Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળના ભાજપના પહેલા CM બન્યા સુવેન્દુ:દિલીપ ઘોષ સહિત 5 મંત્રી બન્યા; મોદીએ બંગાળની ધરતીને મસ્તક અડાડીને જનતાનો આભાર માન્યો

    4 days ago

    સુવેન્દુ અધિકારી શનિવારે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. તેમના સિવાય દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, અશોક કીર્તનીયા, ખુદીરામ ટુડુ અને નિશિથ પ્રમાણિકે પણ મંત્રી પદના શપથ લીધા. સુવેન્દુએ બંગાળીમાં ઈશ્વરના નામે શપથ લીધા. શપથ લીધા પછી, સુવેન્દુ પીએમ પાસે ગયા અને તેમને નમીને પ્રણામ કર્યા. બંગાળના રાજ્યપાલ આર.એન. રવિએ સુવેન્દુ ઉપરાંત અન્ય 5 ધારાસભ્યોને મંત્રી પદના શપથ લેવડાવ્યા. આમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, અશોક કીર્તનીયા, ખુદીરામ ટુડુ અને નિશિથ પ્રમાણિકના નામનો સમાવેશ થાય છે. આ શપથવિધિમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, એનડીએ અને ભાજપ શાસિત રાજ્યોના 20 મુખ્યમંત્રીઓ હાજર રહ્યા. કાર્યક્રમમાં સૌથી પહેલા મોદીએ મંચ પર રવીન્દ્રનાથ ટાગોરને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. પીએમએ મંચ પર ભાજપના 98 વર્ષીય કાર્યકર્તા માખનલાલ સરકારનું સન્માન કર્યું. મંચ પર આવતા જ વડાપ્રધાન સીધા સરકાર પાસે ગયા, તેમને શાલ ઓઢાડી અને પછી તેમના ચરણ સ્પર્શ કર્યા. જાણો શપથ લેનારા મંત્રીઓ કોણ… 1. દિલીપ ઘોષ: ખડગપુર સદર બેઠક પરથી બીજી વખત ધારાસભ્ય બન્યા છે. મેદિનીપુર લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ BJP ના મહાસચિવ અને પ્રદેશાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમણે એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. 2. અગ્નિમિત્રા પૉલ: અગ્નિમિત્રા પૉલ પશ્ચિમ બંગાળની આસનસોલ દક્ષિણ વિધાનસભા બેઠક પરથી BJP ધારાસભ્ય છે. તેઓ 2021 માં પ્રથમ વખત આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2026 માં બીજી વખત જીત નોંધાવી. તેમણે 2022 ની આસનસોલ લોકસભા પેટાચૂંટણી અને 2024 ની મેદિનીપુર લોકસભા ચૂંટણી પણ લડી હતી, પરંતુ બંને ચૂંટણી હારી ગયા હતા. 3. અશોક કીર્તનીયા: 52 વર્ષના અશોક બનગાંવ ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ મતુઆ સમુદાયમાંથી આવે છે. રાજકારણી અને વેપારી છે. 4. ખુદીરામ ટુડૂ: ખુદીરામ રાણીબાંધ (ST) વિધાનસભા બેઠક પરથી BJP ધારાસભ્ય છે. તેઓ વ્યવસાયે શિક્ષક રહ્યા છે. 2026ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે TMC ઉમેદવાર તનુશ્રી હાંસદાને હરાવીને જીત મેળવી હતી. ખુદીરામ ટુડૂ સ્નાતક છે અને લાંબા સમયથી આદિવાસી વિસ્તારોમાં સંગઠન સાથે સક્રિય રહ્યા છે. 5. નિશિથ પ્રામાણિક: નિશિથ મથાભંગા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ 2026માં પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. આ પહેલા 2019માં કૂચબિહાર લોકસભા બેઠક પરથી સાંસદ રહ્યા હતા. કેન્દ્રમાં ગૃહ રાજ્ય મંત્રી અને યુવા બાબતો અને રમતગમત મંત્રાલયમાં રાજ્ય મંત્રી રહી ચૂક્યા છે. જોકે, 2024ની લોકસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. શપથ સમારોહની 3 તસવીરો… સુવેન્દુ અત્યંત આધ્યાત્મિક, ઘરનાને ડર હતો કે દીકરો સંન્યાસી ન બની જાય 1970માં પૂર્વ મેદિનીપુરના કોંતલી ગામમાં જન્મેલા સુવેન્દુનો બાળપણથી જ આસ્થા તરફ ઝુકાવ છે. દર શનિવારે રામકૃષ્ણ મિશન જવું તેમનો નિયમિત રૂટિન હતું. તેઓ બાળપણમાં એટલા ધાર્મિક હતા કે ઘરનાને ડર લાગવા માંડ્યો હતો કે ક્યાંક દીકરો સંન્યાસી ન બની જાય. ઘરમાં જમા સિક્કા પણ ચૂપચાપ મિશનમાં દાન કરી આવતા હતા. પરિવારને લાગતું હતું કે, ક્યારેય પણ ઘર છોડી શકે છે. પરંતુ સુવેન્દુએ બીજો નિર્ણય લીધો... સંન્યાસ નહીં, રાજનીતિ કરશે અને લગ્ન પણ નહીં કરે. 80ના દાયકાના અંતમાં કાંથીના પ્રભાત કુમાર કોલેજથી સુવેન્દુની વિદ્યાર્થી રાજનીતિ શરૂ થઈ. ધીમે ધીમે પૂર્વ મેદિનીપુરમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી. બંગાળમાં સુવેન્દુ અધિકારીના શપથ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ…
    Click here to Read More
    Previous Article
    સેલિના જેટલીએ પતિ પીટર હાગ વિરુદ્ધ FIR નોંધાવી:ઘરેલું હિંસા, સંપત્તિ છીનવી લેવાનો આરોપ; 2 દિવસ પહેલાં દીકરાની કબર પર જઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી
    Next Article
    ગાંધીનગર બનશે રાજ્યનું પ્રથમ ઝીરો કમ્પ્લેઇન સિટી:AI વ્હીકલથી ખાડા-લીકેજ શોધશે, અધિકારીએ ટાઇમ પીરિયડમાં કામ પૂર્ણ કરી રિપોર્ટ અપલોડ કરવો પડશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment