Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટાઉદેપુરમાં જનજાતિ ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી:CM ભૂપેન્દ્ર પટેલના રોડ શોમાં ઉમટી જનમેદની, 1828 જંગલ જમીનની સનદોનું વિતરણ કરાયું

    9 hours ago

    છોટાઉદેપુર ખાતે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીના આગમનને પગલે નગરમાં ભવ્ય રોડ શો યોજાયો હતો, જેમાં હજારોની સંખ્યામાં લોકોએ ઉમટી પડી તેમનું અભિવાદન કર્યું હતું. આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને લોકનૃત્યોની ઝલક સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં જંગલ જમીનની 1828 સનદોનું વિતરણ, વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મુખ્યમંત્રીના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીને લઈને છોટાઉદેપુરમાં વહેલી સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન સાથે નગરમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. રોડ શોના માર્ગ પર રસ્તાની બંને તરફ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને મુખ્યમંત્રીનું સ્વાગત કરી અભિવાદન કર્યું હતું. આદિવાસી લોકનૃત્ય અને પરંપરાગત વેશભૂષાએ જમાવ્યું આકર્ષણ કાર્યક્રમમાં આદિવાસી સમાજની સમૃદ્ધ પરંપરા અને લોકસંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. પરંપરાગત વેશભૂષામાં સજ્જ આદિવાસી કલાકારોએ ઢોલ-નગારાના તાલે વિવિધ લોકનૃત્યો રજૂ કર્યા હતા. આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયેલા કાર્યક્રમમાં લોકકલા અને પરંપરાગત નૃત્યોએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. 1828 જંગલ જમીનની સનદોનું વિતરણ, વિકાસકાર્યોનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરસભાને સંબોધી હતી. આ પ્રસંગે આદિવાસી લાભાર્થીઓને જંગલ જમીનની 1828 સનદો અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિવિધ સરકારી યોજનાઓ હેઠળ આદિવાસી લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજને મુખ્યધારામાં લાવવા સરકારના પ્રયાસો : નરેશ પટેલ આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ આદિવાસી સમાજના લોકો નક્સલવાદ અને માઓવાદ જેવી સમસ્યાઓથી પીડિત હતા, પરંતુ આજે આદિવાસી સમાજ આ પરિસ્થિતિમાંથી મુક્ત થયો છે. વડાપ્રધાનના પ્રયાસોથી આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ, શિક્ષણ અને લોકોને મુખ્યધારામાં જોડવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આદિવાસી સમાજના લાખો લોકોના જીવનમાં વિકાસ અને શિક્ષણનો પ્રકાશ પહોંચે તે દિશામાં સરકાર કાર્યરત છે. સાંસદ જશુભાઈ રાઠવાએ પાઠવી શુભેચ્છાઓ છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ઉપસ્થિત લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના લોકોને જનજાતિ ગૌરવ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી આ ઉજવણીમાં છોટાઉદેપુર ખાતે આદિવાસી સમાજનું ગૌરવ, પરંપરા, લોકસંસ્કૃતિ અને વિકાસલક્ષી પહેલોનો સંગમ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બિરસા મુંડા જયંતિ નિમિત્તે સાસણમાં યોજાયેલા કાર્યક્રમમાં માલધારી આગેવાનનો બળાપો:રહેણાંકના પ્લોટ, ભેંસોના વાડા અને જીપગાડીની પરમિટ મળતી ન હોવાનો દાવો, SDMએ કહ્યું- 'અમને કોઈ રજૂઆત મળી નથી'
    Next Article
    Gujarat Breaking News: 4 વાગ્યે આવી ગયા ગુજરાતના સૌથી મોટા સમાચાર | Ahmedaba | Crime News | Police

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment