Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાને એક કલાકમાં ઇઝરાયલ પર ત્રણ મિસાઈલ છોડી:100 લોકો ઘાયલ; ટ્રમ્પે હોર્મુઝ ખોલવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું

    5 days ago

    ઈરાને ઇઝરાયલ પર એક કલાકમાં ત્રણ બેલેસ્ટિક મિસાઇલો છોડી. ઈરાને શનિવારથી ઇઝરાયલ પર હુમલા તેજ કર્યા છે. ગઈ રાત્રે ઈરાને ઇઝરાયલના ડિમોના અને અરાદ શહેરો પર હુમલો કર્યો. અહીં ઇઝરાયલનો મોટો ન્યુક્લિયર પ્લાન્ટ છે. આ હુમલાઓમાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયલી વિદેશ મંત્રાલય અને આરોગ્ય સેવાઓ અનુસાર, ઘાયલોમાં બાળકો પણ સામેલ છે. ઈરાન તરફથી આ હુમલા ટ્રમ્પની ધમકી પછી વધ્યા છે. જોકે, ટ્રમ્પે ધમકી આપતા કહ્યું કે જો 48 કલાકની અંદર હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ખોલવામાં નહીં આવે, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો કરશે. ટ્રમ્પે રવિવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, 'જો ઈરાન 48 કલાકની અંદર હોર્મુઝને નહીં ખોલે, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો કરશે અને તેમને તબાહ કરી દેશે અને શરૂઆત સૌથી મોટા પ્લાન્ટથી થશે.' બીજી તરફ, ઈરાને ચેતવણી આપી છે કે જો તેના પાવર પ્લાન્ટને નિશાન બનાવવામાં આવશે, તો તે મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઇઝરાયલ સાથે સંકળાયેલા તમામ ઊર્જા માળખા પર હુમલો કરશે. ડિમોના પર મિસાઈલ હુમલાનો વીડિયો… અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Iran war stress on rupee: How India has used forex reserves to tide over past global uncertainties
    Next Article
    મોદી મેજિકઃ મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધી...સૌથી લાંબી ઇનિંગ્સનો નવો રેકોર્ડ:CM-PM મળીને કુલ 8931 દિવસ હેડ ઓફ ગવર્નમેન્ટ રહ્યા; સિક્કિમનાં પવન કુમાર ચામલિંગને પાછળ ધકેલ્યા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment