Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CMના હસ્તે પાટણમાં અદ્યતન કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ:દર્દીઓની સુવિધા માટે 50 બેડની હોસ્પિટલ તૈયાર; ઉત્તર ગુજરાતના દર્દીઓને હવે અમદાવાદ જવામાંથી મુક્તિ

    7 hours ago

    ઉત્તર ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર માટે આજે એક નવો સુવર્ણ અધ્યાય શરૂ થયો છે. પાટણ શહેરના જનતા હોસ્પિટલ પરિસરમાં જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ‘પોપટલાલ ભીખાચંદ પાટણ જનતા કેન્સર હોસ્પિટલ’નું મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવીન અદ્યતન હોસ્પિટલ શરૂ થવાથી સમગ્ર ઉત્તર ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓને હવે કેન્સરની સારવાર માટે અમદાવાદ જેવા મોટા શહેરો સુધી લાંબા થવું નહીં પડે અને ઘરઆંગણે જ વિશ્વસનીય સારવાર મળી રહેશે રીબીન કાપી હોસ્પિટલનું નિરીક્ષણ, APMC ખાતે દાનવીરોનું સન્માન મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોએ સૌપ્રથમ હોસ્પિટલ ખાતે પહોંચી રીબીન કાપીને કેન્સર હોસ્પિટલને જનતા માટે ખુલ્લી મૂકી હતી. ત્યાર બાદ તેમણે હોસ્પિટલમાં ઉપલબ્ધ 5 ઓપરેશન થિયેટર, 50 બેડની સુવિધા અને આધુનિક સાધનોનું સઘન નિરીક્ષણ કર્યું હતું. ત્યાર પછી, પાટણ APMC માર્કેટ ખાતે ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં હોસ્પિટલ નિર્માણમાં આર્થિક સહયોગ આપનાર મુંબઈ સહિતના તમામ દાતાઓનું ઉપસ્થિત અતિથિઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આધુનિક સુવિધાઓ અને સજ્જતા અંદાજે લાખો દર્દીઓ માટે રાહતરૂપ સાબિત થનારી આ હોસ્પિટલમાં કેન્સર નિદાન અને સારવાર માટેની તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રૂ. 65 કરોડનો પ્રોજેક્ટ: મુંબઈ અને સ્થાનિક દાતાઓનો મહત્ત્વનો સહયોગ આ કેન્સર હોસ્પિટલના નિર્માણ પાછળ અંદાજે ₹65 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટના 25 વર્ષ સેવાકીય કાર્યોના અનુભવ અને સમર્પણ બાદ આ ભગીરથ સ્વપ્ન સાકાર થયું છે. આ હોસ્પિટલમાં વિશ્વસ્તરીય સારવાર ઉપલબ્ધ કરાવવા માટે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ બે મુખ્ય મશીન વસાવવામાં આવ્યા છે: ગરીબ અને મધ્યમ વર્ગ માટે મોટું આશ્વાસન હોસ્પિટલ સંચાલકો અને તબીબોના જણાવ્યા અનુસાર, કાર્ડ વગરના સામાન્ય અને મધ્યમ વર્ગના દર્દીઓને પણ અહીં ખાનગી હોસ્પિટલોની સરખામણીએ અંદાજે 50% ઓછા ખર્ચે સારવાર મળશે. પાટણ જિલ્લા ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને સરહદી વિસ્તારોના કેન્સર દર્દીઓને હવે અમદાવાદ જવાની મુશ્કેલીઓ, સમયનો બગાડ અને આર્થિક બોજામાંથી કાયમી મુક્તિ મળશે. સ્થાનિક સ્તરે જ નિદાન, પેટ સ્કેન, ઓપરેશન અને રેડિયોથેરાપી સહિતની તમામ સુવિધાઓ મળતાં ઉત્તર ગુજરાતના આરોગ્ય માળખામાં નવો સૂર્યોદય થયો છે. નેતાઓ અને સમાજશ્રેષ્ઠીઓની હાજરી આ લોકાર્પણ સમારંભમાં રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ઉપરાંત સ્થાનિક ધારાસભ્યો, આરોગ્ય વિભાગના અધિકારીઓ, ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ પાટણના સમાજશ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ ટ્રસ્ટની આ માનવસેવાકીય પહેલને બિરદાવી હતી અને ઉત્તર ગુજરાતના આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવવા માટે આ પગલાંને ઐતિહાસિક ગણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદની હયાત હોટેલમાં વિદેશી મહિલાના રૂમમાં ઘૂસી વીડિયો બન્યો:'હોટેલમાં દેહ વ્યાપાર ચાલે છે' કહી મેનેજર પાસે સેટલમેન્ટના રૂ.5 લાખ માગ્યા, ચાર સામે ફરિયાદ
    Next Article
    How Yemen Became the Most Dangerous Country in the World | Houthi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment