Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતીશન થોડીવારમાં કેરળના CM પદના શપથ લેશે:6 પાર્ટીના 21 ધારાસભ્યો મંત્રી બનશે, જેમાં કોંગ્રેસના 12; રાહુલ- પ્રિયંકા તિરુવનંતપુરમ પહોંચ્યા

    2 weeks ago

    કોંગ્રેસના નેતા વીડી સતીશન થોડીવારમાં કેરળના મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સમારોહ સવારે 10 વાગ્યે તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમમાં શરૂ થશે. મુખ્યમંત્રી અને 21 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. સતીસનના મતે, 60 વર્ષમાં આ પહેલી વાર બનશે જ્યારે કેરળમાં સમગ્ર મંત્રીમંડળ એકસાથે શપથ લેશે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આ કાર્યક્રમ માટે તિરુવનંતપુરમ પહોંચ્યા છે. કોંગ્રેસ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ થયા. શશિ થરૂર તેમના વિદેશ પ્રવાસને કારણે હાજર રહેશે નહીં. સતીસન સતત 6 ટર્મથી પરાવુરથી ધારાસભ્ય રહ્યા છે. મંત્રીમંડળમાં 14 નવા ચહેરાઓ કેરળ મંત્રીમંડળમાં પહેલી વાર 14 ધારાસભ્યો મંત્રી પદના શપથ લેશે. તેમાં સી.પી.જોન અને એન.શમસુદ્દીન, કે.એમ.શાજી, પી.કે. બશીર અને વી.ઈ. અબ્દુલ ગફૂર, પી.સી.વિષ્ણુનાથ, રોઝી એમ.જોન, બિંદુ કૃષ્ણા, ટી.સિદ્દીકી, કે.એ.તુલસી અને ઓ.જે.જાનિશનો સમાવેશ થાય છે. કોંગ્રેસ પાર્ટીએ સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર પદ પણ પોતાની પાસે રાખ્યા. તિરુવનચૂર રાધાકૃષ્ણનને સ્પીકર અને શનિમોલ ઉસ્માનને ડેપ્યુટી સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. કેરળ વિધાનસભામાં ધારાસભ્યોના શપથ ગ્રહણ બાદ 22 મેના રોજ સ્પીકરની પસંદગી કરવામાં આવશે. રાજ્યપાલનું સંબોધન 29 મેના રોજ થવાનું છે, અને રાજ્યનું બજેટ 5 જૂન સુધીમાં રજૂ થવાની ધારણા છે. UDFએ 140માંથી 102 બેઠકો જીતી રાજ્યમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)ની સરકાર બની છે. વિધાનસભા ચૂંટણીમાં UDF એ 140માંથી 102 બેઠકો જીતી છે. UDF એ રાજ્યમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) ના 10 વર્ષના શાસનનો અંત લાવ્યો છે. કોંગ્રેસે સૌથી વધુ 63 બેઠકો જીતી. શપથ ગ્રહણ સમારોહમાં અનેક રાજ્યોના CM પણ આવશે સમારોહમાં કર્ણાટકના CM સિદ્ધારમૈયા, તેલંગાણાના CM રેવંત રેડ્ડી, હિમાચલ પ્રદેશના CM સુખવિંદર સિંહ સુખુ સહિત અન્ય કોંગ્રેસ નેતાઓ હાજર રહેશે. તમિલનાડુના CM વિજય પણ હાજર રહી શકે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર અમેરિકાના બોસ્ટનમાં હોવાને કારણે કાર્યક્રમમાં હાજર રહેશે નહીં. તેમણે 16 મેના રોજ વીડી સતીશન, સાંસદ કેસી વેણુગોપાલ અને રમેશ ચેન્નીથલાના ઘરે જઈને તેમની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, શપથ ગ્રહણ સમારોહ માટે સેન્ટ્રલ સ્ટેડિયમમાં એક મોટો મંચ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં હજારો કાર્યકરો અને મહેમાનો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને અસ્થાયી શેડ પણ લગાવવામાં આવ્યા છે. કેરળમાં વીડી સતીશનના શપથ ગ્રહણ અંગે અપડેટ્સ માટે નીચે આપેલા બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    ડોલર સામે રૂપિયો પહેલી વાર 96.18 પર પહોંચ્યો:ક્રૂડ ઓઇલ પણ 2% વધીને $110ને પાર; સેન્સેક્સ 1000 પોઈન્ટ ઘટીને 74,200 પર આવ્યો
    Next Article
    ગેરકાયદે ખનન:માતાના મઢમાં માટી અને બેન્ટોનાઇટનું ખનન-વહન કરતા 7 વાહનો ઝડપાયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment