અનુભવ છે. ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન, પ્રથમ શપથ ગ્રહણના ફોટા... મોદી 4 વાર ગુજરાતના મુખ્યમંત્રી, 3 વાર વડાપ્રધાન બન્યા 17 સપ્ટેમ્બરે જન્મેલા નરેન્દ્ર મોદી 6 વર્ષની ઉંમરે જ કોંગ્રેસ તરફથી મહાગુજરાત આંદોલનનો હિસ્સો બન્યા. પછી 8 વર્ષની ઉંમરે RSS સાથે જોડાઈ ગયા હતા. 7 ઓક્ટોબર 2001ના રોજ 51 વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા વિના જ મોદી ગુજરાતના 14મા મુખ્યમંત્રી બન્યા. 24 વર્ષમાં 14 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને હવે ત્રીજી વાર દેશના વડાપ્રધાન છે. મોદી 2025માં ઇન્દિરા ગાંધીનો વડાપ્રધાન તરીકેનો રેકોર્ડ તોડ્યો, પરંતુ હજુ પણ નેહરુથી પાછળ રહેશે નરેન્દ્ર મોદી ભારતના બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન પણ છે. તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના 4,077 દિવસ (24 જાન્યુઆરી, 1966 થી 24 માર્ચ, 1977) ના રેકોર્ડને પાછળ ધકેલી દીધો છે. 22 માર્ચ, 2026 સુધીમાં, નરેન્દ્ર મોદી 4,318 દિવસ વડાપ્રધાન તરીકે પૂર્ણ કરી લેશે. જોકે, જવાહરલાલ નહેરુના નામે સતત સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન તરીકે રહેવાનો રેકોર્ડ છે. તેમણે 15 ઓગસ્ટ, 1974 થી 27 મે, 1964 સુધી કુલ 6126 દિવસ સેવા આપી. પીએમ મોદી નહેરુના રેકોર્ડથી 1812 દિવસ પાછળ છે. હવે ચામલિંગ વિશે જાણો... સિક્કિમના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગના નામે ભારતના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપવાનો રેકોર્ડ છે. તેમનો કાર્યકાળ 12 ડિસેમ્બર, 1994 થી 26 મે, 2019 સુધી રહ્યો. આનો અર્થ એ થયો કે તેમણે લગભગ 24 વર્ષ અને 165 દિવસ સુધી સેવા આપી. તેમણે મુખ્યમંત્રી જ્યોતિ બસુનો 23 વર્ષ સુધી સેવા આપતો રેકોર્ડ તોડ્યો. તેમણે સતત પાંચ ચૂંટણીઓ જીતી અને આટલા લાંબા સમય સુધી કોઈ વિરામ લીધા વિના સત્તામાં રહ્યા. મુખ્યમંત્રી તરીકે, ચામલિંગે સિક્કિમને ભારતનું પ્રથમ 100% ઓર્ગેનિક રાજ્ય બનાવ્યું. તેમણે રાજ્યમાં લાંબા ગાળાની રાજકીય સ્થિરતા જાળવી રાખી અને શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓ સુધારવા માટે કામ કર્યું.
    Click here to Read More
    Previous Article
    ઈરાને એક કલાકમાં ઇઝરાયલ પર ત્રણ મિસાઈલ છોડી:100 લોકો ઘાયલ; ટ્રમ્પે હોર્મુઝ ખોલવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું
    Next Article
    ‘If they score 250, they might concede 250’: Aakash Chopra flags SRH’s bowling weakness ahead of IPL 2026

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment