Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વર્ક ફ્રોમ હોમ ચકાસવા CMના નિર્દેશ:ઓનલાઈન મિટિંગ કરવા સૂચના, આવતીકાલથી 300 નવી ST બસો દોડશે; કેબિનેટમાં નિર્ણય

    9 hours ago

    ગાંધીનગરમાં મળેલી ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં ઇંધણ બચત, સરકારી ખર્ચમાં ઘટાડો અને જાહેર પરિવહનને મજબૂત બનાવવાના મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને પોતાના વિભાગોમાં ખર્ચ ઘટાડવા માટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા. ખાસ કરીને પેટ્રોલ-ડીઝલના વપરાશ અને સરકારી ખર્ચ ઘટાડવા માટે તાકીદ કરવામાં આવી હતી. જ્યારે દરેક વિભાગને ઓનલાઈન મિંટિગ કરવા સૂચના આપી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આવતીકાલથી રાજ્યમાં જાહેર પરિવહન વધુ મજબૂત બનાવવા માટે 300 નવી ST બસો સીધી સેવામાં મૂકવામાં આવશે. કોઈપણ સમારોહ વિના બસોને સીધા સેન્ટર પરથી દોડતી કરવામાં આવશે જેથી સામાન્ય નાગરિકોને વધુ સગવડ મળી શકે. વર્ચ્યુઅલ માધ્યમથી મિટિંગ અને ‘વર્ક ફ્રોમ હોમ’ની શક્યતા મુખ્યમંત્રીએ દરેક મંત્રીઓને પોતાના વિભાગમાં ‘વર્ક ફ્રોમ હોમ’ની શક્યતાઓ ચકાસવા માટે પણ આદેશ આપ્યા છે. જ્યાં શક્ય હોય ત્યાં વર્ચ્યુઅલ માધ્યમથી મિટિંગ અને કામગીરી વધારવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. ગાંધીનગરમાં યોજાતી બેઠકોમાં હવે સરકારી કર્મચારીઓને બિનજરૂરી બોલાવવામાં નહીં આવે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ મંત્રીઓને લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેવા કાર્યક્રમોમાં જવાની મંજૂરી આપી છે, પરંતુ આવા કાર્યક્રમોમાં લાંબા સુરક્ષા કાફલા નહીં લઈ જવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે પણ કારપૂલિંગની સૂચના હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ડીઝલ અને પેટ્રોલ બચાવવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. રાજ્યના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે પણ કારપૂલિંગ અંગે સૂચનાઓ આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને રાજ્યની જનતાએ પ્રેમપૂર્વક સ્વીકારી છે અને હવે એકથી વધુ કારના બદલે એક જ કારનો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. મંત્રીઓ માટેની પાયલોટિંગ કારની સંખ્યામાં ઘટાડો કેબિનેટ બેઠક પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાના કાફલામાં માત્ર ત્રણ ગાડીઓ સાથે બેઠકમાં પહોંચ્યા હતા. સરકાર દ્વારા મંત્રીઓ માટે પાયલોટિંગ કારની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. રાજ્યના અનેક મંત્રીઓ કારપૂલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરીને સચિવાલય પહોંચ્યા હતા. મંત્રીઓ ઇવી વાહન લઈને સચિવાલય પહોંચ્યા પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળી ઇલેક્ટ્રિક સ્કુટી પર બેઠકમાં પહોંચ્યા હતા. ડૉ. પ્રદ્યુમન વાજા અને સંજયસિંહ મહીડા પણ ઇવી વાહન સાથે કેબિનેટ બેઠકમાં હાજર રહ્યા હતા. પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ રાજ્ય સરકાર ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વધુ પ્રોત્સાહન આપશે. તેમણે કહ્યું કે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરમાં ઈવી હવે શ્રેષ્ઠ વિકલ્પ બની રહ્યા છે અને તેઓ પોતે પણ ઇવી તથા સાયકલનો ઉપયોગ કરે છે. કેબિનેટમાં આ બાબતો પર ચર્ચા આજની કેબિનેટ બેઠકમાં ઇંધણ બચત, ઇવી વાહનોના ઉપયોગ, સરકારી ખર્ચમાં ઘટાડો, વર્ચ્યુઅલ ગવર્નન્સ અને જાહેર પરિવહન મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે કહ્યું- ચીન સાથે શાનદાર ટ્રેડ ડીલ થઈ:બંને દેશોને ફાયદો થશે, શી જિનપિંગ સાથે બેઠક કરી; ટ્રમ્પ બેઇજિંગથી રવાના થયા
    Next Article
    પાલનપુર નજીક લક્ઝરી બસમાંથી દારૂ ઝડપાયો:1957 બોટલ દારૂ સાથે બે બુટલેગરની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment