Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CJPની ઘેરાબંધી માટે BJPનો 6-પોઇન્ટ પ્લાન:જંતર-મંતર બંધ, ઇન્ફ્લુએન્સર્સ અને વકીલોની ટીમ પણ તૈયાર, વિદેશી ફંડિંગ પર નજર

    12 hours ago

    10 ઓક્ટોબરે કોકરોચ જનતા પાર્ટી (CJP)એ CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે પ્રદર્શનની જાહેરાત કરી હતી, પરંતુ તેની મંજૂરી મળી નહોતી. બીજા દિવસે એટલે કે 11 ઓક્ટોબરે જંતર-મંતરને પ્રદર્શનો માટે બંધ કરી દેવામાં આવ્યું. ભીડ એકઠી થાય તે પહેલાં જ અલગ-અલગ સ્થળોએથી CJP લીડર્સ સહિત તમામ લોકોની અટકાયત કરી લેવામાં આવી. આ વ્યૂહરચના આંદોલન રોકવા માટેની જ નહીં, પરંતુ CJPનો પ્રભાવ ખતમ કરવા માટેની છે. BJPના સૂત્રોના જણાવ્યા અનુસાર, CJPનો સામનો કરવાની વ્યૂહરચના ટોચના સ્તરે ઘડવામાં આવી છે. મેદાનમાં કમાન BJP અધ્યક્ષ નીતિન નબીન સંભાળી રહ્યા છે. સૂત્રો જણાવે છે કે CJPની ઘેરાબંધી માટે 150થી વધુ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ, યુટ્યુબર્સ અને સિનિયર પત્રકારો મેદાનમાં ઉતારાયા છે. વકીલોની ટીમ કાનૂની ઘેરાબંધી કરી રહી છે. આગામી 2-3 મહિનામાં CJPના કથિત વિદેશી ફંડિંગનો પર્દાફાશ કરવાની પણ તૈયારી છે. સરકારનું પ્લાનિંગ અને નીતિન નબીનનું એક્શન BJP સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જુલાઈમાં CJPના વિરોધ પ્રદર્શનની અસર જોયા બાદ અત્યાર સુધીમાં ટોચના નેતૃત્વ દ્વારા 4 પગલાં લેવામાં આવ્યા છે: આ તમામ નિર્દેશો માત્ર 10 ઓક્ટોબર પૂરતા સીમિત નહોતા. પોલીસ તેના પર આગળ પણ કાર્યવાહી ચાલુ રાખશે. સૌથી પહેલાં સમજો… ધરણાસ્થળ જંતર-મંતરને કોણે અને કેવી રીતે હટાવ્યું? સૂત્રોએ જણાવ્યું કે જુલાઈમાં CJPનું વિરોધ પ્રદર્શન જોયા પછી ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં એક બેઠક મળી હતી. જેમાં નીતિન નબીન અને બી.એલ. સંતોષ સહિત 5-7 લોકો સામેલ હતા. કેટલાક પોલીસ અધિકારીઓ પાસેથી ઇનપુટ લીધા બાદ આ જ બેઠકમાં જંતર-મંતરને ધરણાસ્થળની યાદીમાંથી હટાવવાનો નિર્ણય લેવાયો હતો. સૂત્રોનું કહેવું છે કે, 'આનાથી બે ફાયદા થશે. પહેલો એ કે બહારથી આવનારા લોકોને અટકાવવાનો સમય મળી જશે. બીજો એ કે પ્રદર્શન માટે નક્કી કરાયેલાં ત્રણેય નવા સ્થળો - રામલીલા મેદાન, બુરાડી મેદાન અને પૂર્વ દિલ્હીનું સીબીડી મેદાન, જંતર-મંતર જેટલી સારી કનેક્ટિવિટી ધરાવતાં નથી.' બીજી બેઠક: 29 સપ્ટેમ્બર CJPની વધતી તાકાત પર નજર, આકલન કરી રિપોર્ટ તૈયાર કરવાના નિર્દેશ દિલ્હી BJP કાર્યાલયના અમારા સૂત્રએ જણાવ્યું કે, દિલ્હી હેડક્વાર્ટરમાં સવારે 10 વાગ્યાથી સાંજે આશરે 6.30 વાગ્યા સુધી બેઠક ચાલી હતી. જેમાં પાર્ટીના તમામ નવા પ્રભારીઓ અને સહ-પ્રભારીઓ સામેલ થયા હતા. બેઠકનો સત્તાવાર એજન્ડા સંગઠનાત્મક પ્રવૃત્તિઓનો હતો, પરંતુ મુખ્ય અંદરનો એજન્ડા CJPની વધતી તાકાત અને તેના આંદોલનમાં જોડાતી ભીડને અટકાવવાનો હતો. પ્રભારીઓને સૂચના આપવામાં આવી હતી કે તેઓ પોતાના રાજ્યોમાં CJPના વધી રહેલા પ્રભાવનો તાગ મેળવે અને તેના પર વિગતવાર અહેવાલ બનાવે. સૂત્ર મુજબ, પ્રભારીઓને કહેવામાં આવ્યું હતું કે તેઓ યુવાનો વચ્ચે જઈને સમજે કે યુવાનો CJP સાથે માત્ર અસ્થાયી રૂપે જોડાયેલા છે કે પછી તેને લઈને ગંભીર છે. BJP શાસિત રાજ્યોમાં પ્રભારીઓને પોલીસ સાથે સંકલન સાધીને કામ કરવાનો નિર્દેશ અપાયો હતો. બેઠકમાં એ પણ જણાવવામાં આવ્યું કે તમામ રાજ્યોની લોકલ ઇન્ટેલિજન્સ યુનિટ (LIU) CJP અને તેના પ્રભાવનું આકલન કરી રહી છે. ત્રીજી બેઠક: 9 ઓક્ટોબર પ્રદર્શન સામે કડકાઈ, વોટર કેનન-ટિયર ગેસ ન છોડવાનો નિર્ણય નીતિન નબીને BJP કાર્યાલયમાં રાષ્ટ્રીય મહાસચિવો સાથે 3 કલાકથી વધુ સમય સુધી બેઠક કરી હતી. તેનો એજન્ડા સંગઠનના મુદ્દા, યુવા આઉટરીચ અને SIR વિરોધ પ્રદર્શનોનો ફીડબેક લેવાનો હતો. બેઠકના કેન્દ્રમાં CJP પ્રોટેસ્ટનો મુદ્દો અને તેની સામે લડવાની રણનીતિ હતી. તમામ મહાસચિવો પોતાના રાજ્યોના પ્રભારીઓ પાસેથી CJP સંદર્ભે મળેલા ફીડબેક સાથે બેઠકમાં જોડાયા હતા. સૂત્ર અનુસાર, આ પછી બેઠકમાં CJP આંદોલન સામે કડકાઈ વર્તવા તથા પ્રદર્શનકારીઓ અને નેતાઓની અટકાયત કરવા અંગે સહમતિ બની હતી. જોકે, આ વખતે વોટર કેનન અને ટિયર ગેસનો ઉપયોગ ન કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. આ જ બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે નાનાથી લઈને મોટા સ્તરના તમામ કાર્યકરો SIRના સમર્થનમાં પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પોસ્ટ મૂકશે. આગામી 30 દિવસ સુધી આ મેસેજ કરવામાં આવશે. વ્હોટ્સએપ ગ્રૂપ્સ મારફતે આ સંદેશ તે જ દિવસે પાર્ટીના કાર્યકરોને મોકલી દેવાયો હતો. ચોથી બેઠક: 14 ઓક્ટોબર નીતિન નબીન, બી.એલ. સંતોષ અને મહાસચિવોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સૌથી મોટો મુદ્દો 10 ઓક્ટોબરે યોજાયેલા CJP પ્રોટેસ્ટ અને તેની અસરની સરખામણી જુલાઈ મહિનાના પ્રોટેસ્ટ સાથે કરવાનો હતો. આ જ બેઠકમાં ભવિષ્યની રણનીતિ પર ચર્ચા થઈ હતી. પાર્ટીએ આ સમગ્ર તૈયારીને 6 ભાગમાં વહેંચી છે: 1. CJP લીડર્સ અને જાણીતા પ્રદર્શનકારીઓની ઘેરાબંધી: આ માટે અત્યાર સુધીમાં 150થી વધુ ઇન્ફ્લુએન્સર્સની યાદી તૈયાર કરી લેવાઈ છે. આ ઇન્ફ્લુએન્સર્સ જમીન પર પણ ઉતરી ચૂક્યા છે. તેઓ CJP અને વિપક્ષ બંને વિરુદ્ધ નિવેદનો અને પુરાવાઓ એકત્રિત કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 10 ઓક્ટોબરે થયેલા વિરોધ પ્રદર્શનમાં પણ તેની અસર જોવા મળી હતી. છેલ્લી વખતે સરકાર સમર્થક મીડિયા ઘેરાયેલું દેખાયું હતું, જ્યારે આ વખતે સરકાર સામે આક્રમક રહેલા મીડિયા જૂથોને ઘેરવામાં આવ્યા હતા અને પ્રદર્શનકારીઓને પણ ઘેરવામાં આવ્યા હતા. અમે પૂછ્યું કે શું આ લોકોને પૈસા પણ આપવામાં આવી રહ્યા છે? ત્યારે સૂત્રએ જણાવ્યું – 'હા, આ યુવાન વયના ઇન્ફ્લુએન્સર્સ છે, પૈસા આપીશું તો જ સમય આપશે.' 2. નેરેટિવ બિલ્ડિંગ: આ હેતુ માટે સિનિયર પત્રકારોની યાદી બની રહી છે અને તેના પર કામ પણ શરૂ થઈ ગયું છે. તેમનું કામ CJP અને વિપક્ષ વિરુદ્ધ વાતાવરણ ઊભું કરવાનું અને ગંભીર નેરેટિવ સેટ કરવાનું છે. તેમના માટે જરૂરી સંશોધન (રિસર્ચ)નું કામ BJPની રિસર્ચ વિંગ અને IT સેલ કરી રહી છે. 3. BJPની ક્રિએટિવ સેલ દ્વારા વિપક્ષ અને CJP પર નિશાન સાધતા મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે. 4. વકીલોનું એક ખાસ જૂથ તૈયાર કરવામાં આવ્યું છે. તેઓ એવા દેશોની માહિતી એકત્ર કરશે જ્યાં સરકાર વિરુદ્ધ ખોટા આરોપો લગાવવામાં આવ્યા હોય અને બાદમાં તે સાબિત ન થતાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી હોય. આ ટીમ સરકાર સામે લગાવાયેલા આક્ષેપો પર કાનૂની દ્રષ્ટિએ સવાલ-જવાબ કરશે. આ વકીલોએ વિરોધી પક્ષોને અદાલતોની આંટીઘૂંટીમાં ફસાવવાનું કામ શરૂ પણ કરી દીધું છે. સૂત્રના જણાવ્યા મુજબ, રાહુલ ગાંધીની અરજી આ જ વ્યૂહરચનાનું પરિણામ છે. અરજીમાં રહેલી 14 ખામીઓનો પ્રચાર પણ ઝડપથી કરવામાં આવી રહ્યો છે. આ રાહુલ ગાંધીને ફરી એકવાર 'નોન-સિરીયસ લીડર' સાબિત કરવાનો પ્લાન કરેલો એજન્ડા છે. વિપક્ષ કે CJP જે સાબિત કરવા માંગે છે, તેના પુરાવા તેઓ ક્યારેય એકઠા કરી શકશે નહીં. 5. સૂત્ર મુજબ, આગામી 2-3 મહિનામાં CJPના વિદેશી ફંડિંગનો પર્દાફાશ કરવાની તૈયારી ચાલી રહી છે. જુલાઈ મહિનાથી જ આ અંગેનો ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે. અમે પૂછ્યું કે શું આવા કોઈ દસ્તાવેજો મળ્યા છે? જવાબ મળ્યો – 'આના પર કામ ચાલી રહ્યું છે. કેટલોક ડેટા તો મળ્યો છે, પરંતુ તે શું છે તે માત્ર ઉચ્ચ સ્તરના નેતાઓ જ જાણે છે. આ બાબતે ભારે ગુપ્તતા જાળવવામાં આવી રહી છે.' 6. કોકરોચ જનતા પાર્ટી સાથે જોડાયેલા પ્રદર્શનકારીઓ સામે લાંબી કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી છે. આ કાર્યવાહી કાયદાના દાયરામાં રહીને કરવામાં આવશે અને તેમની સાથે સંકળાયેલા લોકો સામે ગંભીર આરોપો પણ ટૂંક સમયમાં સામે આવવા લાગશે. CJPના આંદોલનનો સામનો કરવા માટે સરકાર અને પાર્ટીની આ વ્યૂહરચના અંગે અમે BJPનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારી આ મુદ્દે વાત કરવા તૈયાર થયા નહોતા. તેમનું કહેવું હતું કે આ અંગેનો નિર્ણય સરકાર જ કરશે અને આ વિષય પર કંઈ પણ બોલવું તેમના અધિકારક્ષેત્રમાં આવતું નથી.
    Click here to Read More
    Previous Article
    સ્ટ્રીટ ફુડ થશે વધુ સુરક્ષિત:200 વેપારીઓને હાઇજિન અને સ્વચ્છતા અંગે તાલીમ અપાઈ
    Next Article
    Trump Says Zelensky Should Get "Somebody Else" To Negotiate To End War

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment