Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજુલાના દેવકામાં CMએ હસ્તે 1100 બેડની ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ:દેવકા વિદ્યાપીઠમાં 580 વિદ્યાર્થિનીઓની ક્ષમતા સાથેનું અત્યાધુનિક ભોજનાલય સામેલ

    11 hours ago

    આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે અમરેલી જિલ્લામાં વિકાસના કાર્યોને વેગ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જિલ્લાના પ્રવાસે પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ પોતાના પ્રવાસની શરૂઆતમાં રાજુલા તાલુકાના દેવકા ખાતે નવીન સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું. કથાકાર રમેશ ઓઝા (ભાઈશ્રી) સંચાલિત દેવકા વિદ્યાપીઠ ખાતે મુખ્યમંત્રીના હસ્તે 1100 બેડની ગર્લ્સ હોસ્ટેલ અને ભોજનાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દેવકા વિદ્યાપીઠમાં શિક્ષણ અને સુવિધાનો સંગમ રાજુલાના દેવકા ખાતે ભાગવત કથાકાર રમેશ ઓઝા (ભાઈશ્રી) સંચાલિત દેવકા વિદ્યાપીઠ ખાતે મુખ્યમંત્રીના હસ્તે મહત્વપૂર્ણ લોકાર્પણ કરવામાં આવ્યા. ગર્લ્સ હોસ્ટેલ: 1100 બેડની સુવિધા ધરાવતી આધુનિક નૂતન કન્યા છાત્રાલય. ભોજનાલય: 580 વિદ્યાર્થિનીઓની ક્ષમતા ધરાવતું અત્યાધુનિક ભોજનાલય. આ પ્રસંગે કથાકાર રમેશ ઓઝા, મંત્રી કૌશિક વેકરીયા, ધારાસભ્ય હીરા સોલંકી સહિતના મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સુવિધાથી ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને ઉત્તમ રહેઠાણ અને ભોજન સાથે શિક્ષણની વધુ સારી તકો પ્રાપ્ત થશે. જળસંચય અને અન્ય વિકાસ કાર્યોની રૂપરેખા મુખ્યમંત્રીના આજના પ્રવાસમાં અન્ય મહત્વના પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થાય છે: સણોસરા (જળસંચય): અમરેલી તાલુકાના એકસાથે 71 ગામોમાં 'ગીરગંગા ફાઉન્ડેશન' અને 'GETCO'ના સહયોગથી તળાવ ઊંડા કરવાની કામગીરીનો શુભારંભ. આ કાર્યનો લાભ જિલ્લાની અન્ય વિધાનસભાના બીજા 5-5 ગામોને પણ મળશે. અમરેલી શહેર: જેસિંગપરાના શિવાજી ચોક ખાતે અમરેલી નગરપાલિકા દ્વારા નિર્મિત છત્રપતિ શિવાજી મહારાજની પંચધાતુની પ્રતિમાનું લોકાર્પણ. મતીરાળા (નદી ડીપનિંગ): લાઠી તાલુકાની પીપરિયા નદીને આશરે 9.6 કિમી (મતીરાળાથી કૃષ્ણગઢ 7740 મીટર અને કેરાળાથી કૃષ્ણગઢ 1860 મીટર) સુધી ઊંડી કરવાના કાર્યનું ખાતમુહૂર્ત. ધોળકિયા ફાઉન્ડેશન સાથે 80:20ની લોકભાગીદારી હેઠળ આ પ્રોજેક્ટ માટે અંદાજે 15.66 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. રાજકીય માહોલ અને ચૂંટણીના એંધાણ રાજ્યમાં આગામી ટૂંકા સમયમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જાહેર થવાની શક્યતા છે. તે પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમરેલી જિલ્લામાં દિવસભર કરવામાં આવી રહેલા વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ચૂંટણીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ કાર્યક્રમોમાં સાંસદ ભરત સુતરિયા, જિલ્લાના 5 વિધાનસભાના ધારાસભ્યો અને સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસકાર્યો દ્વારા અમરેલી જિલ્લાના સર્વાંગી વિકાસને એક નવી દિશા મળશે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીએ આસામના બગીચામાં ચાની પત્તી તોડી:કામ કરતી મહિલાઓ સાથે સેલ્ફી લીધી; થોડીવારમાં જનસભાને સંબોધશે
    Next Article
    જે ઘરના દીકરાની હત્યા કરી તેના ઘરની બહાર ગાડીમાં તોડફોડ:માધવપુરામાં હત્યા કેસમાં આરોપી પેરોલ પર બહાર હતો, ગુંડાગીરીના CCTV

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment