Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીમખેડા CHCમાં HPV રસીકરણ શરૂ, 27 કિશોરીઓને પ્રથમ ડોઝ:ગર્ભાશયના કેન્સર સામે દીકરીઓને સુરક્ષિત કરવા અભિયાન

    21 hours ago

    લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. મહિલાઓમાં ગર્ભાશયના મુખના કેન્સરના જોખમને ઘટાડવા માટે સરકારના માર્ગદર્શન હેઠળ આ અભિયાન શરૂ કરાયું છે. પ્રથમ દિવસે 14 વર્ષની 27 કિશોરીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં RCHO ડૉ. અશોક ડાભી અને તાલુકા હેલ્થ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ રસીકરણ પ્રક્રિયાનો શુભારંભ કરાયો હતો. આરોગ્ય કેન્દ્ર ખાતે વહેલી સવારથી જ કિશોરીઓ અને તેમના વાલીઓની હાજરી જોવા મળી હતી. આ દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં પણ ગંભીર બીમારીઓ પ્રત્યે જાગૃતિ વધી રહી છે. કાર્યક્રમ દરમિયાન ડોકટરોએ વાલીઓને ગર્ભાશયના મુખના કેન્સર વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે યોગ્ય ઉંમરે HPV રસી આપવાથી આ કેન્સર સામે સંપૂર્ણ સુરક્ષા મળી શકે છે. આ રસી સુરક્ષિત અને અસરકારક છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં લીમખેડા CHCના મેડિકલ ઓફિસર, વિવિધ PHCના તબીબો અને નર્સિંગ સ્ટાફનો સહયોગ રહ્યો હતો. આરોગ્ય કર્મચારીઓએ દરેક કિશોરીનું સ્ક્રીનિંગ કરી, રસી આપી અને ત્યારબાદ તેમને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા હતા. આરોગ્ય વિભાગે 9 થી 14 વર્ષની વયની તમામ દીકરીઓને આ રસી અપાવવા વાલીઓને અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વિદ્યાનગરમાં 15 માર્ચે 'નમોત્સવ'નું આયોજન:સાઈરામ દવે અને 150 કલાકારોની ટીમ પરફોર્મ કરશે, ભવ્ય ડ્રોન શો મુખ્ય આકર્ષણ
    Next Article
    क्या महाराष्ट्र में मराठी न पढ़ाने वाले स्कूलों की मान्यता होगी रद्द? मंत्री ने विधानसभा में बताया

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment