Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ક્રેડિટ ટુ લાસ્ટ માઈલ’ માટે બેન્કર્સને CMની તાકીદ:MSME, મહિલા ઉદ્યોગકારો અને નાના ખેડૂતો સુધી સરળતાથી લોન પહોંચાડો; અરજીઓના ઝડપી નિકાલની સૂચના

    3 days ago

    ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ની 190મી બેઠક યોજાઈ હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ બેન્કિંગ સેક્ટરને ‘ક્રેડિટ ટુ લાસ્ટ માઈલ’નો અભિગમ સાકાર કરવા આહવાન કર્યું હતું. તેમણે MSME, મહિલા ઉદ્યોગ સાહસિકો, ગ્રામીણ કારીગરો અને નાના ખેડૂતો સહિત છેવાડાના લોકો સુધી સરળતાથી ધિરાણ પહોંચે તે સુનિશ્ચિત કરવા બેન્કર્સને સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે અને આ વિકાસયાત્રામાં બેન્કિંગ સેક્ટરની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. તેમણે કહ્યું કે, અગાઉ બેન્કિંગને માત્ર ધિરાણ અને નાણાકીય વ્યવહારો પૂરતું જોવામાં આવતું હતું, પરંતુ હવે બેંકો સામાજિક સેવા ક્ષેત્રોમાં પણ પોતાની ભૂમિકા વિસ્તારી રહી છે. સરકારી યોજનાઓના લાભાર્થીઓને ઝડપી લોન મુખ્યમંત્રીએ સરકારી યોજનાઓ હેઠળ મળતી અરજીઓનો ઝડપી નિકાલ કરવા અને વધુમાં વધુ લાભાર્થીઓને યોજનાઓનો લાભ મળે તે માટે બેન્કર્સને તાકીદ કરી હતી. KCCનો લાભ મેળવવાથી બાકી રહેલા ખેડૂતોને ઝડપથી આવરી લઈને ‘સેચ્યુરેશન એપ્રોચ’ સિદ્ધ કરવા પણ તેમણે ભાર મૂક્યો હતો. નવી ઉદ્યોગ નીતિમાં વિવિધ વર્ગો માટે પ્રોત્સાહન રાજ્યની નવી ઉદ્યોગ નીતિ-2026માં સ્ટાર્ટઅપ્સ, મહિલા ઉદ્યોગ સાહસિકો, SC/ST ઉદ્યોગકારો, દિવ્યાંગજનો અને પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિકો માટે જાહેર કરાયેલા પ્રોત્સાહનોનો મુખ્યમંત્રીએ વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આવા ઉદ્યોગ સાહસિકોને ટેકનોલોજીના ઉપયોગથી સમયસર લોન અને ક્રેડિટ સહાય મળે તે માટે બેન્કર્સને અનુરોધ કર્યો હતો. નાના ગામડાંમાં બેન્કિંગ સેવા વિસ્તારવા સૂચન મુખ્ય સચિવ એમ. કે. દાસે ગુજરાતના વિકાસ અને આર્થિક વૃદ્ધિમાં સરકાર અને બેન્કિંગ સેક્ટર વચ્ચેના સંકલનને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. તેમણે સાયબર ફ્રોડ અને મ્યુલ એકાઉન્ટ સામે બેન્કર્સને વધુ સતર્ક રહેવા સૂચના આપી હતી. સાથે જ નાના ગામડાં સુધી બેન્કિંગ સેવાઓ સરળતાથી પહોંચે તે માટે વધુ બેન્ક શાખાઓ ખોલવા પણ સૂચન કર્યું હતું. બેઠકમાં SLBCના કન્વીનર તથા બેન્ક ઓફ બરોડાના જનરલ મેનેજર રવીશ કુમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન, બેન્ક ઓફ બરોડાના MD અને CEO દેબદત્તા ચંદ, RBIના રિજનલ ડિરેક્ટર અમરીશ રંજન, ભારત સરકારના નાણાં મંત્રાલયના ડિરેક્ટર સ્વાગત ભંડારી સહિત વિવિધ બેન્કોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ફતેપુરામાં મકાનમાંથી જુગાર ધામ ઝડપાયું:10 શખસ 23 હજારના મુદ્દામાલ સાથે રંગેહાથ પકડાયા, મકાન માલિક ફરાર
    Next Article
    બાંગ્લાદેશમાં 10-10 કલાક વીજળી કપાઈ રહી છે:સરકારે રાત્રે 8 વાગ્યે બજાર બંધ કરવાનો આદેશ આપ્યો, ભારત પાસેથી ડીઝલ સપ્લાય વધારવાની માગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment