Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યાજમુક્ત લોન અપાવવાના બહાને રૂ.21 લાખની છેતરપિંડી:રાજકોટમાં 341 ગ્રામ ફાઈન સોનુ લઈ લોન ન આપી, યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

    8 hours ago

    રાજકોટમાં સમાજમાંથી વ્યાજમુક્ત લોન અપાવવાના બહાને રૂ.21 લાખની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 341 ગ્રામ ફાઈન સોનુ લઈ લોન ન આપતા મામલો એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો છે. જ્યારે શહેરના નવરંગપરામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ બન્યો છે. હુસેનભાઈ વેસ્ટ પેપરના વેપાર સાથે સંકળાયેલા છે. ધંધા માટે નાણાંની જરૂરિયાત ઊભી થતાં તેમણે પોતાના મિત્ર જૂજર દલાલ તેમજ અબ્દેલી મુર્તુજાભાઈ બારભાયા અને નજમુદ્દીન સબીરભાઈ હડીયાણા સાથે મળીને સમાજમાંથી વ્યાજમુક્ત લોન લેવાનું નક્કી કર્યું હતું. તા. 4 નવેમ્બર, 2025ના રોજ સોનાનું વેલ્યુએશન કરાવ્યા બાદ બે પેકેટ તૈયાર કરવામાં આવ્યાં હતાં. બંને પેકેટનું કુલ વજન 616.460 ગ્રામ હતું, જ્યારે વેલ્યુએશન મુજબ ફાઇન સોનાનું વજન 341.070 ગ્રામ થયું હતું. આ સોનું લોનની પ્રક્રિયા કરાવવાના બહાને જૂજરને સોંપવામાં આવ્યું હતું.ફરિયાદમાં જણાવ્યા અનુસાર, શરૂઆતમાં જૂજરે લોનની પ્રક્રિયા ચાલુ હોવાનું કહી સમય પસાર કર્યો હતો. ત્યારબાદ રૂ.8 લાખ મળ્યાનું જણાવી તેમાંથી રૂ.2 લાખ નજમુદ્દીનને આપ્યા હતા. જોકે, બાકીની લોનની રકમ નહીં મળતાં સોનું પરત માંગવામાં આવ્યું હતું. આ દરમિયાન અબ્દેલીને રૂ.10 લાખ પરત આપવામાં આવ્યા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. બાદમાં નજમુદ્દીન પાસેથી અગાઉ આપેલા રૂ.2 લાખ પણ પરત લઈ લેવાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આગળ તપાસ કરતાં જૂજરે સમાજની સંસ્થામાંથી લોન લીધી ન હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ જૂજરે સમાજના આગેવાન શેખ હુસેન સજાઉદ્દીન સાઇવાલા, એટલે કે જનાબ આમીલ સાહેબ પાસેથી લોન લીધી હોવાનું જણાવ્યું હતું. આમીલ સાહેબનો સંપર્ક કરતાં તેમણે જૂજરે પોતાની પાસે સોનું મૂકીને લોન લીધી હોવાનું અને લોનની રકમ ચૂકવાયા બાદ સોનું પરત આપવાની વાત કરી હતી. જોકે, બાદમાં સોનું પરત આપવાની જવાબદારી ન સ્વીકારાતાં હુસેનભાઈએ પોલીસનો સંપર્ક કર્યો હતો. જૂજર દલાલે સોનું મેળવી સમાજના આગેવાન પાસે મૂકીને રૂ.31 લાખ મેળવ્યા હોવાનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ, અબ્દેલીને રૂ.10 લાખ પરત મળ્યા છે, જ્યારે હુસેનભાઈ અને નજમુદ્દીનનું સોનું પરત મળ્યું નથી. જૂજર દલાલ સહિત તપાસમાં જેનાં નામ ખૂલે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોઠારીયામાં 2 ભાઈ પર 3 શખ્સોએ ધોકા-પથ્થરથી હુમલો રાજકોટના કોઠારીયા રોડ પર આશાપુરાનગરમાં પડોશમાં રહેતા પાર્થ કારીયા, નિરવ કારીયા સહિત ત્રણ શખ્સોએ અમરેલીયા બંધુઓ પર ધોકા અને પથ્થર વડે હુમલો કર્યો હતો. હુમલામાં જીગ્નેશભાઈ અને તેમના ભાઈ રાહુલને હાથમાં ફ્રેક્ચર થયું હતું. આરોપીઓએ ઘર બહાર પાર્ક કરેલા બાઈકમાં પણ તોડફોડ કરી હતી. નિરવે ફરિયાદ કરશો તો પરિણામ ભોગવવું પડશે તેવી ધમકી આપી હતી. ભક્તિનગર પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. આજીડેમમાં માછીમારી કરવા ગયેલા યુવકનું ડૂબી જવાથી મોત કોઠારિયા રોડ પર શીતલાધાર વિસ્તારમાં રહેતા 35 વર્ષીય કૌશિકભાઈ કાનજીભાઈ સોલંકી આજીડેમમાં માછીમારી કરવા ગયા હતા. દરમિયાન ઊંડા પાણીમાં ગરકાવ થતાં તેમનું મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો. આજીડેમ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે. મૃતક ત્રણ પુત્ર અને બે પુત્રીના પિતા હોવાથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. નવરંગપરામાં યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત રાજકોટના માધાપર ગામમાં નવરંગપરા શેરી નંબર 1 માં રહેતા 40 વર્ષીય યુવક જીતેન્દ્રભાઈ જીવરાજભાઈ 15 ઓક્ટોબરના સવારે 9 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. જે બાદ 108 એમ્બ્યુલન્સ ત્યાં આવી પહોંચી હતી પરંતુ તબીબે યુવાનનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. જ્યારે અન્ય બનાવમાં શહેરના પેડક રોડ ઉપર વાલ્મીકિ આવાસ યોજનામાં રહેતા 60 વર્ષીય ચંપાબેન ભીખાભાઈ ટીમાણીયા 14 ઓક્ટોબરના સાંજે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણથી ઝેરી દવા પી જતા તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે આજે 15 ઓક્ટોબરના તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
    Click here to Read More
    Previous Article
    8 करोड़ में बनी, 4300 करोड़ कमाने वाली हॉरर ब्लॉकबस्टर अब OTT पर, ऑब्सेशन की ऐसी कहानी कि अकेले देखने की नहीं होगी हिम्मत
    Next Article
    "પાકિસ્તાનના પાસપોર્ટ કરતાં રાજકોટના ગરબાના પાસની વેલ્યુ વધુ":ડે.CM સંઘવીના હસ્તે રાજકોટમાં 319 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment