Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદીએ તેલંગાણાના CMને કહ્યું- અમારી સાથે જ જોડાઓ:10 વર્ષમાં જેટલું ગુજરાતને મળ્યું, અમે તમને આપવા તૈયાર, રેવંત હસવા લાગ્યા; VIDEO

    8 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેલંગાણાના મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા રેવંતા રેડ્ડીને મજાકમાં NDA સાથે આવવા કહ્યું. વાસ્તવમાં, વડાપ્રધાન રાજ્યમાં 9,400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. વડાપ્રધાને અહીં હળવાશથી રેડ્ડીને કહ્યું કે કેન્દ્ર સરકારે 10 વર્ષમાં ગુજરાતને જે આપ્યું, તે હું તેલંગાણાને આપવા તૈયાર છું. મારી જાણકારી મુજબ, આવું કરશો તો તમને અત્યારે જે સરકાર પાસેથી મળી રહ્યું છે, તે અડધું થઈ જશે. આથી સારું રહેશે કે તમે મારી સાથે જ જોડાઈ જાઓ. જોકે, વડાપ્રધાને આ વાતો તેલંગાણાના મુખ્યમંત્રીની એક ભલામણને કારણે કહી હતી. જેમાં રેવંતાે પોતાના ભાષણમાં વડાપ્રધાનને કહ્યું હતું કે જે રીતે મનમોહન સરકારમાં ગુજરાતનો વિકાસ થયો, તે જ રીતે તેલંગાણાનો પણ વિકાસ થાય. રેવંતાએ કહ્યું- જેમ મનમોહન સરકારમાં ગુજરાતને મળ્યું, તમે અમને આપો રેવંતા રેડ્ડીએ કહ્યું, જ્યારે મનમોહન સિંહ દેશના વડાપ્રધાન હતા. ત્યારે મોદી મુખ્યમંત્રી હતા અને તેમણે 10 વર્ષમાં 'ગુજરાત મોડેલ'ને સાકાર કર્યું. આ જ રીતે, તેલંગાણાના લોકોને આશા છે કે આગામી 10 વર્ષમાં મારા મુખ્યમંત્રી પદ હેઠળ 'તેલંગાણા વિકાસ મોડેલ' પણ સાકાર થશે. જે રીતે મનમોહન સિંહે ગુજરાતને સમર્થન આપ્યું હતું, તે જ રીતે અમે તેલંગાણાના વિકાસમાં સમર્થન આપવા વિનંતી કરીએ છીએ. રેવંતાે એમ પણ કહ્યું કે જ્યાં એક તરફ મોદી ભારતનો વિકાસ ઇચ્છે છે, ત્યાં તેમણે તેલંગાણાને પણ સાથે લઈને ચાલવું જોઈએ. તેલંગાણાના વિકાસ માટે, કૃપા કરીને બે કલાકનો સમય કાઢો, જેથી અમે તમારી સમક્ષ અમારા વિકાસ પ્રસ્તાવો રજૂ કરી શકીએ. PMનો જવાબ- હું આપવા તૈયાર છું, તમે સાથે જોડાઈ જાઓ રેવંતાની વાતનો જવાબ આપતા પીએમએ કહ્યું- કેન્દ્ર સરકારે (પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વમાં) ગુજરાતને 10 વર્ષમાં જે કંઈ આપ્યું (જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા), હું પણ તમને તે બધું આપવા તૈયાર છું. પરંતુ ત્યારે રાજ્ય પાસે એટલું પણ નહીં બચે, જેટલું તેને અત્યારે કેન્દ્રમાંથી મળી રહ્યું છે અને તમે તમારા લક્ષ્યો હાંસલ કરી શકશો નહીં. સારી વાત એ છે કે તમે મારી સાથે આવી જાઓ. પીએમના તેલંગાણા કાર્યક્રમની 2 તસવીરો… પીએમના મજાકના બે અર્થ પીએમએ તેલંગાણાના વારંગલમાં પ્રથમ પીએમ મિત્ર પાર્કનું ઉદ્ઘાટન કર્યું પીએમ મોદીએ તેલંગાણાના વારંગલમાં PM MITRA પાર્કનું પણ ઉદ્ઘાટન કર્યું. તેને કાકતીય મેગા ટેક્સટાઇલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. લગભગ 1,700 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે વિકસિત, આ ભારતનો પ્રથમ સંપૂર્ણ કાર્યરત PM MITRA પાર્ક છે. આ ભારત સરકારના '5F' વિઝનને સાકાર કરે છે - Farm to Fibre to Factory to Fashion to Foreign (એટલે કે ખેતરથી ફાઇબર સુધી, ફેક્ટરીથી ફેશન સુધી અને ફેશનથી વિદેશ સુધી).
    Click here to Read More
    Previous Article
    ફરહાના ભટ્ટ ‘ખતરોં કે ખિલાડી 15’માં જોવા મળશે:કહ્યું- ખરી લડાઈ સ્પર્ધકો સાથે નથી, પોતાના ડર સાથે હોય છે
    Next Article
    કોન્સ્ટેબલને ચપ્પુ મારતા PIએ પગમાં ગોળી ધરબી:કિશોરની હત્યાના આરોપીને પકડવા જતાં હુમલો કર્યો; બે રાઉન્ડ ફાયરિંગ; સુરતમાં 4 દિવસમાં બીજી વખત યુપી સ્ટાઈલથી 'હાફ એન્કાઉન્ટર'

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment