Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેસાઈનગરથી વરતેજ સુધીના બ્રિજને CMની સૈદ્ધાંતિક મંજૂરી:4 લેન બ્રિજ નિર્માણથી 31 જંક્શન પર થતા ટ્રાફિક જામનો આવશે અંત, શહેરના પશ્ચિમ વિસ્તારના વિકાસને વેગ મળશે: જીતુ વાઘાણી

    4 days ago

    ભાવનગર શહેરના વિકાસની ગતિને વેગ આપવા અને નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે રાજ્યના કૃષિ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવેલા સતત પ્રયત્નોને મોટી સફળતા મળી છે. વ્યક્તિગત રજૂઆત અને જનહિતના કાર્યની ગંભીરતાને ધ્યાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગૌરવપથ પર દેસાઈનગરથી વરતેજ સુધીના આશરે 4.75 કિલોમીટર લંબાઈ ધરાવતા વિશાળ ફ્લાઈઓવર બ્રિજને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. 4 લેન બ્રિજ 533 કરોડના ખર્ચે બનશે દેસાઈનગરથી વરતેજ સુધીનો આ 4 લેન બ્રિજ આશરે રૂપિયા 533 કરોડના ખર્ચે નિર્માણ પામશે, જેમાં નારી ચોકડી ખાતે 160 મીટર સ્પાન ધરાવતો ડબલ હાઈટ કેબલ સ્ટ્રેઇડ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બનશે, આ બ્રિજ સમગ્ર સૌરાષ્ટ્રનો સૌથી લાંબો અને કેબલ સ્ટ્રેઈડ આઇકોનિક સ્પાન ધરાવતો આઇકોનિક બ્રિજ બનશે. દેસાઈનગરથી વરતેજ સુધીના માર્ગ પર રહેણાંક વિસ્તારો અને GIDCના અંદાજે 31 જેટલા જંક્શન આવે છે. જ્યાં સતત ટ્રાફિક જામ અને અકસ્માતોનો ભય રહેતો હતો. હવે આ બ્રિજ બનતા 31 જંક્શન પરથી વાહન કોઈપણ અવરોધ વગર પસાર થઈ શકશે. બ્રિજ બન્યા બાદ ટ્રાફિકની સમસ્યા હળવી થશે આ માર્ગ પર GIDC ઉપરાંત મહુવા, તળાજા, ઘોઘા અને હજીરા ફેરી સર્વિસ માટે ભારે વાહનો, ટ્રાવેલ્સ અને ટ્રાન્સપોર્ટની સતત અવરજવર રહે છે. આ બ્રિજ બનવાથી આ ઉદ્યોગોને પણ વેગ મળશે.નારી ચોકડીથી એન્ટર થઈને RTO સુધી સીધા ટ્રાવેલ કરતા વાહનો હવે વરતેજથી જ બ્રિજ પર જઈ શકશે.જેથી સ્થાનિક રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઘટશે. દેસાઈનગરથી વરતેજનો માર્ગ વિકાસનો દ્વાર:જીતુ વાઘાણી આ પ્રોજેક્ટને મંજૂરી મળતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ માર્ગ ભાવનગરના વિકાસ દ્વાર સમાન છે, જ્યાં દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યા અને ભારણ વધી રહ્યું હતું. ભાવનગરવાસીઓની લાગણીને ધ્યાને રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈને આ બાબતે હકારાત્મક વિચારણા કરવા રજૂઆત કરી હતી. ત્યારે બ્રિજના નિર્માણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ‘શહેરના પશ્ચિમ વિસ્તારના વિકાસને વેગ મળશે’ શહેરને પણ રાજ્યના અને દેશના અન્ય મહાનગરોની સમકક્ષ વિકસાવવા માટે અગાઉ મંત્રી જીતુ વાઘાણીએ સંકલ્પ કર્યો હતો. પીવાનું શુદ્ધ પાણી, ડ્રેનેજ, ગટર વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, પહોળા અને ગુણવત્તાયુક્ત રોડ, ઓવરહેડ ટેન્ક તેમજ સ્વચ્છતા જેવી તમામ બાબતોએ અન્ય મહાનગરોની બરાબર જ વિકાસ પામે. મંત્રી જીતુ વાઘાણીના પ્રયત્નોથી તેમનો આ સંકલ્પ સાકાર થઈ રહ્યો છે અને સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ઓવરબ્રિજ નિર્માણ પામી રહ્યો છે.આ ફ્લાઈઓવર બ્રિજના નિર્માણથી શહેરના પશ્ચિમ વિસ્તારના વિકાસને નવી પાંખો મળશે અને લાખો વાહનચાલકોને દરરોજની ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે.
    Click here to Read More
    Previous Article
    ભાજપમાંથી ચૂંટણી લડવા દાવેદારોની બીજા દિવસે ભીડ:મનપાની ચૂંટણી માટે વધુ 8 વોર્ડની આજે સેન્સ પ્રકિયા, દાવેદારી કરતા વર્તમાન કોર્પોરેટરો સામે જ વિરોધ
    Next Article
    Nashik 'Godman', Arrested For Rape, Was Also Named In Suicide Case 4 Years Ago

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment