Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દોઢ કલાકમાં હર્નીયાની સફળ સર્જરી:થલતેજ CHC ખાતે રિક્ષાચાલકના પુત્રની હર્નિયાની જટિલ સર્જરી સફળ, PMJAY હેઠળ તદ્દન મફત સારવાર

    1 day ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત થલતેજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ના તબીબોએ એક મોટું અને પ્રશંસનીય સફળ ઓપરેશન પાર પાડ્યું છે. થલતેજ CHC ખાતે 21 વર્ષીય વિદ્યાર્થી ક્રિષ એ. પાલની સારણગાંઠ એટલે કે હર્નિયા (Hernia) ની અત્યંત જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ ગરીબ વિદ્યાર્થીને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ આ મોંઘી સર્જરીનો તમામ લાભ તદ્દન નિઃશુલ્ક (મફત) પૂરો પાડવામાં આવ્યો છે. દોઢ કલાક ચાલી જટિલ સર્જરી મેડિકલ રિપોર્ટ અનુસાર, રિક્ષાચાલકના પુત્ર એવા વિદ્યાર્થી ક્રિષને ‘રાઇટ ઇન્ડાયરેક્ટ ઇન્ગ્વાઇનલ હર્નિયા’ (Right Indirect Inguinal Hernia) નું નિદાન થયું હતું. તેને સાથળના ભાગમાં અસહ્ય સોજો અને પેટની અંદરની દિવાલમાં સ્નાયુની મોટી ગાંઠ થઈ ગઈ હતી. ગત 27 મે, 2026ના રોજ સવારે 10.30 વાગ્યાથી બપોરે 12.00 વાગ્યા સુધી એટલે કે અંદાજે દોઢ કલાક સુધી આ ઓપરેશન ચાલ્યું હતું. જનરલ એનેસ્થેશિયા (દર્દીને સંપૂર્ણ બેભાન કરીને) હેઠળ કરવામાં આવેલી આ સર્જરી મુખ્ય સર્જન ડૉ. હિતેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે એનેસ્થેશિયાની મહત્વની જવાબદારી ડૉ. મોનિકાએ સંભાળી હતી. HPV વેક્સિન ડ્રાઇવ દરમિયાન પિતાએ કરી હતી રજૂઆત આ સમગ્ર સર્જરીની પૃષ્ઠભૂમિ અંગે માહિતી આપતાં ડૉ. ચેતન ચૌધરીએ જણાવ્યું હતું કે, થોડા સમય અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલી HPV વેક્સિન ડ્રાઇવ દરમિયાન આ વિદ્યાર્થીના પિતાએ ત્યાં હાજર તબીબોને પોતાના પુત્રને સારણગાંઠની ગંભીર સમસ્યા હોવાનું જણાવ્યું હતું અને સરકારી હોસ્પિટલમાં ઓપરેશનની શક્યતાઓ અંગે પૂછપરછ કરી હતી. કાઉન્સેલિંગ બાદ તબીબોએ થલતેજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે જ આ સર્જરી કરવાનું આયોજન કર્યું હતું. CHC સેન્ટર માટે મોટી સિદ્ધિ સામાન્ય રીતે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) કક્ષાએ આવી મોટી અને જટિલ સર્જરીઓ કરવી તબીબી સ્ટાફ અને સાધનોની મર્યાદા વચ્ચે ખૂબ જ પડકારજનક હોય છે. આમ છતાં, થલતેજના તબીબોની ટીમે આ પડકાર ઝીલીને ઓપરેશન સફળ બનાવ્યું છે. આ સફળતાના સમાચાર વાયુવેગે પ્રસરતા હવે આસપાસના વિસ્તારોમાંથી પણ સામાન્ય વર્ગના લોકો આવી સર્જરીઓ માટે CHC સેન્ટર ખાતે પૂછપરછ કરવા લાગ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ચોટીલા પંથકમાં કેસુડાનાં ફૂલોને સૂકવીને પ્રાકૃતિક પાક સંરક્ષણ:ભેટસૂડા ગામનાં મહિલા ખેડૂત રંજનબેનને કંપનીએ બિરદાવ્યા, 30 મહિલાના ઘરે પ્રાકૃતિક 'કિચન ગાર્ડન'નો સંકલ્પ
    Next Article
    Heavy Rain & Flood West Bengal Live | પશ્ચિમ બંગાળના કલિમ્પોંગમાં વરસાદે સર્જી તારાજી | India News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment