Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આસામના CM હિમંતાએ ઉમેદવારી નોંધાવી, પત્ની-પુત્ર સાથે રોડ શો કર્યો:બંગાળમાં IAS-IPSના ટ્રાન્સફર મામલે TMC સાંસદ હાઇકોર્ટ પહોંચ્યા, મમતા આજે મેનિફેસ્ટો જાહેર કરશે

    1 week ago

    આસામના CM હિમંતા બિસ્વા સરમાએ શુક્રવારે જાલુકબારી બેઠક પરથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું. શુક્રવારે ઉમેદવારી નોંધાવતા પહેલા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેમની પત્ની રિનીકી ભુઈયા સરમા અને પુત્ર નંદિલ બિસ્વા સરમા સાથે રોડ શો કર્યો હતો. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા જાલુકબારીથી ચૂંટણી લડી રહ્યા છે. આ દરમિયાન, TMC સાંસદ અને વરિષ્ઠ વકીલ કલ્યાણ બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચના IAS અને IPS અધિકારીઓની બદલીને પડકારતી અરજી કલકત્તા હાઇકોર્ટમાં કરી છે. અરજીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. આ મામલો ચીફ જસ્ટિસ સુજોય પોલની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે અને વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) આરજી કર રેપ પીડિતાની માતાને ચૂંટણીમાં ઉમેદવાર બનાવી શકે છે. પીડિતાની માતાએ જણાવ્યું કે તેમને નોર્થ 24 પરગનાની પાણીહાટી બેઠક પરથી ઉતારી શકાય છે. આ દરમિયાન, ભાજપે ગુરુવારે 112 બેઠકો પર ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી દીધી. કેરળ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ ગુરુવારે 37 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. આ પહેલા 17 માર્ચે પાર્ટીએ 55 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. 9 એપ્રિલે યોજાનારી ચૂંટણીઓમાં પાર્ટીએ પોતાના કોઈપણ સાંસદને ચૂંટણી મેદાનમાં ન ઉતારવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ, પુડુચેરીના મુખ્યમંત્રી અને AINRCના સ્થાપક-અધ્યક્ષ એન. રંગાસામી ગુરુવારે પડોશી રાજ્ય તમિલનાડુના મંદિરોની તીર્થયાત્રા પર ગયા. મુખ્યમંત્રીએ સેલમમાં શ્રી સદ્ગુરુ અપ્પા પૈથિયમ સ્વામીગલ મંદિરના દર્શન કર્યા, અને તેમણે તિરુચેન્દુરમાં સુબ્રમણ્ય સ્વામી મંદિર તથા મદુરાઈમાં મીનાક્ષી મંદિરમાં પણ પૂજા-અર્ચના કરી. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ અંગે અપડેટ્સ માટે નીચે આપેલા બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    'ધુરંધર 2'ની પહેલા જ દિવસે ₹102 કરોડની કમાણી:હિન્દી ફિલ્મ જગતની પહેલી મૂવી બની; શાહરુખની 'જવાન'નો રેકોર્ડ તોડ્યો; પેડ પ્રીવ્યૂ સહિત કુલ ₹144 કરોડ કમાયા
    Next Article
    નરોડામાં 'ઝુલેલાલ મહોત્સવ'ની ભવ્ય ઉજવણી:CMના હસ્તે શાહી સરઘસનું પ્રસ્થાન, દર્શનાબેન વાઘેલા, રિવાબા જાડેજા કાર્યક્રમમાં ઉપસ્થિત; પ્રથમવાર રૂ. 3 કરોડનો વીમો લેવાયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment