Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'નાગરિકોના ખિસ્સામાંથી 35 લાખ કરોડની લૂંટ ચલાવી':કોંગ્રેસે જાન્યુઆરીથી આજ સુધીમાં સિલિન્ડરના ભાવમાં 1500નો વધારો ઝિંકાયાનો આક્ષેપ કર્યો, સરકાર હિસાબ આપે

    16 hours ago

    કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં જંગી વધારો ઝીંકવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર 993 રૂપિયા મોંઘો થઈ ગયો છે. પહેલા 2078 રૂપિયા ભાવ જે વધીને હવે 3091 રૂપિયા થઈ ગયો છે. જંગી ભાવ વધારો ઝીંકવામાં આવતા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. ભાવ વધારો કરવામાં આવ્યા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક હાલાકી ભોગવવી પડે એવી સ્થિતનું નિર્માણ થયું હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જાન્યુઆરીથી આજદિન સુધી 1500 રૂપિયા ભાવ વધારો કરાયો હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. સરકારે નાગરિકોને ખિસ્સામાંથી 35 લાખ કરોડ રૂપિયાની લૂંટ ચલાવી હોવાનો પણ આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. 2026ની શરૂઆતથી જ સતત 7મી વખત ભાવ વધારો કરવામાં આવ્યો ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત અને સમગ્ર દેશમાં સૌથી મોટી સરકાર મોદી સરકારના પાપે સતત કોમર્શિયલ ગેસની અંદર ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસમાં વધારાના કારણે દેશમાં જે રેસ્ટોરન્ટ ચાલે છે અને નાના-નાના ધાબા ચાલે છે તે તમામ પર સીધી અસર થવાની છે. કોમર્શિયલ ગેસમાં ભાવ વધારો કરવાના કારણે અનેક એવી મોઘવારી પર અસર થવાની છે. 2026ની શરૂઆતથી જ સતત 7મી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. જ્યારે આજે 900 રૂપિયા કરતા વધુનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. જાન્યુઆરીથી લઈને આજદિન સુધીમાં 1500 રૂપિયા જેટલો વધારો એટલે કે બમણા ભાવ કરી દેવામાં આવ્યા છે. મોંઘવારીના માર સામે દેશની જનતાએ તૈયાર રહેવું પડશે ભાજપ સરકાર પર પ્રહાર કરતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, હજુ બીજો ભાવ વધારો રાહ જોવે છે કારણ કે સાહેબ ચૂંટણીમાંથી મુક્ત થઈ ગયા છે. આગામી સમયમાં મોંઘવારીના માર સામે દેશની જનતાએ તૈયાર રહેવું પડશે. મોદી સરકાર પોતાની એનર્જી મેનેજમેન્ટ કરવામાં નિષ્ફળ ગઈ છે. 2014માં અચ્છે દિનનો નારો આપવામાં આવતો હતો. જ્યારે 2026માં સૌથી મોંઘી સરકાર ગરીબ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો આર્થિક હાલાકી ભોગવે તેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. સરકાર છેલ્લા એક વર્ષમાં એનર્જી મેનેજમેન્ટ ક્ષેત્રમાં શું કામ કર્યું ? કોમર્શિયલ ગેસ અને પેટ્રોલ ડીઝલનો જથ્થો કેટલો ઉપલબ્ધ છે તેની વાત જનતા સામે કરવી જોઈએ. આંતરરાષ્ટ્રીય ફ્રુડ બજારમાં સૌથી સસ્તું ફ્રુડ હતું 35 લાખ કરોડ રૂપિયાની લૂંટ ચલાવી હોવાના આક્ષેપ સાથે ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, મનકી બાત માટે કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ સામાન્ય લોકોની વાત ક્યારે થશે તે કહેવું ખૂબ જરૂરી છે. જેથી અમે માંગ કરીએ છીએ કે આ ભાવ વધારો પરત લેવામાં આવે કારણ કે આના કારણે મોંઘવારી આસમાન સુધી જશે તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા માટે આપડે માનસિક તૈયારી રાખવાની છે. ગમે ત્યારે 20થી 25 રૂપિયાનો ભાવ વધારો દેખાઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ફ્રુડ બજારમાં સૌથી સસ્તું ફ્રુડ હતું, જે ભાવ ઘટાડાનો લાભ દેશની જનતાને આપવામાં આવ્યો નથી. દેશના સામાન્ય નાગરિકોના ખિસ્સામાંથી 35 લાખ કરોડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. તેનો પણ સરકારે હિસાબ આપવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    મજદૂર માંગણીઓને લઈ CITU દ્વારા કલેક્ટરને આવેદન:​આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસે કામદારોની ગર્જના; 26 હજાર લઘુત્તમ વેતન અને શ્રમ કાયદા રદ કરવા કલેક્ટરને અપાયું આવેદન.
    Next Article
    Rajkot Summer Update News | રાજકોટમાં હિટવેવને લઈ સિવિલ તંત્ર સજ્જ | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment