Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિફ્ટ સિટીમાં 'CHRO કોન્કલેવ-2026'માં AI યુગના HR પડકારો પર મંથન:નિષ્ણાતોએ કહ્યું, AI લર્નિંગથી ડેટા એનાલિસિસ તો કરી શકાય, પરંતુ નિર્ણય લેવાની પ્રક્રિયામાં માનવ કેન્દ્રસ્થાને રહેશે

    2 days ago

    ટેકનોલોજીના ઝડપી બદલાવ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI)ના આક્રમણ વચ્ચે માનવ સંસાધન ક્ષેત્રે આવી રહેલા પરિવર્તનોને સમજવા માટે ગણપત યુનિવર્સિટી દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ક્લબ ખાતે આજે "CHRO Conclave: 2026"નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશભરના નામાંકિત ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર્સ , ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને શિક્ષણવિદોએ એકમંચ પર આવીને ભવિષ્યની જરૂરિયાતો અને ટેલેન્ટ મેનેજમેન્ટ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. આજના વર્તમાન સમયમાં જ્યારે એઆઈ દરેક ક્ષેત્રમાં પગપેસારો કરી રહ્યું છે, ત્યારે એચઆર ક્ષેત્ર તેનાથી અલિપ્ત રહી શકે તેમ નથી. આ કોન્કલેવનો મુખ્ય હેતુ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના આ દોરમાં એચઆર પ્રોફેશનલ્સને નવી દિશા આપવાનો અને આગામી પેઢીને 'ફ્યુચર-રેડી' બનાવવાનો છે. 'કોન્કલેવ ઇન્ડસ્ટ્રી અને એકેડેમિયા વચ્ચેના અંતરને ઘટાડવા સેતુ સમાન સાબિત થશે' ગણપત યુનિવર્સિટીના ગ્રુપ પ્રો-ચાન્સેલર ડો. મહેન્દ્ર શર્માએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, બદલાતા સમય સાથે ઉદ્યોગોની જરૂરિયાતો બદલાઈ રહી છે. ડિજિટલ યુગમાં માત્ર ડિગ્રી પૂરતી નથી, પરંતુ નવી ટેકનોલોજી સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા કેળવવી અનિવાર્ય છે. આ કોન્કલેવ ઇન્ડસ્ટ્રી અને એકેડેમિયા વચ્ચેના અંતરને ઘટાડવા માટે એક સેતુ સમાન સાબિત થશે. 'AI લર્નિંગથી ડેટા એનાલિસિસ તો કરી શકાય, પરંતુ....' આજે દિવસભર ચાલેલા આ સેમિનારમાં વિવિધ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ક-ફોર્સ પ્લાનિંગ અને લીડરશીપ ડેવલપમેન્ટ જેવા ગંભીર વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. એચઆર નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભવિષ્યમાં એવા નેતૃત્વની જરૂર પડશે જે ટેકનોલોજી અને માનવીય લાગણીઓ વચ્ચે સંતુલન જાળવી શકે. AI મશીન લર્નિંગ દ્વારા ડેટા એનાલિસિસ તો કરી શકાય છે, પરંતુ નિર્ણય લેવાની પ્રક્રિયામાં માનવીય સૂઝબૂઝ અને સહાનુભૂતિ હંમેશા કેન્દ્રસ્થાને રહેશે. કયા પ્રકારની સ્કિલ્સ ડેવલપ કરવી તે અંગે મૂલ્યવાન માર્ગદર્શન આ કોન્કલેવમાં સહભાગી થયેલા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને ઉદ્યોગપતિઓના પ્રત્યક્ષ અનુભવોમાંથી ઘણું શીખવા મળ્યું હતું. ખાસ કરીને યુવા પ્રતિભાઓને કેવી રીતે ઓળખવી, તેમને કેવી રીતે ટકાવી રાખવી અને વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે કયા પ્રકારની સ્કિલ્સ ડેવલપ કરવી તે અંગે મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ગણપત યુનિવર્સિટીની આ પહેલથી શિક્ષણ જગતમાં પણ પ્રેક્ટિકલ એપ્રોચ વધશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. અંતમાં, આધુનિક વ્યવસાયિક વાતાવરણમાં શ્રેષ્ઠ પ્રેક્ટિસિસ અપનાવીને કેવી રીતે સંસ્થાકીય ગ્રોથ હાંસલ કરી શકાય તે મુદ્દા સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીએ સીઝનનો હાઈએસ્ટ સ્કોર બનાવ્યો:પંજાબને 265નો ટાર્ગેટ આપ્યો; લાઇફલાઈન મળ્યા બાદ રાહુલે ધૂઆંધાર બેટિંગ સાથે નોટઆઉટ 152 રન ફટકાર્યા
    Next Article
    મતદાન મથકો પર મંડપ, પાણીની તેમજ મેડિકલ ટીમની વ્યવસ્થા:આવતીકાલે કાળઝાળ ગરમી ને મતદાન, વહીવટી તંત્રે તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment