Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "પાકિસ્તાનના પાસપોર્ટ કરતાં રાજકોટના ગરબાના પાસની વેલ્યુ વધુ":ડે.CM સંઘવીના હસ્તે રાજકોટમાં 319 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત

    8 hours ago

    રાજકોટમાં ભારતીય નાગરિક પ્રમાણપત્ર એનાયત સમારવામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના 319 નાગરિકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે તેમણે કેન્દ્ર સરકારના CAA ના નિર્ણય સામે ગેરમાર્ગે દોરી આંદોલન કરનારાઓ સામે નિશાન તાકયુ હતું. જેમાં પાકિસ્તાનના પાસપોર્ટ કરતાં રાજકોટના ગરબાની વેલ્યુ વધારે છે તેવું નિવેદન આપ્યું હતું તો રાજકોટમાં બુધવારે રાત્રે બનેલી મર્ડર વિથ લૂંટની ઘટનામાં તાત્કાલિક આરોપીઓને પકડી પાડવા બદલ પોલીસ કમિશનર અને તેમની ટીમનો જાહેર મંચ પરથી આભાર વ્યક્ત કર્યો હતો. સંઘવીએ લોકોને કહ્યું- ‘મુસ્કુરાઈએ આપ સબ ભારત કે નાગરિક હૈ’ શહેરના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ હોલ ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર સમારોહમાં સંઘવીએ ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, "મુસ્કુરાઈએ આપ સબ ભારત કે નાગરિક હૈ" નવરાત્રીમાં આપ સૌના ઘરોમાં દિવાળી જેવો તહેવાર છે.સાચા અર્થે CAA ના નિર્ણય સામે ગેરમાર્ગે દોરી આંદોલન કરવામાં આવ્યું.માં હિંગળાજે તમને આશીર્વાદ આપ્યા અને અને માં અંબા પાસે મોકલ્યા છે.પાકિસ્તાનના પાસપોર્ટ કરતાં રાજકોટના ગરબા ની વેલ્યુ વધારે છે. લૂંટ વીથ મર્ડરના આરોપીઓને પકડી પાડનારા પોલીસકર્મીઓે બિરદાવ્યા તેમણે રાજકોટ પોલીસની સરાહના કરતા જણાવ્યું હતું કે, હું અભિનંદન નથી આપતો કેમ કે કોઈ એક વ્યક્તિએ જીવન ગુમાવ્યું છે. ગૃહમંત્રી તરીકે નહીં પણ એક નાગરિક તરીકે હું આભાર માનું છું. બધા ગુનેગારોને અલગ અલગ જગ્યાએથી પકડ્યા છે. ઉદયપુર , મોરબી અને સિરોહીથી ઝડપી પાડ્યા છે. મુદ્દામાલ પણ પરત મેળવવામાં સફળતા મળી છે. પોલીસ કમિશ્નર , ક્રાઈમ બ્રાન્ચ ટીમનો આભાર માનું છુ.આ સૌ જવાનોએ તમને ગરબા રમવા માં પણ અડચણ ન થવા દીધી અને આરોપીઓને પણ દિવસ રાત એક કરીને ઝડપી લીધા છે.જે બાદ તેઓ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ખાતે પહોંચ્યા હતા અને પોલીસ કમિશનર સહિતની ટીમને રૂબરૂ અભિનંદન આપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વ્યાજમુક્ત લોન અપાવવાના બહાને રૂ.21 લાખની છેતરપિંડી:રાજકોટમાં 341 ગ્રામ ફાઈન સોનુ લઈ લોન ન આપી, યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત
    Next Article
    Punjab में Drug Mafia का खेल? लड़की ने बताई कॉलेजों में नशे की कहानी

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment