Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રી પહેલાં જામનગરમાં મશાલ રાસની તૈયારી શરૂ:પટેલ યુવક ગરબી મંડળ 1957થી પરંપરા, સંસ્કૃતિ અને સાહસનું પ્રતીક જાળવી રહ્યું છે

    8 hours ago

    જામનગરમાં નવરાત્રી પહેલાં પટેલ યુવક ગરબી મંડળ દ્વારા મશાલ રાસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વર્ષ 1957થી કાર્યરત આ મંડળ ગરબી અને રાસની સમૃદ્ધ પરંપરાને જાળવી રાખવા સતત પ્રયત્નો કરે છે. મંડળ માટે ગરબી માત્ર એક નૃત્ય નથી, પરંતુ તે શ્રદ્ધા, સંસ્કાર, શિસ્ત, એકતા અને ગુજરાતી લોકસંસ્કૃતિનું પ્રતીક છે. આ પરંપરા દ્વારા યુવાનોમાં સંસ્કાર અને સમૂહભાવ કેળવવાનો પ્રયાસ થાય છે. મંડળની આગવી ઓળખ સમાન મશાલ રાસ છેલ્લા 25 વર્ષથી રજૂ થાય છે. સંગીત, ઢોલ અને મશાલોની રોશની વચ્ચે રજૂ થતો આ સાહસિક રાસ દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. તે ગુજરાતની જીવંત લોકસંસ્કૃતિ, પરંપરા અને સાહસનું અનોખું પ્રતિબિંબ પણ છે. મંડળનો મુખ્ય ઉદ્દેશ નવી પેઢીને પ્રાચીન લોકસંસ્કૃતિ સાથે જોડવી અને જામનગરની સાંસ્કૃતિક ઓળખને ઉજાગર કરવાનો છે.
    Click here to Read More
    Previous Article
    "અગાઉ કોલેજના વિદ્યાર્થીઓ હડતાળ, તોડફોડમાં સમય વ્યતિત કરતા":સૌરાષ્ટ્ર યુનિ.માં શિક્ષણમંત્રી છાંગાનું વિવાદિત નિવેદન; રાજ્યપાલના હસ્તે 132 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત
    Next Article
    કચ્છમાં ટીબી નાબૂદી માટે 'JOSH' ટીમ લોન્ચ:યુવાનો, અધિકારીઓ અને NCC કેડેટ્સ કરશે જનજાગૃતિ, વહેલું નિદાન અને સારવાર પર ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment