Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકાઉન્ટમાં 1.53 કરોડ રૂપિયા દેખાયા પણ ઉપાડી ન શક્યા:સિનિયર સિટીઝનને પહેલા SEBIના બનાવટી દસ્તાવેજો મોકલી વિશ્વાસમાં લીધા, શેરબજારમાં રોકાણની લાલચ આપી છેતર્યો

    21 hours ago

    વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન પાસેથી શેરબજારમાં રોકાણ કરાવવાના નામે સાયબર ઠગોએ 1 કરોડ રૂપિયા પડાવી લીધા છે. SEBIના બનાવટી દસ્તાવેજો મોકલીને સિનિયર સિટીઝનને વિશ્વાસમાં લીધા હતા અને ત્યારબાદ રૂપિયા પડાવવાનો ખેલ શરૂ કર્યો હતો. પ્રોફિટ સાથે 1.53 કરોડ રૂપિયા ખાતામાં દેખાતા હતા, પણ આ રૂપિયા ઉપાડી શક્યા નહોતા. જેથી સિનિયર સિટીઝને આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. નિવૃત સિનિયર સિટીઝનને શેરબજારના રોકાણની ટીપ્સ આપતા ગ્રુપમાં એડ કર્યા વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતા 63 વર્ષીય સિનિયર સિટિઝનને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ પરિવાર સાથે રહે છે અને અગાઉ દહેજ સ્થિત ખાનગી કંપનીમાં એડિશનલ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવીને હવે નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે. તા. 14/11/2025ના રોજ તેમને “A203 ARES TREND” નામના વોટ્સએપ ગ્રુપમાં તેમને એડ કરવામાં આવ્યા હતા. આ ગ્રુપ શેર માર્કેટમાં રોકાણ અંગે માર્ગદર્શન આપતું હતું અને અજાણ્યા મોબાઇલ નંબરો પરથી તેમને રોકાણ અંગે માહિતી આપવામાં આવી હતી. વિશ્વાસમાં આવીને અજાણી વેબસાઈટ પર રજિસ્ટર કર્યું બાદમાં તેમને “ARES VIP GROUP (Rakesh)” અને “B105 Wealth Growth Strategy” નામના અન્ય ગ્રુપમાં પણ એડ કરવામાં આવ્યા હતા, જેમાં વિવિધ એડમિન દ્વારા શેર માર્કેટમાં રોકાણ માટે માર્ગદર્શન આપવામાં આવતું હતું. ગ્રુપમાં જોડાયેલા એક વ્યક્તિ દ્વારા તેમને https://aresdiversified.com નામની વેબસાઇટ મારફતે રોકાણ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ અન્ય એક મોબાઇલ નંબરથી સીધી વોટ્સએપ ચેટ શરૂ કરી તા. 18/11/2025થી 09/12/2025 દરમિયાન રોકાણ અંગે સલાહ આપવામાં આવી હતી. તેઓએ વિશ્વાસમાં આવીને વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. 1.53 કરોડની નફા સાથેની રકમ બતાવે પણ વૃદ્ધ ઉપાડી ન શકે આરોપીઓ દ્વારા મોકલવામાં આવતા કોડના આધારે વેબસાઇટ પર લોગિન કરીને બેંક ખાતાની વિગતો આપવામાં આવતી હતી અને તેમાં રકમ ટ્રાન્સફર કરવા જણાવવામાં આવતું હતું. SEBI રજીસ્ટર્ડ હોવાનું ખોટું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. જેના આધારે સિનિયર સિટીઝને વિવિધ બેંક એકાઉન્ટમાંથી 1 કરોડનું રોકાણ કર્યું હતું. વેબસાઇટ પર સિનિયર સિટીઝનના એકાઉન્ટમાં રૂ. 1,53,95,793 નફા સાથે બેલેન્સ દર્શાવવામાં આવતું હતું. જોકે, જ્યારે તેઓ રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે અલગ-અલગ બહાનાઓ બતાવીને વધુ રોકાણ કરવા દબાણ કરવામાં આવ્યું, જેથી તેમને શંકા ગઈ હતી અને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો. સમગ્ર મામલે સિનિયર સિટીઝને વડોદરા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરી અરજી નોંધાવી હતી, ત્યારબાદ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે અને સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વરરાજાને છોડી દુલ્હન સ્ટેજ પરથી દોડી, VIDEO:લગ્નમંડપમાં પ્રેમી પહોંચતા જ ભાન ભૂલી, જાનૈયા સામે બોયફ્રેન્ડને વરમાળા પહેરાવી; વર-કન્યા પક્ષ વચ્ચે મારામારી
    Next Article
    અમદાવાદ જીતવા CM-DYCM મેદાને ઉતર્યા:ખાડિયા જીતી કોંગ્રેસે ચોંકાવ્યા; AMCમાં ભાજપની ભવ્ય જીતનું એનાલિસિસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment