Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મોદી સરકારને અલ્ટિમેટમ, CJPની કાલે ફરી દિલ્હી કૂચ, પતિના કટકા કરી બ્લુ ડ્રમમાં ભરનાર મુસ્કાન-પ્રેમીને ફાંસીની સજા, નવરાત્રિમાં વરસાદની આગાહી

    18 hours ago

    નમસ્તે, કેન્દ્ર સરકારે દિવાળી પહેલા રેલવે કર્મચારીઓને બોનસ આપવાની મંજૂરી આપી. મેરઠમાં પ્રેમી સાથે મળીને પતિ સૌરભ રાજપૂતની હત્યા કરનારી મુસ્કાનને ફાંસીની સજા સંભળાવવામાં આવી. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જાણો કે કોકરોચ જનતા પાર્ટીએ એકવાર ફરી દિલ્હી માર્ચની જાહેરાત કરી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લદ્દાખમાં ₹3350 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. 2. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એશિયન ગેમ્સના મેડલ વિજેતા એથ્લેટ્સ સાથે મુલાકાત કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. પતિના ટુકડા કરીને બ્લૂ ડ્રમમાં ભરનાર મુસ્કાનને ફાંસી:પ્રેમી સાહિલને પણ મોતની સજા; મેરઠ કોર્ટમાં કહ્યું- મારી દીકરીઓનું ધ્યાન રાખજો મેરઠમાં પ્રેમી સાથે મળીને પતિ સૌરભ રાજપૂતની હત્યા કરનાર મુસ્કાનને ફાંસીની સજા સંભળાવવામાં આવી. તેના પ્રેમી સાહિલને પણ કોર્ટે ફાંસીની સજા સંભળાવી. સજા સંભળાવતા જજે કહ્યું- અધર્મના કાર્ય માટે સજા આપવી એ ધર્મ છે. મુસ્કાન-સાહિલ, તમે બંનેએ જ સૌરભની નિર્દયતાપૂર્વક હત્યા કરી છે. તેથી માફી સ્વીકારવામાં નહીં આવે. સજા સંભળાવતા પહેલાં જેલમાં બંધ મુસ્કાન અને સાહિલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડવામાં આવ્યા. મુસ્કાન રસ્તોગી અને સાહિલ રડવા લાગ્યા. જજે મુસ્કાનને પૂછ્યું- તમે તમારા પતિ સૌરભ રાજપૂતની હત્યામાં દોષી છો, તમે કઈ સજા ઇચ્છો છો? તેણે જવાબ આપ્યો- મારી દીકરીઓની સંભાળ રાખવામાં આવે. ત્યારબાદ તે મૌન થઈ ગઈ. વાંચો સંપૂર્ણ સમાચાર 2. કોકરોચ પાર્ટી 16 ઓક્ટોબરે દિલ્હીમાં ફરી વિરોધ પ્રદર્શન કરશે:દીપકેએ કહ્યું- જેલમાં નાખી દો, પરવા નથી; સૌરવ-આશુતોષને 5 દિવસ માટે તિહાડ મોકલવામાં આવ્યા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ 16 ઓક્ટોબરે પ્રદર્શનની જાહેરાત કરી. દીપકેએ બુધવારે વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું કે, બધા લોકો 16 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે તિરંગો લઈને કનોટ પ્લેસ પહોંચે. આ લોકો મને પણ જેલમાં નાખી શકે છે, પરંતુ મને તેની પરવા નથી. દીપકે બુધવારે બપોરે દિલ્હી પહોંચ્યા હતા. એરપોર્ટની બહાર નીકળતી વખતે ભીડ તેમના પર બૂમો પાડવા લાગી. એક મુસાફરે કહ્યું- ભાઈ, દેશને કેમ ખરાબ કરી રહ્યો છે? તેના પર દીપકેએ માત્ર થમ્સ અપનો ઇશારો કર્યો અને ચૂપચાપ જતા રહ્યા. બીજી તરફ, CJPના પ્રવક્તા આશુતોષ રાંકા અને સૌરવ દાસને દિલ્હીની સ્પેશિયલ કોર્ટે 5 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાડ જેલ મોકલી દીધા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. રાહુલ વિરોધ પ્રદર્શનમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને સાથે લાવ્યા:વિદ્યાર્થિનીએ કહ્યું- પોલીસે પ્રાઇવેટ પાર્ટ પર માર્યું, વિદ્યાર્થીએ કહ્યું- ગુંડાઓના કહેવાથી અમને કસ્ટડીમાં લીધા રાહુલ ગાંધીની દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે. તેઓ SIR અને જ્ઞાનેશ કુમારના રાજીનામા વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન અટકાયતમાં લેવામાં આવેલા લોકોને પોતાની સાથે લાવ્યા છે. આ દરમિયાન એક વિદ્યાર્થિનીએ જણાવ્યું, મહિલાઓને પણ મારવામાં આવી હતી. મેં પોલીસને કહ્યું કે આ કુરુક્ષેત્રનું યુદ્ધ છે, જીતવું જ પડશે. બીજી એક વિદ્યાર્થીનીએ કહ્યું- પોલીસે મારા પ્રાઇવેટ પાર્ટ પર માર્યું. ગુંડાઓના કહેવા પર અમને અટકાયતમાં લેવામાં આવ્યા. રાહુલે આ પહેલાં મંગળવારે વિપક્ષી નેતાઓને લંચ પર બોલાવ્યા હતા. ઇન્ડિયા બ્લોકે અત્યાર સુધી SIR અને જ્ઞાનેશ કુમારના રાજીનામાના મુદ્દે 5 પ્રદર્શન કર્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. 'CJPને અમેરિકાથી ફંડ મળે છે':હોલીવુડ સિંગરનો આરોપ, PM મોદીના વિરોધી દીપકેને પૈસા મોકલી રહ્યા છે, ભારતમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ હોલીવૂડ સિંગર મેરી મિલબેને કોકરોચ જનતા પાર્ટીને અમેરિકાથી ફંડિંગ મળવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે PM નરેન્દ્ર મોદીના વિરોધી અમેરિકન ડોનર્સ અભિજિત દીપકેને પૈસા મોકલી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ આ પૈસાનો ઉપયોગ ભારતમાં અશાંતિ ફેલાવવા અને સરકારના કામમાં અડચણ ઊભી કરવા માટે કરવામાં આવી રહ્યો છે. મિલબેને X પર પોસ્ટ કરીને ભારતના યુવાનોને અવાજ ઉઠાવવાની અપીલ કરી. તેમણે લખ્યું, ‘આ ચૂપ રહેવાનો સમય નથી.’ તેમણે આરોપ લગાવ્યો, ‘તેઓ તે દેશમાંથી અમેરિકામાં અભ્યાસ કરેલી કોઈ વ્યક્તિને શોધે છે, તેને કટ્ટરવાદી બનાવે છે, પાછા દેશમાં મોકલે છે અને અરાજકતા તથા તબાહી ફેલાવવા માટે ભંડોળ પૂરું પાડે છે.’ વાંચો સંપૂર્ણ સમાચાર 5. નવરાત્રિમાં જ સરકારની દિવાળી ગિફ્ટ:11.40 લાખ રેલવે કર્મચારીઓને 78 દિવસનું દિવાળી બોનસ, જન્મથી 40% દિવ્યાંગોને પેન્શન; 3 મોટા નિર્ણયો કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં રેલવેના આશરે 11.40 લાખ પાત્ર કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ, તેના પર ₹2,009 કરોડનો ખર્ચ થશે. કેબિનેટે દિવ્યાંગ પેન્શનના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. હવે પેન્શન માટે 80%ની જગ્યાએ 40% દિવ્યાંગતા જરૂરી રહેશે અને પાત્રતા જન્મથી લાગુ થશે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કુલ 3 નિર્ણયો લેવામાં આવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 6. છેલ્લા નોરતાંની મજા બગડશે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી:19 ઓક્ટોબરે આ જિલ્લામાં મધ્યમ વરસાદ વરસી શકે ગુજરાતમાં આમ તો ચોમાસાની વિદાય થઈ ચૂકી છે અને ઓક્ટોબર મહિનામાં પણ લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. તેની વચ્ચે હવામાન વિભાગ તરફથી નવરાત્રિના અંતિમ દિવસે એટલે કે 19 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી. નવમા નોરતે વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે. એક તરફ ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરા નગરહવેલીમાં 19 ઓક્ટોબરે છુટાછવાયા વરસાદની શક્યતા છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. કોંગ્રેસ કાર્યાલય પર હલ્લાબોલ બાદ શાહીકાંડમાં કાર્યવાહી સામે વિરોધ:MP ગેનીબેન ઠાકોર, કિરીટ પટેલ સહિતનો રેલી સ્વરૂપે વિરોધ, SPના આશ્વાસન બાદ આંદોલન સમેટ્યું પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બનેલી ઘટનામાં કોંગ્રેસના બે મહિલા કાર્યકરો સામે નોંધાયેલી એફઆઈઆર (FIR) અને પોલીસ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરોએ વિશાળ રેલી યોજી બી. ડિવિઝન પોલીસ મથકે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા ખોટી કલમો રદ કરવા, જામીન માટે પોલીસ એફિડેવિટ રજૂ કરવા તેમજ ભાજપના કાર્યકરો સામે વળતી ફરિયાદ દાખલ કરવાની સ્પષ્ટ માંગ કરવામાં આવી છે. જોકે, એસપીએ કોંગ્રેસ નેતાઓને આશ્વાસન આપતા આંદોલન સમેટી લીધું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : રાહુલ-પ્રિયંકા ઇન્ડિયા ગેટ પર અંકિતા ભંડારીના માતા-પિતાને મળ્યા:દુષ્યંત ગૌતમને રાજ્યપાલ બનાવવાનો વિરોધ, 2022માં રિસોર્ટમાં પુત્રીની હત્યા થઈ હતી (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : ઇઝરાયલમાં પાકિસ્તાની પાઇલટો માટે નો-એન્ટ્રી:નેતન્યાહૂ સરકારે પ્રતિબંધ મૂક્યો; રાજદ્વારી સંબંધો ન ધરાવતા દેશોના ક્રૂ પર કડક કાર્યવાહી (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું:જર્મની-દિલ્હી ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ, અમદાવાદ ATCને મળ્યો કેપ્ટન સ્મિતની ફ્લાઇટ જેવો જ મેસેજ (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : મસ્કે યુક્રેનમાં સ્ટારલિંક ઇન્ટરનેટની સ્પીડ ઘટાડી:રશિયા સામે સેનાના ઓપરેશનો પર અસર, મસ્ક ભારતમાં પણ આ જ સર્વિસ શરૂ કરવા માંગે છે (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : દિવાળીમાં આમ આદમીનું બજેટ બગડશે:જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં ઉછાળો, જથ્થાબંધ મોંઘવારી 5 મહિનામાં સૌથી વધુ (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : 15 ઓક્ટોબરે યોજાનારી IPLની રિવ્યૂ મિટિંગ મોકૂફ:એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓના સન્માન સમારોહને કારણે નિર્ણય; નવી તારીખની જાહેરાત નહીં (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સોનાના યંત્રમાં વસે છે મા અંબા!:રામને મળ્યું અજય બાણ ને કાનુડાનું થયું મુંડન; 140 કિલો સોનાના શિખરથી ઝળહળતા અંબાજી ધામની દિવ્ય ગાથા (વાંચો સંપૂર્ણ ગાથા) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ચાલતા ટ્રકમાં વર-વધૂએ લીધા 7 ફેરા હરિયાણાના ગુરુગ્રામમાં વર-વધૂએ ચાલતા ટ્રકમાં 7 ફેરા લીધા. ટ્રકને મેરેજ હોલની જેમ સજાવવામાં આવ્યો હતો, મંડપ પણ બનાવવામાં આવ્યો હતો. આ અનોખા લગ્નનો વીડિયો હવે વાયરલ છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ગુજરાત એક્સપ્લેનર : પાકિસ્તાનના દાંત ખાટા કરશે 'INS માંગરોળ': નેવીની વોરશિપને સોરઠના શહેરનું નામ; '71ના યુદ્ધમાં નેવીની છ શિપ માંગરોળ બંદરે લાંગરી'તી 2. Editor's View : કેપ્ટન સ્મિતનાં મોઢામાં સિક્રેટ ગોળી કોણે નાખી?: દુબઇ પોલીસે માલદીવના બે પાઇલટને ઉઠાવ્યા, હુમલાખોર સાથે ખતરનાક કનેક્શન, હવે મોટો ધડાકો થશે 3. રિક્ષાવાળો, ફળવાળો, કપડાવાળો, અસલમાં બધા હતા પોલીસકર્મી: ચાની કીટલી પાસે એવી જાળ પાથરી કે 12 વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાઇ ગયો 4. પારકી પંચાત : ગરબામાં વાગ્યું 'ખલનાયક હૂં મૈં': ભાજપના MLAએ ગ્રાઉન્ડમાં રોલર ફેરવી દીધું, ગાંધીનગરમાં ચૂંટણી પરિણામો પછી સીન થયો, જુઓ VIDEO 5. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : ટ્રેનમાં ₹10ના ચોખાની બિરયાની ₹100માં: ટેન્ડર કોઈનું, પેન્ટ્રી બીજા ચલાવી રહ્યા છે; બોલ્યા- રોજ સવા લાખ ભાડું, ચા વેચો કે દારૂ, મેનેજરને મતલબ નહીં 6. આજનું એક્સપ્લેનર: પહેલાં ડિફેન્સિવ, હવે રાહુલ ગાંધી પર એગ્રેસિવ, ભાજપની કાઉન્ટર સ્ટ્રેટેજી કેવી રીતે બદલાઈ; જ્ઞાનેશ કુમારના રાજીનામાની ઝુંબેશમાં હવે આગળ શું? 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ ગુરુવારનું રાશિફળ:તુલા રાશિના જાતકોની મહેનત રંગ લાવશે, કુંભ રાશિના નોકરિયાત વર્ગ માટે લાભના સંકેત (વાંચો સંપૂર્ણ રાશિફળ)
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી પહેલાં ઈરાન પર હુમલો કરવા માંગતા નથી નેતન્યાહૂ:કહ્યું- તેહરાન હુમલો કરશે તો પણ વિરોધીઓ મને જવાબદાર ઠેરવશે; 27 ઓક્ટોબરે મતદાન
    Next Article
    Hospitals, MSMEs, Incentives: Delhi's Rs 1,000 Crore Industry Push

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment