Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના વાડજ જંકશન પરના ઓવરબ્રિજનું લોકાર્પણ:CMનો કાફલો નવા બ્રિજ પરથી પસાર થયો, થોડીવારમાં મકરબા બ્રિજના લોકાર્પણ સહિત રૂ.583.85 કરોડના વિકાસકાર્યોના ખાતમૂહુર્ત

    1 day ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 23 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના વાડજ જંક્શન પરના ઓવરબ્રિજનું ઉદ્ધાટન કર્યું છે. આ ઓવરબ્રિજ બનવાના કારણે દોઢથી બે લાખ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી છે. મુખ્યમંત્રી દ્વારા મકરબા ઓવરબ્રિજ સહિત ₹584 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ થોડીવારમાં કરવામાં આવશે. શાહીબાગ અને થલતેજમાં આવાસ યોજનાના મકાનો, ફાયર બ્રિગેડના સાધનોનું પણ લોકાર્પણ કરાશે. નવા બસ સ્ટેશનના ચાર્જિંગ સ્ટેશન અને બસ ડેપોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. આ ઉપરાંત આવાસોના ડ્રો તેમજ સહાયક ટેકનિકલ સુપરવાઇઝર અને જુનિયર ક્લાર્કને નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ પણ યોજાશે. પંડિત દીનદયાલ હોલથી 584 કરોડના કામોનું ઇ-લોકાર્પણ-ખાતમુહૂર્ત બોડકદેવ પંડિત દીનદયાલ હોલ ખાતેથી મકરબા ઓવરબ્રિજ સહિત 584 કરોડના વિવિધ વિકાસ કાર્યોના ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત થોડીવારમાં કરવામાં આવશે. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સવારે 10:45 કલાકે ઘુમા ગામ ખાતે સઘન સફાઈ કાર્યક્રમ યોજાશે. સવારે 11:00 કલાકે ઘુમા ખાતે આવેલી એમ.કે. પટેલ અનુપમ પ્રાથમિક શાળા ખાતે શાળાના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ચિત્ર સ્પર્ધા દ્વારા સ્વચ્છતા અને સ્વચ્છ પર્યાવરણ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ અને જનભાગીદારી વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. વાડજ સર્કલ પર ટ્રાફિકથી મુક્તિ, જુઓ 4 તસવીરમાં વાડજ સર્કલ પર Y આકારનો ઓવરબ્રિજ વાડજ જંકશન પર મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ.62 કરોડના ખર્ચે ફોર લેન ઓવરબ્રિજ બનાવ્યો છે. આ બ્રિજ બનવાથી ઉસ્માનપુરા, રાણીપ, ગાંધીઆશ્રમ, ભીમજીપુરા, શાહીબાગ આવતા જતા વાહન ચાલકોને રાહત થશે. વાડજ સર્કલ પરની વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાનો પણ અંત થશે અને અંદાજિત 1.50 લાખ વાહન ચાલકોને તેનો લાભ થશે. વાડજથી રાણીપ અને ગાંધીઆશ્રમ તરફ બે છેડા ઉતરશે વાડજ જંકશન પર બનેલા ઓવરબ્રિજના બે ફાંટા પડશે. એક ફાંટો ઉસ્માનપુરાથી રાણીપ તરફ આશરે 700 મીટર તથા 15 મીટર પહોળાઈમાં ફોરલેન તથા બીજો ઉસ્માનપુરાથી ગાંધી આશ્રમ તરફ અંદાજિત 365 મીટર તથા 5.5 મીટર પહોળાઈમાં બનાવાયો છે. મકરબા રેલવે ઓવરબ્રિજથી 1.5 લાખ વાહનચાલકોને રાહત અમદાવાદ બોટાદ રેલવે લાઇન પર મકરબા રેલવે ઓવરબ્રિજનું કામ 30 સપ્ટેમ્બર 2023ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને માર્ચ 2025માં પૂર્ણ થવાનું આયોજન હતું. જોકે, કામગીરી દરમિયાન ડ્રેનેજ લાઇન તૂટી જવાથી કામમાં વિક્ષેપ પડ્યો હતો. આ ઉપરાંત બ્રિજ વિભાગને યુટિલિટી માટે આપવામાં આવેલા નકશા કરતાં વધુ લાઇનો મળી આવતાં પિલ્લરની ડિઝાઇનમાં ફેરફાર કરવાની જરૂર પડી હતી. રેલવે તરફથી પણ કામગીરીમાં વિલંબ થયો હતો. આ કારણોસર બ્રિજનું કામ નિર્ધારિત સમય કરતાં આશરે દોઢ વર્ષ મોડું પૂર્ણ થયું. 800 મીટરથી વધુ લાંબા મકરબા રેલવે ઓવરબ્રિજ પાછળ 98.60 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. બ્રિજ શરૂ થયા બાદ સરખેજ જુહાપુરાથી એસજી હાઇવે તરફ જવા માટે અને એસજી હાઇવેથી સરખેજ-જુહાપુરા જવા માટે અંદાજે 1.5 લાખ વાહનચાલકોને રાહત મળશે.
    Click here to Read More
    Previous Article
    SVNIT પાસે ફોરેન્સિક ઓડિટ કરાવવા માગ‎:તાપી જિલ્લામાં સરૈયા - બંધારપાડા - ટેમકા રોડમાં ખાડા પડતાં આખરે કલેક્ટરને ફરિયાદ
    Next Article
    પાટણમાં 31.92 લાખના ખર્ચે સોલાર ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ:સદભાવ હોસ્પિટલ ચાર રસ્તા પર C-DAC WiTraC ટેકનોલોજી આધારિત સિગ્નલ લાગશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment