Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીમખેડા CHCમાં PM મોદીનો 76મો જન્મદિવસ ઉજવાયો:સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રંગોળી અને રોશનીથી શણગાર, સ્ટાફે સેવા-સમર્પણની ભાવના વ્યક્ત કરી

    12 hours ago

    દાહોદ જિલ્લાના લીમખેડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 76મો જન્મદિવસ ઉજવાયો. આ કાર્યક્રમ સેવા પખવાડિયાના ભાગરૂપે યોજાયો હતો. હોસ્પિટલના તમામ ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓએ સેવા, સમર્પણ, સ્વચ્છતા અને જનઆરોગ્યના સંકલ્પ સાથે તેમાં ભાગ લીધો. આ પ્રસંગે સમગ્ર કેન્દ્રને શણગારવામાં આવ્યું હતું. આ ઉજવણી નિમિત્તે લીમખેડા સામુહિક આરોગ્ય કેન્દ્રના પરિસરમાં સંદેશાત્મક રંગોળીઓ બનાવવામાં આવી હતી. આખા બિલ્ડિંગ અને મુખ્ય પ્રવેશદ્વારને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. નર્સિંગ સ્ટાફ અને સહાયક કર્મચારીઓએ કલાત્મક ડિઝાઇનો બનાવીને વડાપ્રધાનને જન્મદિવસની શુભકામનાઓ આપી. રંગોળી દ્વારા સ્વચ્છ ભારત, બેટી બચાવો અને આયુષ્માન ભારત જેવી યોજનાઓ તથા રાષ્ટ્રસેવાના મૂલ્યો દર્શાવવામાં આવ્યા હતા. આ આયોજન લીમખેડા સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉ. સી. એમ. મછારના માર્ગદર્શન હેઠળ થયું હતું. ઉજવણી દરમિયાન ડૉ. મછારે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવન લોકસેવા અને સમર્પણનું ઉદાહરણ છે. તેમણે જણાવ્યું કે, આરોગ્ય ક્ષેત્રે સામાન્ય માણસ સુધી સારી સુવિધાઓ પહોંચે તે માટે ડોકટરો અને સ્ટાફે પ્રતિબદ્ધ રહેવું જોઈએ. દર્દીઓની સારી સેવા કરવી એ જ વડાપ્રધાનને જન્મદિવસની ભેટ ગણાશે. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં આવતા ઇન્ડોર અને આઉટડોર દર્દીઓ તેમજ તેમના સંબંધીઓને સારી સારવારની સાથે સ્વચ્છતા જાળવવા વિશે જાગૃત કરાયા. હાજર તમામ કર્મચારીઓએ વડાપ્રધાનના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી. દિવસ દરમિયાન હોસ્પિટલમાં નિયમિત ઓપીડી અને ઇમરજન્સી સેવાઓ ચાલુ રહી હતી. દર્દીઓની સુવિધાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. સ્ટાફના સભ્યોએ એકબીજાનું મોં મીઠું કરાવીને રાષ્ટ્રહિતમાં પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ લીધો.
    Click here to Read More
    Previous Article
    गुजरात में मूसलाधार बारिश से हाहाकार, पानी-पानी हुआ अहमदाबाद, 5 जिलों में IMD का रेड अलर्ट
    Next Article
    10 વર્ષની સજા ભોગવતો કેદી લાકડીયાની હોટલમાંથી ઝડપાયો:ફર્લો રજા પૂરી થતા જેલમાં પરત ન ફર્યો, પેરોલ ફર્લો સ્કોડે પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment