Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી કાર્યક્રમોમાં મોબાઇલમાં વ્યસ્ત રહેનારાને CMની ટકોર:કહ્યું- યોજનાકીય જાણકારી રાખશો તો મુશ્કેલીમાં દોડા દોડી નહીં થાય; રાજકોટમાં સખી મંડળ સંચાલિત 136 ગ્રામહાટનું લોકાર્પણ

    16 hours ago

    રાજકોટ ખાતે સખી મંડળ દ્વારા સંચાલિત 136 ગ્રામહાટનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઉપસ્થિત તમામ મહિલાઓને નવરાત્રિ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન તેમણે સરકારી કાર્યક્રમોમાં હાજર રહીને મોબાઈલમાં વ્યસ્ત રહેતા લોકો સામે ટકોર કરી હતી અને સરકારી યોજનાઓની માહિતી પ્રત્યે ગંભીરતા દાખવવા અપીલ કરી હતી. યોજનાઓની જાણકારીના અભાવ અંગે CMની ટકોર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જ્યારે સરકારી સહાય કે યોજનાઓની જાહેરાતના કાર્યક્રમો યોજાય છે ત્યારે મોટાભાગના લોકો મોબાઈલમાં વ્યસ્ત રહે છે. જેના કારણે જ્યારે ખરેખર મુશ્કેલી આવે ત્યારે 0% વ્યાજે કઈ બેંક લોન આપે છે કે આયુષ્યમાન કાર્ડ ક્યાંથી કઢાવવું તેની લોકોને ખબર નથી હોતી અને પાછળથી દોડાદોડી કરવી પડે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે નાગરિકોએ સરકારી આયોજનોમાં અપાતી માહિતી ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ. મહિલા સશક્તિકરણ અને 'લખપતિ દીદી' યોજના પર ભાર મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે દેશના અઢી લાખ સખી મંડળોની 30 લાખ ગ્રામીણ બહેનો સ્વરોજગારી મેળવતી થઈ છે. મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે ગત વર્ષે ₹800 કરોડની સહાય આપી છે અને આગામી સમયમાં વધુ ફંડ આપવા તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ 2029 સુધીમાં દેશમાં 6 કરોડ અને ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.5 લાખથી વધુ બહેનો 'લખપતિ દીદી' બની ચૂકી હોવાનું જણાવી તેમણે વિકસિત ભારત 2047ના સંકલ્પ માટે "વી વિલ ડૂ ઈટ" નો મંત્ર આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ઇલોન મસ્કને કંગના રનૌતનો જવાબ:કમલ હાસનના ‘ભારત કોઈનો ગુલામ નથી’ નિવેદન બાદ બોલ્યાં- આ તો ચુભ્યું હશે
    Next Article
    સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને કારણે ટાગોર બાગ બંધ:નૌશાદ સોલંકીના નેતૃત્વમાં ભાજપ સરકાર સામે વિરોધ-પ્રદર્શન કરશે , વોટર કેનન સાથે પોલીસ બંદોબસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment