Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:સુવેન્દુ બંગાળના CM, આજે શપથ; હોર્મુઝમાં ગુજરાતનું જહાજ ડૂબ્યું; IPLમાં ખેલાડીઓ સાથે હની ટ્રેપિંગનું જોખમ

    10 hours ago

    નમસ્તે, પશ્ચિમ બંગાળના નવા સીએમ સુવેન્દુ અધિકારી હશે. તેઓ આજે શપથ લેશે. બીજી તરફ, હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકા-ઈરાનના હુમલામાં ગુજરાતનું જહાજ ડૂબી ગયું. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ IPLમાં ખેલાડીઓની હની ટ્રેપિંગના જોખમ વિશે જણાવીશું... ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પશ્ચિમ બંગાળમાં નવી ભાજપ સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. જેમાં PM મોદી પણ સામેલ થશે. 2. તમિલનાડુમાં એક્ટર વિજય મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. 📰 કાલના મોટા સમાચારો 1. સુવેન્દુ બંગાળના CM બનશે, રાજ્યપાલને મળ્યા:સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો; આજે શપથ; શાહ બોલ્યા- મહિલા સુરક્ષા ટોપ પ્રાયોરિટી સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા સીએમ બનશે. કોલકાતામાં કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં તેમને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. બેઠક બાદ અમિત શાહે તેમના નામની જાહેરાત કરી. ત્યારબાદ સુવેન્દુ લોકભવનમાં રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. સુવેન્દુ આજે સવારે 11 વાગ્યે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં PM મોદી, શાહ સહિત NDAના ઘણા મોટા નેતાઓ હાજર રહેશે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. એક્ટર વિજય તમિલનાડુના CM બનશે:રાજ્યપાલને 118 ધારાસભ્યોનો સમર્થન પત્ર સોંપ્યો, સરકાર બનાવવાની મંજૂરી મળી; આજે શપથ સંભવ તમિલનાડુમાં સરકાર રચનાને લઈને ચાલી રહેલો રાજકીય સસ્પેન્સ સમાપ્ત થઈ ગયો છે. TVK ચીફ અને અભિનેતા વિજયને રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે સરકાર બનાવવાની મંજૂરી આપી દીધી છે. વિજયે શુક્રવારે લોકભવનમાં સતત ત્રીજા દિવસે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. કોંગ્રેસ, CPI, CPI(M) અને VCKના સમર્થનથી TVKએ વિધાનસભામાં બહુમતીનો આંકડો હાંસલ કરી લીધો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. UAEનો દાવો- ઈરાને મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા:તેને હવામાં જ તોડી પાડ્યા, 3 ઘાયલ; અમેરિકાએ ફરી ઈરાન પર બોમ્બમારો કર્યો સંયુક્ત આરબ અમીરાત (UAE) એ દાવો કર્યો છે કે ઈરાને તેની સામે 2 બેલિસ્ટિક મિસાઈલ અને 3 ડ્રોનથી હુમલા કર્યા છે. UAEના સંરક્ષણ મંત્રાલયે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે તમામ લક્ષ્યોને હવામાં જ તોડી પાડવામાં આવ્યા હતા. હુમલામાં 3 લોકો ઘાયલ થયા છે. જોકે, આ દાવા પર ઈરાન તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. આ દરમિયાન, અમેરિકાએ યુદ્ધવિરામ છતાં ઈરાન પર ફરીથી બોમ્બમારો કર્યો. અમેરિકાએ કહ્યું કે ઈરાની સેનાએ તેના યુદ્ધ જહાજો પર મિસાઈલ, ડ્રોન અને નાની બોટ વડે હુમલો કર્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 4. IPL ખેલાડીઓ પર 'હનીટ્રેપ'નો ખતરો:ખેલાડીઓના હોટેલ રૂમમાં બહારના લોકોને નો-એન્ટ્રી; માલિકો પર પણ રહેશે નજર IPL માં હની ટ્રેપ, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની સુરક્ષાને લઈને BCCI એ કડક નિયમો લાગુ કર્યા છે. બોર્ડે આ જોખમોથી બચાવવા માટે ખેલાડીઓના હોટેલ રૂમ, બસ અને ડગઆઉટમાં પરવાનગી વગર બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. ફ્રેન્ચાઇઝી માલિકો પર પણ દેખરેખ વધારી દેવામાં આવી છે. BCCI ની એન્ટી કરપ્શન એન્ડ સિક્યુરિટી યુનિટ (ACSU) ના રિપોર્ટ અનુસાર, ઘણી મેચો દરમિયાન ટીમના ડગઆઉટ, હોટેલ અને ટીમ બસમાં એવા લોકો જોવા મળ્યા હતા, જેમને ત્યાં રહેવાની પરવાનગી ન હતી. આ પ્રોટોકોલ ઉલ્લંઘનનો મામલો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. નાસિક TCS કેસમાં મુખ્ય આરોપી નિદા ખાનની ધરપકડ:જાતીય સતામણી અને ધાર્મિક લાગણીઓ દુભાવવાના આરોપ, અત્યાર સુધીમાં 9 FIR નોંધાઈ નાસિક TCS કેસમાં પોલીસે મુખ્ય આરોપી નિદા ખાનને ગુરુવાર રાત્રે છત્રપતિ સંભાજીનગરથી કસ્ટડીમાં લીધા. નિદા પર જાતીય સતામણી અને બળજબરીથી ધર્મ પરિવર્તનના આરોપો છે. આ પહેલા 2 મેના રોજ નાસિક કોર્ટે નિદાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. પ્રોસિક્યુશને કોર્ટમાં જણાવ્યું કે આરોપો ગંભીર છે અને તેમની કસ્ટડીમાં પૂછપરછ જરૂરી છે. આ દરમિયાન નિદા ફરાર હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 6. હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતનું જહાજ ડૂબ્યું:ઈરાન અને US નેવી વચ્ચે ડ્રોન-રોકેટ ફાયરિંગમાં સલાયાના ખલાસીનું મોત, 17ને બચાવી દુબઈ લઈ જવાયા આંતરરાષ્ટ્રીય જળસીમામાં ચાલી રહેલા તણાવનો ભોગ હવે ગુજરાતના સાગરખેડૂઓ બની રહ્યા છે. ગત 7મી મેના રોજ સ્ટ્રેટ ઓફ હોરમુઝ (Strait of Hormuz) માં ઈરાન અને અમેરિકાની નેવી વચ્ચે થયેલા ભીષણ ગોળીબારમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાનું એક માલવાહક વહાણ ડૂબી ગયું છે. આ ઘટનામાં વહાણના એન્જિન રૂમમાં ફરજ બજાવતા અલ્તાફ તાલબ કેર નામના ખલાસીનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 17 ખલાસીઓનો ચમત્કારિક બચાવ થયો છે. આ સમગ્ર ઘટના અંગેની જાણ ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ દિવ્ય ભાસ્કરને કરી હતી. આદમ ભાયાએ આ અંગેનો ઈમેલ દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસને પણ કર્યો છે અને મદદ માંગી છે. બચેલા 17 ખલાસીઓનો વિડીયો પણ આદમ ભાયાએ દિવ્ય ભાસ્કરને આપ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. સુરતની SBIમાં 50 લાખ લૂંટ કેસમાં આરોપીનું હાફ એન્કાઉન્ટર:કન્યાસી ગામમાં આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું તો પોલીસે યુપી સ્ટાઈલથી પગમાં ગોળી મારી સુરતના વરાછા બ્રાન્ચની SBI બેંકમાં થયેલી રૂા. 50 લાખની લૂંટના કેસમાં તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર મુખ્ય આરોપી શુભમે ફાયરિંગ કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સુરત ગ્રામ્યના કન્યાસી ગામ પાસે હથિયાર રિકવરીની પ્રક્રિયા દરમિયાન બનેલી આ ઘટનામાં એસીપી કિરણ મોદીએ સ્વબચાવમાં વળતું ફાયરિંગ કરતા આરોપી શુભમના બંને પગમાં ગોળી વાગી હતી. ઈજાગ્રસ્ત આરોપીને હાલ પોલીસ પ્રોટેક્શન હેઠળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ સુવેન્દુનાં PAને સુપારી કિલર્સ દ્વારા મરાવ્યા હોવાનો દાવો:ભાજપ ધારાસભ્યએ કહ્યું- મેં તેમના કણસવાનો અવાજ સાંભળ્યો, ફરી કોલ કર્યો તો ઉપાડ્યો નહીં (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. વિદેશઃ જે જહાજ પર હંટા વાયરસ ફેલાયો તેમાં 2 ભારતીયો પણ:અત્યાર સુધીમાં 3ના મોત, કોરોના કરતાં પણ વધુ ખતરનાક; WHOનું 12 દેશોને એલર્ટ (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ કાશ્મીરમાં એડવાન્સ હથિયારોથી સજ્જ 1500 વિલેજ ગાર્ડ્સની ફોજ:5 જિલ્લાના ગ્રામીણો જવાનો સાથે 12-12 કલાકની ડ્યુટી કરી રહ્યા છે (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. વિદેશઃ ટ્રમ્પની ટેરિફ નીતિને અમેરિકી કોર્ટે ગેરકાયદેસર ગણાવી:10% ટેરિફ લાદવાનો નિર્ણય રદ; કોર્ટે કહ્યું- રાષ્ટ્રપતિએ સત્તાનો દુરુપયોગ કર્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. બિઝનેસઃ SBIનો નફો 5.5% વધીને ₹19,684 કરોડ:ચોથા ક્વાર્ટરમાં કુલ આવક ₹1.40 લાખ કરોડ રહી, બેંક રોકાણકારોને શેર દીઠ ₹17.35 ડિવિડન્ડ આપશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. સ્પોર્ટ્સઃ હાર્દિકની મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી:RCB મેચ પહેલા રાયપુર પહોંચ્યો કેપ્ટન; પીઠમાં ખેંચાણને કારણે છેલ્લી મેચ રમ્યો ન હતો (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. ધર્મઃ અધિક માસના લીધે જેઠ મહિનો 59 દિવસનો:જાણો પુરુષોત્તમ માસ સાથે સંકળાયેલી માન્યતાઓ, જળદાનનું મહત્ત્વ અને પૂજા-વિધિ (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ વધારે ઊંચાઈ હોવાને કારણે કંડક્ટરને ડ્યુટી પરથી હટાવ્યા હૈદરાબાદમાં વધારે ઊંચાઈ હોવાને કારણે બસ કંડક્ટરને ડ્યુટી પરથી હટાવી દેવામાં આવ્યા છે. હકીકતમાં, 6 ફૂટ 6 ઈંચ ઊંચા કંડક્ટર અમીન અહેમદ અંસારી બસમાં પૂરી રીતે ઊભા રહી શકતા નહોતા. આ જ કારણસર પરિવહન નિગમે તેમની ડ્યુટી બીજા સેક્શનમાં લગાવી દીધી છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: રાષ્ટ્રપતિ પાગલ છે?:સાત સ્ફોટક સવાલોથી અમેરિકન સેનેટમાં સન્નાટો, હેગસેથ પરસેવે રેબઝેબ, યુદ્ધમાં ઘેરાયેલી ટ્રમ્પ સરકાર અંતે સંસદના કઠેડામાં 2. BCCIને IPLમાં હનીટ્રેપનો ડર!:એક ક્રિકેટર છોકરી સાથે ક્લબમાં જતો દેખાયો; ટીપ્સ આપી કોહલી ફસાયો, જુઓ VIDEO 3. 'હું કહું એમ કરો, કૉંગ્રેસમાં મત નાખજો':ક્લિપ લીક થતાં ભાજપના ધારાસભ્યનો ભાંડો ફુટ્યો, હર્ષ સંઘવીની ટકોરથી સરકારની અંદરની વાત સામે આવી ગઇ 4. સુવેન્દુ અમિત શાહને પગે લાગ્યા ને બધું બદલાઈ ગયું:બંગાળમાં 3 બેઠકોવાળી ભાજપ 207 પર પહોંચી; મમતાના બળવાખોર અને ભાવિ સીએમ સુવેન્દુની કહાની 5. તમિળનાડુના ભાવિ CMએ સગા મા-બાપ પર કેસ કર્યો:બે બાળકો ને પરિણીત વિજય 9 વર્ષ નાની એક્ટ્રેસના પ્રેમમાં પડ્યા, દીકરાએ પિતાની સરનેમ હટાવી 6. સટ્ટા જગતનો બેતાજ બાદશાહ, અંતિમ ક્રિયામાં પોલીસ-રાજકારણીઓની લાઇન લાગી:ફિલ્મોમાં હોય તેવું ઘનશ્યામ ઢોલિયાનું કેરેક્ટર, લતીફ સાથે દુશ્મની અને મટકા કિંગ બનવાની કહાની 7. TMCના ગુંડાઓ સાથે અથડામણ, શું આ કારણે PAની હત્યા?:નંદીગ્રામ-ભવાનીપુરમાં મમતાને હરાવ્યા, કોણ હતા સુવેન્દુના શેડોમેન ચંદ્રનાથ? 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: વૃષભ રાશિના જાતકોને કરિયર સંબંધિત શુભ સમાચાર મળશે, મીન રાશિના લોકોનું પ્રમોશન પાક્કું (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    Protein alone is not enough: This is the missing piece of nutrition for your peak health
    Next Article
    વેધર રિપોર્ટ:અમરેલીમાં ફરી તાપમાનમાં વધારો: પારો 42.7 ડિગ્રી પર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment