Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'CM વિદેશ પ્રવાસમાં-DyCM રીલમાં વ્યસ્ત, ખેડૂતોની પીડા જોતા નથી':પાણી જ નથી તો 10 કલાક વીજળીની જાહેરાત શોર્ટ ખાઈને મરવા કરી; દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કોંગ્રેસની માગ

    1 day ago

    રાજ્યમાં અનેક જિલ્લાઓમાં લાંબા સમય સુધી વરસાદ ન થયો હોવાથી હોવાથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. જેથી આજે(2 ઓગસ્ટ) કોંગ્રેસ નેતાઓએ અમદાવાદ કાર્યાલયથી સરકાર પર પ્રહાર કર્યા છે. જે જિલ્લાઓમાં વરસાદની ઘટ છે તેને દુષ્કાળ ગ્રસ્ત, ખેડૂતોનું પાક ધિરાણ અને વીજબિલ માફ કરવા અને રોજગાર વગર જીવન ગુજારવા જે પરિવાર મજબૂર બન્યા છે તેના માટે મનરેગા યોજનાથી રોજગાર આપવાની સરકાર પાસે માગ કરી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી દિલ્હી અને વિદેશ જાય અને નાયબ મુખ્યમંત્રી રીલ બનાવવામાં વ્યસ્ત છે પરંતુ ખેડૂતોની પીડા જોવા માટે તૈયાર નથી. તમારે રીલ બનાવવી હોય તો ખેડૂતો સુધી જઈને તે બનાવવામાં આવે જેથી તેમની પીડા જાણી શકાય. જ્યારે કિસાન સંઘના અધ્યક્ષ પાલભાઈ આંબલિયાએ કહ્યું હતું કે, જીતુભાઈ જાહેરાત કરી કે 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપીશું. 10 મિનિટ મોટર ચાલે એટલું પણ પાણી નથી તો 10 કલાકની વીજળીની જાહેરાત શું ખેડૂતોને શોર્ટ ખાઈને મરી જવા માટે કરવામાં આવે છે. 'ડબલ એન્જિન સરકારની નીતિને કારણે ખેડૂત પાયમાલ' અમિત ચાવડાએ કહ્યું હતું કે, જગતનો તાત હેરાન પરેશાન છે, આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે. એક બાજુ મોઘું ખાતર, બિયારણ, વીજળી અને પાણી મળતું હોવાથી ખેડુતો હેરાન પરેશાન થયા છે. તેમજ ઉત્પાદનનો પૂરતો બજાર ભાવ મળતો નથી. ક્યારેક ખેતરના જબજસ્તીથી વીજપોલ આવી જાય છે. ખેડૂત આજે પાયમાલ તો થયો તેની સાથે સાથે આત્મહત્યા કરવાનું પગલું ભરી રહ્યો છે. પરંતુ ડબલ એન્જિન સરકારની નીતિને કારણે ખેડૂત આજે નિરાશ થઈ રહ્યો છે. 2023-24માં ડબલ એન્જિન સરકારમાં 10 હજારથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી હતી. 2010-11ની સરખામણીમાં 75%નો આત્મહત્યાની ઘટનામાં વધારો થયો છે. '8 અઠવાડિયાથી ટીપુ પણ વરસાદ નથી પડ્યો' વધુમાં ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે પહેલેથી જ પરેશાન થયા હવે કુદરત રૂઠી ગઈ છે. આખા ગુજરાતમાં દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 8 અઠવાડિયાથી ટીપુ પણ વરસાદ ન પડ્યો હોય તેવા 112 તાલુકા છે. એક મહિનામાં 200 તાલુકામાં વરસાદ પડ્યો જ નથી. 'ઢાંકણીમાં પાણી લઈને ડૂબવું હોય એટલું પાણી પણ ડેમમાં નથી' પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે, દ્વારકા તાલુકામાં માત્ર 2 ટકા જ વરસાદ થયો છે. 98 ટકાથી 62 ટકા વરસાદની ઘટ હોય તેવા 52 તાલુકાઓ છે. સતત ચાર અઠવાડિયા વરસાદ ન થાય તો તેને દુષ્કાળ જાહેર કરવો જોઈએ તેવો નિયમ છે. જેથી જોગવાઈ મુજબ જ અમે દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા માટે માગ કરીએ છીએ. ‘ડેમ ખાલી છે તો અમે ત્યાં ક્રિકેટ રમવાની જાહેરાત કરીએ છીએ. ત્યારે સરકાર હાસ્યાસ્પદ જાહેરનામું કરે છે કે આ ડેમમાં કોઈએ નાહવા જવું નહીં. ઢાંકણીમાં પાણી લઈને ડૂબવું હોય એટલું પાણી પણ ડેમમાં નથી. માગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં આંદોલન પણ કરવાની ફરજ પડશે.’ જિલ્લાઓને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા માગ રાજ્યમાં ખેડૂતો અને ગરીબ પરિવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હોવાથી કોંગ્રેસ સરકાર સમક્ષ રાહત અને સહાયની ઉગ્ર માગ કરી છે. વર્ષ 2010થી પાક વીમા યોજના બંધ હોવાના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. વરસાદ ન પડ્યો હોય તેવા તાલુકા અને જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, તમામ ડેમ પાણીથી ભરવા તેમજ ચાલુ વર્ષનું પાક ધિરાણ અને વીજબિલ સંપૂર્ણપણે માફ કરવાની માગ કરી છે. આ ઉપરાંત, પશુઓ માટે ઘાસચારાના વિતરણ કેન્દ્રો શરૂ કરવા અને રોજગારીના અભાવે ભૂખમરાનો સામનો કરી રહેલા પરિવારો માટે તાત્કાલિક મનરેગા હેઠળના કામો શરૂ કરીને રોજગારી પૂરી પાડવા સરકાર પાસે માગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમિત શાહનો ગુજરાત પ્રવાસ મુલતવી:SBI સાથે 4.95 કરોડની બેંક લોન છેતરપિંડી, નકલી અને ભેળસેળિયાઓ પર મોટી કાર્યવાહી,સચિનમાં બે દુકાનોમાં ભીષણ આગ
    Next Article
    ભાવેશ ઝીલિયા પર ફાયરિંગ કરવા 11 શખ્સો 3 કારમાં આવ્યા'તા:બલેનોથી રેકી, વ્હાઈટ સ્કોર્પિયોથી હુમલો અને બ્લેક સ્કોર્પિયો બેકઅપમાં રાખી, 6ની ધરપકડ; માસ્ટર માઇન્ડ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment