Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ જીતવા CM-DYCM મેદાને ઉતર્યા:ખાડિયા જીતી કોંગ્રેસે ચોંકાવ્યા; AMCમાં ભાજપની ભવ્ય જીતનું એનાલિસિસ

    16 hours ago

    રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપનો ઐતિહાસિક 160 બેઠકો પર ભવ્ય વિજય થયો છે. વર્ષ 2021ની ચૂંટણીમાં 159 જેટલી બેઠકો ભાજપે મેળવી હતી. આ વર્ષે ભાજપે એક સીટ વધુ મેળવી છે. ભાજપ માટે સૌથી મોટું ગાબડું ભાજપનો ગઢ ગણાતા એવા ખાડિયામાં પડ્યું છે. ભાજપના ઐતિહાસિક વિજયમાં કોંગ્રેસ-અપક્ષ પાસે રહેલી ચાર બેઠકો પાછી મેળવવામાં સફળતા મેળવી છે. જોકે ભાજપ ચાર બેઠક મેળવવામાં સફળ રહ્યું, પરંતુ ભાજપે બે બેઠકો વધારે ગુમાવી છે. ચૂંટણીની જાહેરાત બાદ એક મહિનામાં જ શહેર ભાજપ સંગઠનના નેતાઓ દ્વારા 165થી વધુ બેઠક મેળવવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં સફળતા મેળવી છે. જોકે ભાજપના મતદારોવાળી 6 બેઠકો પર મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. જ્યાં પેનલ તૂટી એ બેઠક અંકે કરવા ખાસ રણનીતિ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થતાની સાથે જ અમદાવાદ શહેર ભાજપ સંગઠન સક્રિય થઈ ગયું હતું. શહેર પ્રમુખ પ્રેરક શાહ અને મંત્રીઓથી લઈને યુવા મોરચાની ટીમો દ્વારા ખૂબ જ સક્રિયતાથી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. 192 બેઠકમાંથી 165થી વધુ બેઠકો પર જીત મેળવવા માટેના લક્ષ્યાંક સાથે ભાજપે રણનીતિ બનાવી હતી. લઘુમતી મતવિસ્તાર સિવાય હિન્દુ મતવિસ્તારોમાં ભાજપ 100 ટકા પોતાના ઉમેદવારો જીતે તેના માટે જ્યાં કોંગ્રેસ એક-એક બેઠક પર વિજય મેળવી ચૂકી હતી એ તમામ બેઠકો પરત મેળવવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. ગઢમાં ઓવરકોન્ફિડન્સ ભારે પડ્યો દિવ્ય ભાસ્કરે અમદાવાદની 192 બેઠક પર હાર-જીતનું એનાલિસિસ કર્યું છે. 160 બેઠકો પર જીત પાછળ શહેર ભાજપના નેતાઓનું કોંગ્રેસની એક-એક સીટને ફરીથી જીત મેળવવા સાથેની રણનીતિ, યુવા મોરચાને મેદાને ઉતારવાથી લઈને રાજ્યના મુખ્યમંત્રીના રોડ શો અને નાયબ મુખ્યમંત્રીની સભાઓ, બાઈક રેલીઓ અને ઘર ઘર સુધી વિકાસના કામો પહોંચાડવા પર ભાર મૂક્યો હતો. જોકે ભાજપ આ બધી રણનીતિ બનાવવામાં સફળ રહ્યું, પરંતુ ખાડિયામાં ભાજપ વર્ષોનો ગઢ માની ત્યાં ધ્યાન ન આપ્યું અને કોંગ્રેસ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી, જેના પર ભાજપના નેતાઓએ ધ્યાન આપ્યું નહીં. પાકિસ્તાન, લતીફ અને રસુલ પાર્ટીના નામોથી કોંગ્રેસને ઘેરવા જતા મુસ્લિમોએ જે મત ભાજપને આપ્યા હતા તેને જ હવે કોંગ્રેસમાં આપી દેતાં ભાજપનો ગરબો ઘરે આવ્યો છે. કોંગ્રેસ પાસેથી બેઠક પાછી મેળવવા દર્શક ઠાકરને જવાબદારી સોંપી કોંગ્રેસ-અપક્ષ પાસેથી બેઠક પરત મેળવવા માટે સૌથી મોટી જવાબદારી અમદાવાદ શહેર ભાજપના મહામંત્રી દર્શક ઠાકરને આપવામાં આવી હતી. કોંગ્રેસ પાસે રહેલી ચાંદખેડા, અમરાઈવાડી, ઈન્ડિયા કોલોની, કુબેરનગર અને અપક્ષની લાંભા બેઠક પર જીત મેળવવા માટે મહામંત્રી દર્શક ઠાકરે યુવા મોરચાની સાથે રહીને રણનીતિ તૈયાર કરી હતી. કોંગ્રેસના નબળા આયોજન, એન્ટી ઇન્કમ્બન્સી અને પ્રચારના જોરથી જીત મેળવવામાં આવી છે. ચાંદખેડામાં આખા સંગઠનને કામે લગાડ્યું હતું લાંભામાં ભાજપ માત્ર અપક્ષ કાળુ ભરવાડના કારણે પેનલ ન જીતી હોવાના કારણે જીત મેળવવા માટે તેમના વિરોધનો ફાયદો ભાજપે ઉઠાવ્યો હતો અને જ્યાં જ્યાં તેમનો વિરોધ થતો હતો ત્યાં ભાજપના યુવા મોરચાથી લઈ અને સંગઠનની ટીમોએ ગ્રુપ મીટીંગ કરી હતી જેનો ફાયદો ભાજપને મળ્યો હતો. ચાંદખેડા વોર્ડમાં એન્ટી ઇન્કમબન્સીનો ફાયદો ઉઠાવવામાં ભાજપ સફળ રહ્યું હતું. કોંગ્રેસમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો હતો. ભાજપે રણનીતિ બનાવીને દલિત મતવિસ્તારોમાં મત મેળવવા માટે જુના કોર્પોરેટરના પુત્ર હોવાથી પૂર્વ કોર્પોરેટરે પોતાના જ પુત્રને જીતાડવા માટે તમામ એડીચોટીનું જોર લગાવ્યું હતું. ચાંદખેડા વોર્ડમાં જીત મેળવવા માટે ભાજપે સંગઠન અને સમગ્ર ટીમ ઉપર ખૂબ જ ભારપૂર્વક આખી પેનલ જીતાડવા માટે પહેલેથી જ કડક સુચના આપી હતી. DYCMએ સભા અને CMએ રોડ શો કર્યો ઈન્ડિયા કોલોની વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર સંજય બારોટ ખૂબ જ મજબૂત હતા. ભાજપના એક ઉમેદવાર ફરીથી હારી જાય એવી સ્થિતિ ન સર્જાય તે માટે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા રાજ્યના નાયબ મુખ્યમંત્રીને સૌથી પહેલા મેદાને ઉતારી અને ત્યાં જાહેર સભા કરાવડાવી હતી. ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મેદાને ઉતાર્યા હતા અને ઈન્ડિયા કોલોની વોર્ડમાં ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. જે રોડ શો સફળ સાબિત થયો અને ઈન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપની આખી પેનલ વિજય બની છે. રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના પ્રચારથી ઈન્ડિયા કોલોની વોર્ડની એક બેઠક પરત મેળવવામાં ભાજપ સફળ રહ્યું છે. અમરાઇવાડીમાં ભાજપે જાણીતા ચહેરાને મેદાને ઉતાર્યા અમરાઈવાડી વોર્ડમાં સૌથી વધારે હિન્દીભાષી અને દલિત મતદારોનું પ્રભુત્વ છે ત્યારે ભાજપે ઉમેદવારો યોગ્ય ઉતાર્યા હતા અને ભાજપના સાંસદ મનોજ તિવારીની ભવ્ય રેલી કરી હતી જેનો પણ ફાયદો ભાજપને મળ્યો છે. જેના કારણે જીત મેળવવામાં સફળતા મેળવી છે. અમરાઈવાડીમાં તેજેન્દ્ર રામપ્રતાપસિંહ ઉર્ફે જુંગીભાઈ ચૌહાણ અને ડો. રાકેશ સકસેના જે બંને આ વિસ્તારમાં ખૂબ જ જાણીતા ચહેરા છે તેમને મેદાને ઉતાર્યા હતા. કોંગ્રેસના જગદીશ રાઠોડ અમરાઈવાડીમાં ખૂબ જ મજબૂત દાવેદાર હતા, પરંતુ તેમની સામે ડો. રાકેશ સક્સેના જેવો ડોક્ટર હોવાથી તેમના દર્દીઓથી વિસ્તારમાં તેમની ઓળખના મતો તેમને મળ્યા છે. તેજેન્દ્ર ચૌહાણ પણ તેમના પિતાના નામના કારણે જીત મેળવવામાં સફળ રહ્યા છે. ખાડિયા, બાપુનગર અને સરસપુરમાં નુકસાન ભોગવવું પડ્યું અમદાવાદમાં ભાજપે કોંગ્રેસ પાસેથી ચાર બેઠકો મેળવવામાં સફળતા મેળવી છે પરંતુ ખૂબ મોટું નુકસાન ખાડિયા અને બાપુનગર, સરસપુરમાં ભોગવવું પડ્યું છે. બાપુનગર અને સરસપુર જે ભાજપ તનતોડ મહેનતથી જીતતું હતું. બાપુનગર અને સરસપુર રખિયાલમાં હાર પાછળનું મુખ્ય કારણ ભાજપના ઉમેદવારો અને પ્રજાનો આંતરિક રોષ છે. બાપુનગર વોર્ડમાં જ્યારે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ બાપુનગરની પ્રજામાં રોષ જોવા મળ્યો હતો. પૂર્વ કોર્પોરેટર અને સૌથી સક્રિય ગણાતા એવા પ્રકાશ ગુર્જરની ટિકિટ આપવામાં આવી હતી અને તેમને ફરીથી રિપીટ ન કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. બાપુનગર-સરસપુરમાં કોંગ્રેસે મજબૂત ઉમેદવાર ઉતાર્યા હતા પ્રકાશ ગુર્જરના પ્રજા વચ્ચેના કામો અને અશ્વિન પેથાણી તેમજ પ્રકાશ ગુર્જરની જુગલજોડી બાપુનગરમાં કામ કરી રહી હતી જેને ફરીથી રિપીટ ન કરવામાં આવી અને નવા ઉમેદવારો મૂક્યા હતા. જેનો ફાયદો કોંગ્રેસે મેળવ્યો હતો અને જયમન શર્મા જેવા યુવા નેતાને મેદાને ઉતાર્યા હતા. જયમન શર્માની પ્રજા પર પકડ અને નાગજી દેસાઈ જેવા અનુભવીને મેદાને ઉતાર્યા હતા તેમાં પ્રજાએ બંને નેતાઓને ખોબલેને ખોબલે મત આપ્યા હતા. જોકે નાગજી દેસાઈ ખૂબ ઓછા મતોથી હારી ગયા હતા, પરંતુ જયમન શર્માની જીત થઈ હતી. ભાજપના નબળા ઉમેદવાર સામે કોંગ્રેસના બંને મજબૂત ઉમેદવાર હોવાથી પેનલ તૂટી હતી. જ્યારે સરસપુરમાં પણ ભાજપે નબળા ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેની સામે કોંગ્રેસના ઉમેદવારોએ ભારે પ્રચારથી જીત મેળવી છે. કુબેરનગરમાં પેનલ જીતાડવા માટે શહેર ભાજપ પ્રમુખ મેદાને ઉતર્યા હતા કુબેરનગર વોર્ડ જ્યાં સૌથી વધુ ધ્યાન ભાજપે સૌથી પહેલા આપ્યું હતું. કુબેરનગર વોર્ડમાં પેનલ જીતાડવા માટે શહેર ભાજપ પ્રમુખથી લઈને મહામંત્રી સહિતના નેતાઓ મેદાને ઉતર્યા હતા. કુબેરનગરમાં દબદબો ધરાવનારા કોંગ્રેસના નિકુલસિંહ તોમરને હરાવવા માટે ખૂબ મહેનત કરવામાં આવી હતી. યુવા મોરચાએ બેથી ત્રણ મોટી ભવ્ય બાઇક રેલીનું આયોજન કર્યું અને ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. કુબેરનગરમાં જીત મેળવવા માટે દરરોજ ભાજપના નેતાઓ બેઠકો કરી રહ્યા હતા. જેમાં આંશિક સફળતા મેળવી અને બે બેઠકો મેળવવામાં સફળતા મેળવી છે. કુબેરનગરમાં મારામારીથી લઈને ભારે મતદાન બાદ ભાજપ એક બેઠક મેળવવા અને નિકુલસિંહ તોમરને હરાવવામાં સફળ રહી હતી. ખાડિયામાં હાર પાછળનું કારણ ભૂષણ ભટ્ટ સહિતના નેતાઓની નિષ્ક્રિયતા અમદાવાદનો કોટ વિસ્તાર એટલે કે ખાડિયા વોર્ડ ભાજપનો વર્ષો જૂનો ગઢ ગણાય છે જ્યાંથી ભાજપનો ઉદય થયો અને જનસંઘની સ્થાપના થઈ એવા ખાડિયા વોર્ડમાં ભાજપની જીત મેળવવા માટે પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ અને ડેપ્યુટી મેયર જતીન પટેલને જવાબદારી સોંપવામાં આવેલી હતી. ખાડિયા વોર્ડમાં જીત મેળવવા માટે યુવા મોરચાની ટીમો ઉતારી હતી, પરંતુ જીત મેળવવાના તમામ પ્રયત્નો પાછળ હારનું મુખ્ય કારણ ભાજપના સ્થાનિક નેતાઓ ભૂષણ ભટ્ટથી લઈને અન્ય નેતાઓની નિષ્ક્રિયતા ગણવામાં આવે છે. ખાડિયામાં મુસ્લિમ મતદારો પણ છે ત્યારે ભાજપે મુસ્લિમ મતદારો મેળવવાની જગ્યાએ તેનાથી દૂર થવાનું કામ કર્યું હતું. પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દઈએ અને રસુલ પાર્ટીના પરિવારને ટિકિટ આપી છે તેવા નિવેદનો કર્યા હતા. જે નિવેદનો પણ કેટલાક મુસ્લિમો જે ભાજપને મત આપતા હતા જે કોંગ્રેસમાં જતા રહ્યા હતા. અપક્ષને બેસાડવામાં નિષ્ફળ જતાં ખાડિયામાં નુકસાન ખાડિયામાં ભાજપ માત્ર 700 મતોથી જ હાર્યું છે જેની પાછળનું એક મુખ્ય કારણ છે કે અપક્ષ ઉમેદવારોને તોડવામાં નિષ્ફળ રહ્યા હતા. બે અપક્ષ ઉમેદવારો 1200થી વધુ મત મેળવી ગયા છે જેના કારણે થઈને ભાજપને ખૂબ મોટું નુકસાન થયું છે. જો હિન્દુના 1200 મત ભાજપને મળ્યા હોત તો ભાજપની પેનલ તૂટી ન શકી હોત, પરંતુ અપક્ષ ઉમેદવારને બેસાડવામાં નિષ્ફળ જતા ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. હર્ષ સંઘવીએ સભા કરી હતી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ખાડિયામાં સભા કરવામાં આવી હતી. ખાડિયામાં નાયબ મુખ્યમંત્રીને ઉતારવા પાછળનું પણ મુખ્ય કારણ કોંગ્રેસ ત્યાં મજબૂતીથી પ્રચાર કરી રહ્યું હતું અને જે પ્રમાણે નવી મતદાર યાદી સુધારણા થઈ હતી તેમાં હિન્દુ અને મુસ્લિમના મતો ભાજપે ગણ્યા હતા જેમાં ભાજપને તકલીફ પડે તેવી સ્થિતિ હતી. ખાડિયામાં સૌથી મોટી સમસ્યા પીવાના પાણીની છે. વર્ષોથી નાગરિકો પ્રદૂષિત પાણીથી હેરાન પરેશાન થઈ ગયા છે પ્રથમ 30 મિનિટ સુધીનું ગંદુ પાણી અને ઓછા પ્રેશરથી મળતા પાણીના કારણે પ્રજા પાણીની સમસ્યાથી સામનો કરી રહી હતી. ખાડિયાના લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. ખેડાવાલા અને શાહનવાઝ શેખે કોંગ્રેસને જીતાડવા તાકાત લગાડી દીધી જમાલપુર વોર્ડમાં AIMIM પક્ષના ચારેય કોર્પોરેટરો હતા. કોંગ્રેસ દ્વારા છેલ્લા એક વર્ષથી જમાલપુરમાં જીત મેળવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને તેમની ટીમ દ્વારા જમાલપુર વિસ્તારના અલગ અલગ કામોને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. એક ધારાસભ્ય તરીકે તેમના ગ્રાન્ટમાંથી વિકાસ કામો માટે ફાળવણી કરવામાં આવી હતી. કોંગ્રેસમાં જમાલપુર વિધાનસભા વિસ્તારમાં આવતા જમાલપુર વોર્ડમાં જીત મેળવવા માટે પૂર્વ કોર્પોરેટર શાહનવાઝ શેખને પણ જવાબદારી સોંપવામાં આવી હતી. શાહનવાઝ શેખે જમાલપુર વિસ્તારને જીતવા માટે રાતે અલગ અલગ ગ્રુપ મીટીંગો અને રાઉન્ડ લીધા હતા. ચૂંટણીમાં હિન્દુસ્તાન-પાકિસ્તાન કે લતીફની વાતો કરી નથી: ખેડાવાલા જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં હિન્દુસ્તાન પાકિસ્તાન કે લતીફની વાતો કરી નથી. પ્રજાની રોજબરોજની સમસ્યાને લઈને અમે વાતો કરી હતી. પ્રજાની વચ્ચે અમે જઈને માત્ર અમને એક મોકો આપો અને અમારા કોર્પોરેટરો તમારા કામ કરશે તેવી વાત કરી હતી તેને ખાડિયાની પ્રજાએ સ્વીકાર કરી છે. ‘ખાડિયા માટે મુખ્યમંત્રી, ના.મુખ્યમંત્રી ને પ્રદેશ પ્રમુખે નિવેદન આપ્યા હતા’ ભાજપના કોર્પોરેટરો છેલ્લા 50 વર્ષથી ખાડિયા વોર્ડમાં હતા. ખાડિયામાં કોમર્શિયલ બાંધકામો થઈ ગયા અને હેરિટેજ બિલ્ડીંગો પણ હતી જે જર્જરીત હતી તેને તોડી પાડી અને કોમર્શિયલ બાંધકામો કરી દેવામાં આવ્યા છે. ખાડિયાની પ્રજાએ આ બધું જોયું છે. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના નેતાઓએ લોકસભાની ચૂંટણીની વાતો કરી હતી. ખાડિયા માટે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીથી લઈને પ્રદેશ પ્રમુખ સહિતના લોકોએ નિવેદનો આપ્યા હતા. એક તરફ ખાડિયા પાકિસ્તાન બની જશે એવી નિવેદન બાજી કરી હતી, પરંતુ ખાડિયાની પ્રજા ખૂબ સમજુ છે ભણેલી ગણેલી અને સમજદાર પ્રજા છે જે તેમની વાતોમાં આવી નહીં અને કોંગ્રેસના ચારેય ઉમેદવારોને જીત અપાવી છે. ‘ખાડિયા વોર્ડમાં વિકાસની વાત કરવા માંગુ છું’ ખાડિયા વોર્ડમાં જીત પાછળનું એક કારણ તેમણે જણાવતા કહ્યું હતું કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે ખાસ મતદાર યાદી સુધારણા કરવામાં આવી હતી તેનો ફાયદો પણ કોંગ્રેસને મળ્યો છે કારણ કે જે લોકોના બે જગ્યાએ નામ ચાલતા હતા તેમના નામ હવે માત્ર એક જ જગ્યાએ ચાલે છે. જમાલપુરમાં AIMIMનો ગઢ તોડવામાં કોંગ્રેસને સફળતા જમાલપુર વોર્ડમાં AIMIM પાર્ટીના નેતાઓ ખૂબ જ મજબૂત હતા. કોંગ્રેસ દ્વારા એમઆઇએમના ગઢને તોડવામાં સફળતા મળી છે જેના માટે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા પ્રચારથી લઈને લોકો સાથે કરેલા સીધા સંપર્કથી ફાયદો થયો છે. ખાસ કરીને જમાલપુર વોર્ડમાં ખાદીવાલાએ પક્ષપલટો કરીને AIMIMમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાંથી ટિકિટ મેળવતા જમાલપુરમાંથી તેઓ જીત મેળવી છે.
    Click here to Read More
    Previous Article
    એકાઉન્ટમાં 1.53 કરોડ રૂપિયા દેખાયા પણ ઉપાડી ન શક્યા:સિનિયર સિટીઝનને પહેલા SEBIના બનાવટી દસ્તાવેજો મોકલી વિશ્વાસમાં લીધા, શેરબજારમાં રોકાણની લાલચ આપી છેતર્યો
    Next Article
    વડોદરામાં ઝોમેટો ડિલિવરી બોય આપઘાત કેસ:પોલીસ કમિશનરે કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી, ક્રાઇમ બ્રાંચે મૃતકના પરિવારજનોના નિવેદનો લીધા, પરિવારની ન્યાયની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment