Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:CJPની સંસદ કૂચ પર લાઠીચાર્જ, વાંગચુકે કહ્યું- ઉપવાસ નહીં તોડું; રાજ્ય માથે ત્રણ ખતરનાક સિસ્ટમ, ઓરેન્જ એલર્ટ, સરકારનો દાવો- E20થી વાહનો ખરાબ થતા નથી

    2 दिन पहले

    નમસ્તે, કોકરોચ જનતા પાર્ટીએ સંસદ માર્ચ કરી તે દરમિયાન પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો. કેન્દ્ર સરકારે સંસદમાં કહ્યું કે E-20 ફ્યુઅલથી ગાડીઓના એન્જિનમાં ખરાબીની કોઈ રિપોર્ટ સામે આવી નથી. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે રાજ્ય પર 3 ખતરનાક વરસાદી સિસ્ટમ સર્જાતા ક્યાં જારી થયું ઓરેન્જ એલર્ટ. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સંસદના ચોમાસું સત્રનો આજે બીજો દિવસ છે. 2. સોનમ રઘુવંશીની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. 📰 કાલના મોટા સમાચારો 1. પોલીસે કોકરોચ જનતા પાર્ટીના સમર્થકોને જંતર-મંતર પરથી હટાવ્યા:CJPનાં પ્રવક્તાની જે.પી. નડ્ડા સાથે મુલાકાત, ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામા સહિત ત્રણ માંગણીઓ રજૂ કરી કોકરોચ જનતા પાર્ટીએ સોમવારે જંતર-મંતરથી સંસદ સુધી માર્ચ કાઢી. સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી ચાલેલા પ્રદર્શન દરમિયાન ઘણી વખત પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ. સવારે 8 વાગ્યે શરૂ થયેલા પ્રદર્શનમાં 10 વાગ્યે પ્રદર્શનકારીઓએ બેરિકેડ તોડીને સંસદ તરફ કૂચ કરી. આંદોલનકારીઓ જંતર-મંતરથી સંસદ માર્ગ, જનપથ ચોક, કર્તવ્ય પથ, વિજય ચોક થઈને સંસદની નજીક પહોંચ્યા. સંસદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો, જેના પછી સંસદની સુરક્ષા વધારી દેવામાં આવી, મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવ્યો. પોલીસે આંસુ ગેસના ગોળા છોડ્યા. મોડી સાંજે પથ્થરમારાની તસવીરો પણ સામે આવી. તેમાં 50 થી વધુ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા. પોલીસે સાંજે 5 વાગ્યા સુધીમાં જંતર-મંતરને ખાલી કરાવી લીધું. વાંચો સંપૂર્ણ સમાચાર 2. સંસદમાં સરકારે કહ્યું- E20 પેટ્રોલથી એન્જિન ખરાબ થતા નથી: 23 કરોડ વાહનો કોઈ મુશ્કેલી વિના ચાલી રહ્યા છે, જૂના વાહનોની માઇલેજમાં નજીવો ઘટાડો થયો દેશમાં 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ એટલે કે E20 ફ્યુઅલથી વાહનોના એન્જિન ખરાબ થવા અથવા અચાનક બંધ થવાની કોઈ પાક્કો રિપોર્ટ નથી. સરકારે આજે એટલે કે 20 જુલાઈએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ જણાવ્યું કે દેશભરમાં ચાલી રહેલાં 23 કરોડથી વધુ વાહનો ચલાવવાના અનુભવો અને ઘણા વૈજ્ઞાનિક અભ્યાસોના આધારે આ નિષ્કર્ષ નીકળ્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે E20 ફ્યુઅલથી એન્જિનને નુકસાન થવાનો કોઈ પુરાવો મળ્યો નથી. દેશમાં 20 કરોડથી વધુ ટુ-વ્હીલર્સ અને 3 કરોડથી વધુ પેટ્રોલ કારો હાલમાં ઇથેનોલ મિશ્રિત ઇંધણ પર ચાલી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ભારતમાં પહેલી ડેન્ગ્યુ રસી QDENGAને મંજૂરી:કોઈપણ તપાસ વિના 4 થી 60 વર્ષ સુધીના લોકો ડોઝ લઈ શકશે, દેશમાં જ બનશે ભારતમાં પહેલીવાર ડેન્ગ્યુની રસીને મંજૂરી મળી ગઈ છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ તાકેડા બાયોફાર્માસ્યુટિકલ્સ ઇન્ડિયાની રસી QDENGAને બજારમાં ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ રસી ચારથી 60 વર્ષ સુધીના લોકોને આપી શકાશે. તેને લેતા પહેલા એ તપાસ કરાવવાની જરૂર નહીં પડે કે વ્યક્તિ પહેલા ક્યારેય ડેન્ગ્યુથી સંક્રમિત થયો હતો કે નહીં. ભારતમાં મળેલી મંજૂરી તાકેડાના વૈશ્વિક ક્લિનિકલ ડેવલપમેન્ટ પ્રોગ્રામના આધારે આપવામાં આવી છે. આ અંતર્ગત ફેઝ-I, ફેઝ-II અને ફેઝ-III ના કુલ 19 ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા. જેમાં 28 હજારથી વધુ લોકોએ ભાગ લીધો. QDENGAના બે ડોઝ આપવામાં આવે છે. દરેક ડોઝ 0.5 મિલીલીટરનો હોય છે અને ત્વચાની નીચે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. બંને ડોઝ વચ્ચે ત્રણ મહિનાનું અંતર રાખવામાં આવે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ઈરાને કહ્યું- અમેરિકી સૈનિકોની રાહ જોઈ રહ્યા છીએ:ખાર્ગ આઇલેન્ડ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો, તો કોઈ જીવતું નહીં બચે ઈરાને અમેરિકાને કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો તેણે ખાર્ગ આઇલેન્ડ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો તો તેના સૈનિકો જીવતા પાછા નહીં ફરે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાર્ગ આઇલેન્ડ પર કબજા સાથે જોડાયેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું, ઈરાનમાં એવા લોકો છે જે અમેરિકી સૈનિકોના આવવાની રાહ જોઈ રહ્યા છે. ખાર્ગ આઇલેન્ડ અને તેની આસપાસ સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારી છે. ખાર્ગ આઇલેન્ડ ફારસની ખાડીમાં બુશેહર પ્રાંતના કિનારેથી લગભગ 55 કિલોમીટર દૂર આવેલો છે. તે ઈરાનના ઓઈલ નિકાસનું સૌથી મોટું કેન્દ્ર છે અને વ્યૂહાત્મક રીતે દેશની સૌથી મહત્વપૂર્ણ ઊર્જા સંપત્તિઓમાં ગણાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. રામમંદિર ચોરી-સુપ્રીમ કોર્ટે કહ્યું-યુપી સરકાર ફરીથી SIT બનાવે:IPS અધિકારીને જવાબદારી સોંપવામાં આવે, આ મામલે રાજકારણ ન થવું જોઈએ અયોધ્યા રામ મંદિરના દાન ચોરીના કેસમાં સુપ્રીમ કોર્ટે ફરીથી SIT બનાવવાનો આદેશ આપ્યો છે. સોમવારે બપોરે 3:30 વાગ્યે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતે કહ્યું- નવેસરથી SIT બનાવવામાં આવે. સિનિયર IPS અધિકારી ટીમનું નેતૃત્વ કરે, જેથી તપાસ કોઈ નિર્ણાયક સ્તર સુધી પહોંચે. CJIએ કહ્યું- તપાસ નિષ્પક્ષ અને કોઈ પણ ભેદભાવ વિના થવી જોઈએ. તપાસ યોગ્ય રીતે થાય. કોર્ટે સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાને યુપી સરકાર પાસેથી SIT માટે નામ લઈને આવવા કહ્યું. કોર્ટ હવે 27 જુલાઈએ આગામી સુનાવણી કરશે. અરજદારો વતી એડવોકેટ દેવદત્ત કામત અને અન્ય સામેલ હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 6. બાળકીનું અપહરણ+દુષ્કર્મ કરી મોતને ઘાટ ઉતારનારનું એન્કાઉન્ટર:આરોપીએ હુમલો કરતા બચાવમાં પોલીસનું ફાયરિંગ; આણંદના રેલવે ટ્રેક પર ફેંકેલી માસૂમની લાશ ત્રણ કટકામાં મળી હતી વાસદમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીના અપહરણ કરી દુષ્ક્રમ અને નિર્મમ હત્યા કેસના આરોપી સુરેશ પરમારને પોલીસ દ્વારા આત્મરક્ષણમાં કરાયેલા ફાયરિંગમાં ઠાર કરવામાં આવ્યો છે. બોરસદ રૂરલ પોલીસ દ્વારા આરોપીની બોચાસણથી ધરપકડ કરાયા બાદ જ્યારે LCBની ટીમ આરોપીને આણંદ લાવી રહી હતી, ત્યારે તેણે ઊલટી કરવાનું બહાનું કાઢીને વાહન રોકાવ્યું હતું અને અચાનક જ પોતાની પાસે છુપાવેલા ચપ્પુ વડે હુમલો કરીને બે પોલીસ કર્મચારીને ઇજાગ્રસ્ત કર્યા હતા. PSI રાણાની વારંવારની ચેતવણી છતાં આરોપી ન અટકતાં પોલીસે સ્વ-બચાવમાં સરકારી ગ્લોક પિસ્તોલમાંથી 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં બે ગોળી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયેલા આરોપીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ફોરેન્સિક ટીમે તપાસ હાથ ધરીને ઘટનાસ્થળેથી 6 ફૂટેલા કારતૂસ કબજે કર્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. વલસાડમાં સાડા ત્રણ ઇંચ વરસાદ, રાજ્ય માથે ત્રણ ખતરનાક સિસ્ટમ:4 દિવસ માછીમારો માટે ચેતવણી, નવસારી-વલસાડમાં ઓરેન્જ ઓલર્ટ; 93 તાલુકામાં વરસાદ ગુજરાતમાં હાલમાં એકસાથે ત્રણ શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ચોમાસું ફરી જામ્યું છે, જેના ભાગરૂપે આજે સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 93 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી સાથે આજે નવસારી અને વલસાડ માટે ‘ઓરેન્જ અલર્ટ’ જાહેર કર્યું છે, તેમજ દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવા કડક સૂચના આપી છે. રાજ્યમાં અત્યાર સુધી ચોમાસાની સીઝનમાં 33% વરસાદની ઘટ પ્રવર્તી રહી છે, ત્યારે આ નવો રાઉન્ડ શરૂ થતાં મહીસાગર સહિતના પંથકોમાં ખેડૂતોમાં આશાની કિરણ જાગી છે. દરમિયાન, દક્ષિણ ગુજરાતના ખરાબ હવામાન અને દમણ એરપોર્ટ પર આધુનિક લેન્ડિંગ સિસ્ટમ (ILS)ના અભાવે દિલ્હી-દમણની એલાયન્સ એરની ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરી દિલ્હી પરત મોકલવી પડી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : રામમંદિરમાં ચોરી-પેપર લીક મામલે સંસદમાં હોબાળો:ખડગેએ કહ્યું- જંતર-મંતર પર લાઠીચાર્જથી બાળકોનો અવાજ દબાવી રહી છે સરકાર; કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : એન્ડી બર્નહેમ બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા:10 વર્ષમાં સાતમા PM બન્યા; પાકિસ્તાની મૂળના શબાના મહેમૂદ નાણા મંત્રી બની શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : PMએ કહ્યું- 28 વર્ષના યુવાનો ઇતિહાસ રચી રહ્યા છે:રાહુલ પર કટાક્ષ, 56 વર્ષના યુવાનની વાત નથી કરી રહ્યો; પાછળ ઉભેલા રિજિજુ હસી પડ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : જેડી વેન્સના ઘરે ફરી ગુંજી કિલકારી:US ઉપરાષ્ટ્રપતિ રહેતા ચોથા બાળકના પિતા બન્યા, ઇતિહાસ રચ્યો, પત્ની ચોથું બાળક ઇચ્છતી નહોતી; વેન્સે જણાવ્યું- કેવી રીતે મનાવી ઉષાને વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : અમેરિકા-ઈરાન તણાવથી બ્રેન્ટ ક્રૂડ 90 ડોલર પાર:એક અઠવાડિયામાં 16% વધ્યો; ભારતમાં મોંઘવારીનું જોખમ, રૂપિયા-વિદેશી રોકાણ પર દબાણ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : રોહિત બોલ્યા- બૂમો નહીં પડે તો મજા નહીં આવે:નિવૃત્તિની અટકળોને નકારી કાઢી; ગિલ બોલ્યા- ટીમમાં આવી કોઈ ચર્ચા નથી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 26 જુલાઈથી શરૂ થશે શનિની ઊલટી ચાલ:વૃષભ, સિંહ અને મકર રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે; મેષ અને મીન રાશિના જાતકો સાવધાન રહે વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ જાપાનમાં માણસો માટે બનાવવામાં આવ્યું ફ્રિજ જાપાનમાં 'ડો રેઇમોન બોક્સ' નામનું માણસોનું ફ્રિજ બનાવવામાં આવ્યું છે. તેમાં 5-10 મિનિટ બેસવાથી શરીરનું તાપમાન ઝડપથી ઘટી જાય છે. તેને હીટવેવ અને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. 15 મિનિટમાં અસલી સોનું લઇને નકલી મેનેજર ખેલ કરી ગયો: ચેમ્બરની બાજુમાં લોકર રૂમ અને ગુપ્ત દરવાજો, ઇન્ટરવ્યૂ આપવા આવેલા લોકોને બેંકનો સ્ટાફ બનાવી દીધો 2. ગુજરાત એક્સપ્લેનર : ગુજરાતમાં આતંકનું નેટવર્ક, શું લોકોએ ડરવાની જરૂર છે: 42 મહિનામાં 42 આતંકી ઝડપાયા; મોદીના ગુજરાત પર મસૂદ અઝહરનો ડોળો કેમ, સમજો ગુજરાત ATSની સ્ટ્રેટેજી 3. Editor's View: વાંગચુક બીજા અન્ના હજારે કેમ ના બની શક્યા?: સાત કારણોથી બન્ને આંદોલનોની તુલના ખોટી, મોદીએ ઇન્દિરા ગાંધી જેવું ડેરિંગ ના કરવાનું ગણિત સમજો 4. પારકી પંચાત : મંત્રીજી લીંબુ ચમચી, ખો-ખો અને સાપસીડી રમ્યા: ભરતસિંહે કોંગ્રેસના કાર્યકરોને ઠપકો આપ્યો; ગોપાલભાઈએ ખેતરમાં દવા છાંટી, જુઓ VIDEO 5. ભાસ્કર એક્સપ્લેનર : શું કોકરોચ પાર્ટીનું સરકાર સાથે 'સમાધાન' થયું: સોનમ વાંગચુકની 3 શરતોમાંથી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ગાયબ, જેપી નડ્ડાને મળવા પહોંચ્યા CJP પ્રવક્તા 6. આજનું એક્સપ્લેનર: સરકારે સોનમ વાંગચુકને અચાનક કેમ ઉઠાવ્યા; 3 મોટા ફેક્ટર્સ, જો 24 કલાક વધુ લગાવ્યા હોત, તો શું બગડી જતું 7. મંડે મેગા સ્ટોરી : ISROને કોની 'નજર' લાગી ગઈ, ટોપ સાયન્ટિસ્ટ છોડી રહ્યા છે: શું સરકારની ભૂલથી અવકાશની દોડમાં ભારત પાછળ રહી જશે, અંદરખાને શું ચાલી રહ્યું છે 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: કર્ક રાશિના જાતકોનો શરૂઆતના પડકારો પછી ભાગ્યોદય થશે, સિંહ રાશિના જાતકોએ ગુસ્સા પર કાબૂ રાખવો (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    કોકરોચ જનતા પાર્ટી સમર્થકોની સંસદ માર્ચ:CJP બોલી- નિહથ્થાઓને માર્યા, લાઠીચાર્જ કર્યો; વાંગચુક બોલ્યા- અનશન નહીં તોડું
    Next Article
    Yuvraj Hits Bullseye Over Rohit, Kohli's Future. Makes Big Appeal To BCCI

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment