Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:દીપકેને ફ્લાઇટમાંથી પકડ્યો, CJPનું આજે ફરી જંતર-મંતર પર પ્રદર્શન; અમેરિકા રશિયા પાસેથી ડીઝલ ખરીદશે; પૂર્વ અગ્નિવીરોની ગુજરાત પોલીસમાં સીધી ભરતી

    7 hours ago

    નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર જંતર-મંતર પર CJI પ્રોટેસ્ટ સંબંધિત રહ્યા. બીજા મોટા સમાચાર ચેન્નઈમાં રાહુલ ગાંધીના છાત્રો કી ગુંજ કાર્યક્રમ સંબંધિત હતા. મોર્નિંગ બ્રીફમાં આગળ જાણીશું કે ટ્રમ્પે રશિયા સાથે કઈ ડીલ કરી ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. CJPની જંતર-મંતર કૂચ, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. 2. PM મોદીની ચેન્નાઈ મુલાકાત, ટ્રેનમાં મુસાફરી કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. CJP આજે ફરી વિરોધ પ્રદર્શન કરશે:ગઈકાલે દીપકે સહિત 7000 લોકોની અટકાયત; મેટ્રો સર્વિસ પર પ્રતિબંધને લઈ રવિવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દિલ્હી પોલીસની કડકાઈને કારણે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શનકારીઓ જંતર-મંતર પહોંચી શક્યા નહીં. પોલીસે CJPના નેતાઓ અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને વહેલી સવારે જ એરપોર્ટ પરથી કસ્ટડીમાં લીધા હતા. CJPએ સવારે 10 વાગ્યે જંતર-મંતર પર પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું, પરંતુ અનેક સ્થળોએ 3થી 5 સ્તરની બેરિકેડિંગ લગાવીને સમર્થકોને રોકવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટ રવિવારે તે અરજી પર સુનાવણી કરશે, જેમાં મેટ્રો-ટ્રેન સેવાઓ પર સંપૂર્ણ પ્રતિબંધના આદેશની કથિત અવગણના કરવા બદલ અધિકારીઓ સામે અવમાનના કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. CJPએ SIR અને મતદાર યાદીમાં કથિત ગેરરીતિઓના વિરોધમાં CEC જ્ઞાનેશ કુમરના રાજીનામાની માગને લઈને પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 2. રાહુલ બોલ્યા- લોકતંત્ર ખતમ કરનારાઓથી ડરશો નહીં:ચેન્નઈમાં 'છાત્રો કી ગુંજ'માં કહ્યું- મતચોરી થઈ રહી છે; દક્ષિણના 7.5 કરોડ યુવાનો પર ફોકસ રાહુલ ગાંધીનો ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમ ચેન્નાઈના આઇલેન્ડ ગ્રાઉન્ડ્સમાં યોજાયો. રાહુલે કહ્યું- લોકતંત્ર ખતમ કરનારાઓથી ડરવાની જરૂર નથી. 30 મિનિટના કાર્યક્રમમાં રાહુલે કહ્યું- સવાલ પૂછવો દરેક વિદ્યાર્થીની જવાબદારી છે. સરકાર તમિલનાડુ પર હિન્દી થોપી રહી છે. તમિલ સંસ્કૃતિ, ભાષા અને ઇતિહાસ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. તમારો મત ચોરી કરવામાં આવી રહ્યો છે. રાહુલ કોટા, દેહરાદૂન, પ્રયાગરાજ, પુણે અને ઇન્દોરમાં યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે આ કાર્યક્રમમાં વાત કરી ચૂક્યા છે. આ કાર્યક્રમ પહેલીવાર દક્ષિણ ભારતમાં યોજાઈ રહ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પની રશિયા સાથે ડીઝલ ડીલ:ટ્રમ્પે કહ્યું- આ સોદાથી દુનિયામાં તેલના ભાવ ઘટશે; સપ્ટેમ્બરમાં રશિયા પર પ્રતિબંધનો કાયદો બનાવાશે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયન ડીઝલ ખરીદવા પરનો પ્રતિબંધ 7 એપ્રિલ 2027 સુધી હટાવી દીધો છે. હવે અમેરિકા રશિયા પાસેથી ડીઝલ ખરીદી શકશે. રશિયાએ 2022માં યુક્રેન પર હુમલો કર્યો હતો. ત્યારબાદ અમેરિકાએ રશિયન તેલ પર પ્રતિબંધો લાદી દીધા હતા. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે, જ્યારે ઈરાન યુદ્ધ બાદ અમેરિકામાં ડીઝલના ભાવ વધી ગયા છે. હાલમાં ત્યાં ડીઝલ આશરે 6.28 ડૉલર પ્રતિ ગૅલનના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે યુદ્ધ પહેલાં તેની કિંમત આશરે 3.70 ડૉલર હતી. અમેરિકામાં 3 નવેમ્બરે મીડટર્મ ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં ઈંધણના વધતા ભાવો ટ્રમ્પ પ્રશાસન માટે પડકારરૂપ બન્યા છે. ભાવ ઘટાડવા માટે ટ્રમ્પ તેલ અને ડીઝલનો પુરવઠો વધારવા જેવા પગલાં લઈ રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ‘માફ કરજો, PM અંબાણીજી...’:તમે જ દેશના અસલી માલિક છો એ સમજવામાં મારાથી ભૂલ થઈ! સ્ટારલિંકનું લાયસન્સ અટકવા પર મસ્કનો કટાક્ષ સેટેલાઇટ ઇન્ટરનેટ સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીને લઈને કંપનીના માલિક ઈલોન મસ્કે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી પર કટાક્ષ કર્યો છે. મસ્કે સોશિયલ મીડિયા પર ‘ડિયર પ્રાઇમ મિનિસ્ટર અંબાણી’ લખતાં કહ્યું કે તેમને આ અંદાજ નહોતો કે ભારતમાં તેમનો આટલો પ્રભાવ છે. મસ્કે કહ્યું કે ભારતીય બજારમાં સ્ટારલિંક જેવી વિદેશી કંપનીઓને પણ પ્રવેશવાની મંજૂરી મળવી જોઈએ. તેમનું માનવું છે કે સ્પેક્ટ્રમની ફાળવણી એવી રીતે થવી જોઈએ કે માત્ર એક જ કંપનીનું વર્ચસ્વ ન રહે અને અન્ય કંપનીઓને પણ વ્યવસાયમાં સમાન તક મળે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ટ્રમ્પે નોબેલ ન મળવા પર નારાજગી વ્યક્ત કરી:કહ્યું- મેં 8 યુદ્ધો અટકાવ્યા, દરેક યુદ્ધ માટે શાંતિ પુરસ્કાર મળવો જોઈએ હતો, પિલ્લાઈને કોઈ ઓળખતું નથી ટ્રમ્પે નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવા પર ફરી એકવાર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે શુક્રવારે કહ્યું કે આ પુરસ્કાર તેમને ન આપીને નોર્વેએ પોતાના પર એવો ડાઘ લગાવી લીધો છે, જે ક્યારેય નહીં ભૂંસાય. ટ્રમ્પે આ નિર્ણયને શરમજનક અને અપમાનજનક ગણાવતા કહ્યું કે દરેક ઉકેલાયેલા યુદ્ધ માટે તેમને આઠ વખત પુરસ્કાર મળવો જોઈએ હતો. આ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર દક્ષિણ આફ્રિકાની ભૂતપૂર્વ યુએન માનવાધિકાર વડા નવી પિલ્લાઈને આપવામાં આવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે તેમના વિશે કોઈ જાણતું નથી. ટ્રમ્પે કહ્યું, નોબેલ પુરસ્કાર આજે એક ઉદારવાદી વ્યક્તિને આપવામાં આવ્યો છે, જે સંયુક્ત રાષ્ટ્રમાં કામ કરે છે અને જેના વિશે કોઈએ સાંભળ્યું નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. પૂર્વ અગ્નિવીરોની ગુજરાત પોલીસમાં સીધી ભરતી, કોઈ પરીક્ષા નહીં:સુરતમાં હર્ષ સંઘવીની જાહેરાત, 20 ટકા અનામતનો લાભ યથાવત પૂર્વ અગ્નિવીરોને ગુજરાત પોલીસમાં કોઈ પણ પરીક્ષા વિના નોકરી મળશે. ગૃહ વિભાગે 9 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર કરેલા સુધારા નિયમો મુજબ હવે પૂર્વ અગ્નિવીરોને પોલીસ વિભાગની નિર્ધારિત ગણવેશધારી જગ્યાઓ પર સીધી ભરતીની પ્રક્રિયામાં લેખિત પરીક્ષામાંથી પણ મુક્તિ મળશે. અગાઉ રાજ્ય સરકારે તેમને શારીરિક કાર્યક્ષમતા કસોટીમાંથી મુક્તિ આપી હતી. હવે બંને પરીક્ષામાંથી મુક્તિ મળતાં પોલીસમાં નોકરી મેળવવા ઇચ્છતા ભૂતપૂર્વ અગ્નિવીરો માટે ભરતી પ્રક્રિયા સરળ બનશે. આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પણ જાહેરાત કરી છે.આ ભરતીના નિયમો, યોગ્યતા અને શરતો અંગે સરકાર દ્વારા સત્તાવાર ઠરાવ (GR) પણ કરી દેવાયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'રાહુલ લલ બાબુઆ અને મમતા અર્બન નક્સલી':સુરતમાં ગિરિરાજ સિંહે વિપક્ષને 'છિપકલી પાર્ટી' કહી ઝાટક્યા, કહ્યું-'દેશદ્રોહીઓ સાથે મળી અરાજકતા ફેલાવે છે' સુરત સર્કિટ હાઉસ ખાતે ટેક્સટાઇલ ઉદ્યોગપતિઓ સાથે બેઠક બાદ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે વિપક્ષી નેતાઓ સામે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું હતું. ભાસ્કરના પ્રશ્ન પર તેમણે રાહુલ ગાંધી અને મમતા બેનર્જી પર સીધો પ્રહાર કરતાં જણાવ્યું કે, દેશના વિપક્ષી નેતાઓ વિદેશી તાકાતો અને દેશદ્રોહી તત્વોના હાથો બનીને કામ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે ત્યારે આ નેતાઓ દેશમાં અસ્થિરતા અને અરાજકતા ફેલાવવાના ષડયંત્રો રચી રહ્યા છે. રાહુલ ગાંધીને આડે હાથ લેતાં તેમણે 'લલબબુઆ' તરીકે સંબોધ્યા હતા અને મમતા બેનર્જીને શરૂઆતથી જ 'અર્બન નક્સલ' ગણાવી રાહુલ ગાંધી તેમની નકલ કરતા હોવાનો ગંભીર આરોપ મૂક્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ભાજપ અધ્યક્ષે કહ્યું- CJP અને રાહુલ ફેલાવી રહ્યા છે અરાજકતા:વિદેશી તાકાતો સાથે સાંઠગાંઠ, ખોટી વાતો ફેલાવીને જનાદેશનું અપમાન કરી રહ્યા છે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : માસ શૂટિંગથી થરથર્યું પેન્સિલવેનિયા, 9નાં મોત:ગર્ભવતી મહિલા અને માસૂમ બાળકો પર બેફામ ફાયરિંગ, લાશો ઢાળી હત્યારાએ ખુદને ગોળી મારી લીધી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : NIA ફ્લાયદુબઈ કોકપિટ હુમલાની તપાસ કરશે:એન્ટી-હાઇજેકિંગ એક્ટ હેઠળ FIR નોંધાઈ, ભારતીય પાઇલટ પર હુમલાના કાવતરાની તપાસ કરશે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : પનામામાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ, 400 ઇમારતોને નુકસાન:18 કલાકમાં વધુ 100 આંચકા આવ્યા, 9 દેશોમાં સુનામીની ચેતવણી જાહેર વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : જિયોના IPOની પ્રાઇસ બેન્ડ ₹1,065-1,119 હોઈ શકે:₹30,200 કરોડ એકઠા કરવાની યોજના, આ દેશનો સૌથી મોટો IPO હશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ભારત એક વર્ષમાં 300 છગ્ગા ફટકારનારી પ્રથમ ટીમ:ભારત સામે સૌથી મોટો T20 રનચેઝ; મેચમાં માત્ર બીજી વખત 500+ રન બન્યા વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : માડી તારા આવવાના એંધાણ થયા...: આજે હાથી પર સવાર થઈને આવશે મા, જાણો ઘટસ્થાપનથી દશેરા સુધીના મુહૂર્ત અને પૂજા-વિધિ વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ જુગાર રમવા માટે 14 લગ્ન અમેરિકામાં એક મહિલાએ જુગારની લત પૂરી કરવા માટે 14 લગ્ન કર્યા. તે લગ્ન બાદ પુરુષો પાસેથી પૈસા પડાવતી હતી. હવે કોર્ટે મહિલાને ₹2.7 કરોડ પરત કરવાનો આદેશ આપ્યો છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : સ્મગલરે કમરેથી પટ્ટો ખોલ્યો અને 1 કિલો સોનાના બિસ્કિટ પડ્યા: દાણચોરીની લગડીનું ડિસ્કાઉન્ટ પર વેચાણ, સ્વિટ્ઝરલેન્ડથી ગુજરાત માલ આવતો હોવાનો ઘટસ્ફોટ 2. ગરબા ગાઇડ : આદિત્ય ગઢવી અને ઐશ્વર્યા મજમુદાર આ વખતે ક્યાં પર્ફોર્મ કરશે?: કયા વેન્યૂ પર પાસની કેટલી કિંમત? જાણો ગુજરાતના તમામ ગરબાના ટાઈમિંગ્સ અને લોકેશન સાથેની સંપૂર્ણ વિગત 3. પારકી પંચાત હિંમત તો જુઓ, નેતાએ સરકારી ઓફિસને તાળું મારી દીધું: દાદાએ ટોન્ટ માર્યો અને અધિકારીઓ પેટ પકડીને હસ્યા; બાળકોના ખભે BJPનો ખેસ કોણ પહેરાવી ગયું? 4. ભાસ્કર એક્સપ્લેનર : પ્રોટેસ્ટ મૂળભૂત અધિકાર, તો પછી પોલીસની મંજૂરી કેમ જરૂરી?: કસ્ટડી અને ધરપકડમાં શું તફાવત છે, પ્રદર્શન સાથે જોડાયેલા 8 સવાલોના જવાબ 5. આજનું એક્સપ્લેનર : નિદાલ હસન કોણ છે, જેને અમેરિકા લાઈવ સજા-એ-મોત આપશે; 1936 પછી પહેલીવાર, આખરે ટ્રમ્પ આવું કેમ કરી રહ્યા છે? 6. ભાસ્કર એક્સપ્લેનર : તમે બહાદુર છો કે ડરપોક, જોશીલા છો કે સુસ્ત: બધો કેમિકલ લોચો છે; મેન્ટલ હેલ્થ ડે પર શરીરના હોર્મોન્સની રસપ્રદ કહાની 7. ભાસ્કર ઈન્ટરવ્યૂ : જામનગરની સંવેદના અજય દેવગનની વકીલ બની!: 'દૃશ્યમ 3’નો કોયડો ઉકેલતી ગાયત્રી મોહને પહેલો ભાગ જોયો જ નહોતો; કોર્ટરૂમનો મજેદાર કિસ્સો કહ્યો ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: મેષ-કન્યા અને તુલા રાશિ લોકોને નવરાત્રિનો પ્રારંભ ફળશે, કુંભ રાશિના જાતકોના વ્યવસાય પર માતાજીનો હાથ રહેશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    'CJP Is Their B-Team': Rekha Gupta's Dig At Rahul Gandhi, Arvind Kejriwal
    Next Article
    Happy Navratri 2026 Wishes: मां दुर्गा आईं आपके द्वार, करके आई माता 16 श्रृंगार... इन खूबसूरत मैसेज से दें अपनों को नवरात्रि की हार्दिक शुभकामनाएं

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment