Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મજદૂર માંગણીઓને લઈ CITU દ્વારા કલેક્ટરને આવેદન:​આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસે કામદારોની ગર્જના; 26 હજાર લઘુત્તમ વેતન અને શ્રમ કાયદા રદ કરવા કલેક્ટરને અપાયું આવેદન.

    15 hours ago

    ​આજે પહેલી મે એટલે કે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ અને ગુજરાત સ્થાપના દિવસના અવસરે જૂનાગઢમાં કામદાર એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. સેન્ટર ઓફ ઇન્ડિયા ટ્રેડ યુનિયન (CITU) દ્વારા શ્રમિકોના હિત અને પડતર પ્રશ્નોના ઉકેલ માટે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે વિશાળ રેલી યોજી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં શ્રમિકો લાલ ઝંડા સાથે ઉમટી પડ્યા હતા અને પોતાની વિવિધ માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરી હતી. ​CITU ગુજરાતના ઉપપ્રમુખ બટુકભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે ગુજરાતની સ્થાપના પાછળ શ્રમિકો અને લાલ ઝંડાવાળા આંદોલનકારીઓનો મોટો ફાળો રહ્યો છે. તેમણે મૂડીવાદી માનસિકતા સામે રોષ વ્યક્ત કરતા કહ્યું કે શ્રમિકોએ વર્ષોના સંઘર્ષ અને કુરબાની બાદ જે ૨૯ શ્રમ કાયદાઓ મેળવ્યા હતા, તેને કેન્દ્ર સરકારે બદલીને માત્ર ૪ સંહિતામાં રૂપાંતરિત કરી દીધા છે. આ નવા કાયદાઓ શ્રમિકોના બદલે મોટા મૂડીપતિઓ અને બહુરાષ્ટ્રીય કંપનીઓના હિતમાં હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો અને તેને તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ કરી હતી. ​આવેદન પત્રમાં મુખ્યત્વે આર્થિક સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો છે. યુનિયન દ્વારા માંગ કરવામાં આવી છે કે વર્તમાન મોંઘવારીને ધ્યાને રાખીને દરેક કામદારનો લઘુત્તમ માસિક પગાર 26,000 રૂપિયા નક્કી કરવામાં આવે. આ ઉપરાંત નિવૃત્ત કામદારોને મળતું પેન્શન અત્યંત ઓછું હોવાથી તેને વધારીને માસિક 10,000 રૂપિયા કરવાની માંગણી પણ પ્રબળ રીતે ઉઠાવવામાં આવી છે. ખાસ કરીને આંગણવાડી, આશા વર્કર અને મધ્યાહન ભોજન યોજનામાં ફરજ બજાવતા કર્મચારીઓને શોષણમાંથી મુક્તિ આપી તેમને કાયમી સરકારી કર્મચારીનો દરજ્જો આપવા માટે રજૂઆત કરાઈ છે. ​ગામડાના શ્રમિકો માટે પણ મનરેગા યોજનાને ફરી વેગવંતી બનાવવા અને જૂની પેન્શન યોજના અમલી બનાવવા પર ભાર મુકાયો છે. મોંઘવારીના માર સામે રક્ષણ આપવા માટે જીવન જરૂરી ચીજવસ્તુઓ રાહત દરે રેશનકાર્ડ દ્વારા પૂરી પાડવાની પણ માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત વીજળીના નવા કાયદા અને વીમા ક્ષેત્રે 100 ટકા વિદેશી રોકાણને મંજૂરી આપવાના સરકારના નિર્ણયને જનતા વિરોધી ગણાવી તેને પાછો ખેંચવા અપીલ કરવામાં આવી છે. અંતમાં CITU દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો શ્રમિકોની આ ન્યાયિક માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. કલેક્ટર મારફતે આ આવેદન પત્ર ભારતના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીને મોકલી આપી યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી છે. આજના આ કાર્યક્રમમાં ખેડૂતો, ખેત મજદૂરો અને વિવિધ ક્ષેત્રના શ્રમિકો એકઠા થઈને પોતાની એકતાનું પ્રદર્શન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ચંદ્રુમાણા ગામે શ્રી ગોગા મહારાજની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા:વાસુદેવ હરગોવિંદ વ્યાસ પરિવારે નૂતન મંદિરનું નિર્માણ કરાવ્યું
    Next Article
    'નાગરિકોના ખિસ્સામાંથી 35 લાખ કરોડની લૂંટ ચલાવી':કોંગ્રેસે જાન્યુઆરીથી આજ સુધીમાં સિલિન્ડરના ભાવમાં 1500નો વધારો ઝિંકાયાનો આક્ષેપ કર્યો, સરકાર હિસાબ આપે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment