Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાખોનો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર:અલકાપુરીમાંથી લાખોનો ગેરકાયદેસર હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો; CID ક્રાઇમ ANTF ટીમની મોટી કાર્યવાહી

    1 week ago

    ગુજરાત રાજ્ય સી.આઈ.ડી. (CID) ક્રાઈમ અને રેલ્વેઝ, ગાંધીનગર હસ્તકની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (A.N.T.F.) વડોદરા ઝોનની ટીમને ડ્રગ્સ માફિયાઓ સામે મોટી સફળતા મળી છે. સંસ્કારી નગરી વડોદરાના અત્યંત પોશ ગણાતા અલકાપુરી વિસ્તારમાંથી વિદેશી મોંઘોદાટ ગેરકાયદેસર હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ ઓપરેશનમાં પોલીસે કુલ રૂપિયા 88,69,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે ડ્રગ્સ નેટવર્ક ચલાવતા એક મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ‘વાત્સલ્ય ફ્લેટ’માં ચાલતું હતું ડ્રગ્સનું નેટવર્ક પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વડોદરાના જેતલપુર રોડ, અલકાપુરી ખાતે આવેલા ‘વાત્સલ્ય ફ્લેટ’ના એક મકાનમાં માદક પદાર્થનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની ચોક્કસ અને ખાનગી બાતમી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સને મળી હતી. બાતમીમાં બહાર આવ્યું હતું કે, શાહીદખાન પઠાણ નામનો શખ્સ આર્થિક લાભ મેળવવા અને શહેરમાં હાઈપ્રોફાઈલ ગ્રાહકોને વેચાણ કરવાના ઈરાદે આ નશાનો કાળો કારોબાર ચલાવી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે ANTF ના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી.ડોડીયા, જે.ઝેડ.વસાવા તથા અન્ય પોલીસ સ્ટાફની સંયુક્ત ટીમે ફ્લેટ પર આકસ્મિક દરોડો (રેડ) પાડ્યો હતો. બંધ મકાનમાંથી 2.4 કિલો હાઇબ્રિડ ગાંજો અને નોટો ગણવાનું મશીન મળ્યું પોલીસ ટીમે જ્યારે ફ્લેટના બંધ મકાનનો દરવાજો ખોલાવીને ઝીણવટભરી તપાસ કરી, ત્યારે ત્યાં હાજર સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો. મકાનની અંદરથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત ધરાવતો કુલ 2.466 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજાનો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો હતો. નશાના આ કારોબારના પુરાવા તરીકે પોલીસે ઘટનાસ્થળેથી માત્ર ડ્રગ્સ જ નહીં, પરંતુ ગ્રાહકો પાસેથી મેળવેલા રોકડા રૂપિયા, ડ્રગ્સ જોખવા માટેનો ઇલેક્ટ્રોનિક વજનકાંટો અને રોજિંદા લાખો રૂપિયાની કમાણી ગણવા માટે રાખવામાં આવેલું સ્પેશિયલ 'પૈસા ગણવાનું મશીન' પણ જપ્ત કર્યું છે. આ તમામ સામગ્રી મળીને પોલીસે કુલ રૂ. 88,69,200નો મુદ્દામાલ કબજે લીધો છે. NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ આ મસમોટા ડ્રગ્સ રેકેટ સંદર્ભે ANTF રાજકોટ ઝોનના હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ કડકીયાભાઈની સત્તાવાર ફરિયાદના આધારે ફરાર આરોપી શાહીદખાન પઠાણ (રહે. 101, વાત્સલ્ય ફ્લેટ, ન્યુ ઇન્ડીયા મીલનો ખાંચો, જેતલપુર રોડ, અલકાપુરી, વડોદરા) વિરૂદ્ધ ગુનાહિત કાવતરું રચવા અને નશાકારક પદાર્થો રાખવા બદલ 'NDPS એક્ટ' (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ કેસની આગળની ઊંડાણપૂર્વકની તપાસ વડોદરાના સ્થાનિક અકોટા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને વડોદરાના કયા કયા પેડલર્સ કે નશેડીઓ આ શાહીદખાનના સંપર્કમાં હતા, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    હળવદના કોયબાની રબ્બર ફેક્ટરીમાં ભીષણ આગથી ધૂમાડાના ગોટેગોટો:મોરબી, સુરેન્દ્રનગર સહિત 4 શહેરોની ફાયર ફાઇટરોને બોલાવાઈ, 'મેજર કોલ' જાહેર
    Next Article
    અમદાવાદની મ્યુનિ. શાળાઓમાં હવે સૂર સંગીતના સ્વર ગૂંજશે:શિક્ષકોની સંગીતની આંતરરાષ્ટ્રી કક્ષાની અપાશે તાલીમ, જાપાનથી મ્યુઝિક માટે આવશે ખાસ ટીમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment