Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થોડીવારમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન:CM, કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પૂરી ઉપસ્થિત; કટ ડાયમંડ માટે GI ટેગ અને નવી સ્માર્ટ GIDCની જાહેરાતો થશે

    15 hours ago

    ગુજરાત સ્થાપના દિવસના પાવન અવસરે સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે 1 અને 2 મેના રોજ 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' (VGRC) ની ત્રીજી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન પામનાર આ મેગા ઇવેન્ટમાં જાપાન, રવાન્ડા, યુક્રેન અને સિંગાપોર ભાગીદાર દેશો તરીકે જોડાઈને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક ફલક પર લઈ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્ઝિબિશન સેન્ટર પહોંચી ગયા છે. દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓ પર વિઝનરી ફોકસ 'વિકસિત ભારત@2047'ના મહત્વાકાંક્ષી દ્રષ્ટિકોણને સાકાર કરવાના હેતુથી આયોજિત આ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, તાપી અને વલસાડ એમ 6 જિલ્લાઓની ઔદ્યોગિક ક્ષમતા પર વિશેષ પ્રકાશ પાડવામાં આવશે. કોન્ફરન્સની સમાંતર 1થી 5 મે સુધી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) નું પણ આયોજન કરવામાં આવ્યું છે. લગભગ 12,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું આ એક્ઝિબિશન નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને રોકાણની તકોનું એક જીવંત કેન્દ્ર બની રહેશે. તેમાં નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો (MSME) થી લઈને મલ્ટીનેશનલ કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સ અને ટેક્નોલોજીનું પ્રદર્શન કરશે, જે પ્રાદેશિક અર્થતંત્રને એક નવી ઊંચાઈ પર લઈ જશે. GI ટેગ અને નવી સ્માર્ટ GIDCની ઐતિહાસિક જાહેરાતો આ વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ માત્ર ચર્ચાઓ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ આર્થિક વિકાસના નક્કર પગલાંઓનું કેન્દ્ર બનશે. આ ઇવેન્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિશ્વવિખ્યાત 'સુરત કટ ડાયમંડ - GI ટેગ' પર એક ખાસ કવર પ્રકાશિત કરવામાં આવશે, જે સુરતના હીરા ઉદ્યોગ માટે ગૌરવની ક્ષણ હશે. આ સાથે જ, દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નવી અને અત્યાધુનિક સ્માર્ટ GIDC એસ્ટેટની મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવશે. વધુમાં, ઉદ્યોગો અને સરકાર વચ્ચે કરોડો રૂપિયાના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) અને વ્યાપારી ભાગીદારીઓનું આદાનપ્રદાન પણ થશે.
    Click here to Read More
    Previous Article
    ધર્મેન્દ્રને યાદ કરીને ભાવુક થયા હેમા માલિની:કહ્યું- મને તેમની યાદ આવે છે, તેમના વિના જીવન કેવી રીતે જીવીશ નથી જાણતી
    Next Article
    મસાલાના ભાવમાં ઘટાડો:રાજકોટમાં મરચું, હળદર, ધાણાજીરું, ઘઉંની ખરીદી સસ્તી થઈ : ગોંડલીયુ - રેશમપટ્ટો સસ્તું-કાશ્મીરી મરચું મોંઘુ, 12 માસ બગડે નહીં તેવા વેક્યુમ પેક ઘઉં આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment